સ્વાદમાં જ નહિ સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ માનવામાં આવે છે પૌઆ, જાણો તેના 10 ગુણ….વાંચો ક્લિક કરીને

0

સવાર થતા જ દિમાગમાં નાશ્તાનો ખ્યાલ આવવા લાગતો હોય છે. અને વાત નાશ્તાની થઇ રહી હોય તેમાં પૌઆને યાદ કરવામાં ના આવે તો જાણે અધૂરું અધૂરું લાગે. જો કે પૌઆ મૂળ રૂપથી મધ્ય ભારતમાં વધુ લોકપ્રિય છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ તેને ખુબ જ શોખથી ખાવામાં આવે છે. જો કે તમેં વિચારી રહ્યા હોવ કે તેનો ઉપીયોગ માત્ર ખાવા માટે જ થઇ રહ્યો છે તો તમે ખોટું વિચારી રહ્યા છો.કેમ કે પૌઆ માત્ર સ્વાદ માટે જ નહિ પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આજે અમે પૌઆ સાથે જોડાયેલી એવી જ અમુક 10 બાબતો જણાવીશું.

1. શ્યુગર લેવલ પર કંટ્રોલ:પૌઆમાં ફાઈબર ની માત્રા ખુબ જ વધુ હોય છે. જે શરીરમાં શ્યુગરનું લેવલ સંતુલિત રાખે છે.

2. તડકાનો ગુણ:પૌઆ બનાવાની પ્રોસેસમાં એક વિશેષ પ્રકારના ધાન્યને ઉકાળ્યા બાદ તેને ઘણા કલાકો સુધી તડકામાં સૂકવવામાં આવે છે. આ પ્રક્રિયાને લીધે પૌઆમાં ઘણા પ્રકારના પ્રોટીન અને કાર્બ્સ મોજુદ રહે છે, જેને પચાવવું શરીર માટે ખુબ જ આસાન છે.

3. હેલ્દી કાર્બ્સનો ભંડાર:પૌઆ લગભગ 76.9 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને લગભગ 23 પ્રતિશત ફેટથી મિલાવીને બને છે. તેમાં મોજુદ કાર્બ્સની માત્રા તમને પુરા દિવસ એનર્જી આપે છે.

4. પચાવામાં આસાન:પૌઆ ખુબ જ હલકા હોય છે. તેને પચાવવું શરીર માટે ખુબ જ આસાન હોય છે. હલકું ભોજન હોવાને લીધે તેને રાતના સમયે પણ ખાઈ શકાય છે.

5. આયરનની અધિકતા:પૌઆમાં ભારી માત્રામાં આયરન મળી આવે છે. જેને લીધે સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓમાં મોટાભાગે આયરનની કમી જોવા મળે છે, એવામાં તેના માટે પૌઆ ખાવા ખુબ જ ફાયદેમંદ થઇ શકે છે.

6. કેલેરીની સંખ્યા:એક પ્લેટ પૌઆમાં લગભગ 250 કેલેરી હોય છે. સાથે જ તેમાં મોજુદ ઘણા પ્રકારના વિટામીન અને મિનરલ્સ પણ મોજુદ રહે છે. જેને લીધે તે ખુબ જ હેલ્દી માનવામાં આવે છે.

7. ગ્લુંટન ફ્રી:પૌઆમાં ગ્લુટન નથી હોતું, મતલબ કે તે પૂરી રીતે ઘઉં રહિત હોય છે.

8. હાડકા બનાવે છે મજબુત:જો પૌઆની સાથે એક કટોરી દહીંનું પણ સેવન કરવામાં આવે તો તે તમારા હાડકાઓમાં કેલ્શિયમની માત્રા વધારવામાં મદદ કરી શકે છે.

9. પ્રોટીનથી બેહતર સ્ત્રોત:પૌઆમાં પ્રોટીનની માત્રા ખુબ જ વધુ હોય છે, જેને લીધે યોગા કે વર્કઆઉટ કર્યા બાદ પૌઆ ખાવાની સલાહ આપવામાં આવે છે.

10. હેલ્દી કોમ્બીનેશન:

ઓલીવ ઓઈલ, સોયાબીન ની બીડી, મગફળીનાં દાણા, દહીં, નારીયેલનું તેલ આ દરેક વસ્તુનો ઉપીયોગ કરીને પૌઆ બનાવી શકાય છે. આ દરેક વસ્તુ સારું એવું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. ત્યારે જ તો પૌઆ ખાવા ફાયદેમંદ માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!