સૂરતના બિલ્ડર વિજય ઇટાલીયાએ પોતાની માતૃભૂમિ બોટાદમાં જઈને અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મ દિવસ.

0

સૂરતને કર્મભૂમી બનાવનાર આ બિલ્ડરે પોતાની માતૃભૂમિ બોટાદમાં જઈને અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મ દિવસ.
તાજેતરમા બોટાદના વતની એવા વિજય ઇટાલીયા એ પોતાના ૩૪માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બોટાદમાં પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાનગર પસંદ કર્યું.વિદ્યાની નગરી એવી વિદ્યાનગરમાં માધવગુરૂફૂળમાં કાળુ કાકાના પ્રીય વિદ્યાર્થી તરીકે રહીને ૧૧ અને ૧૨મું ધોરણ આર પી ટી પીમાં તથા બી.ઈ ચારૂસેટ, ચાંગામા પૂર્ણ કર્યુ.માતાપિતાના આર્શીવાદ, સખત પુરૂષાર્થની પ્રેરણા અને સંબંધીઓના સપોર્ટ થી આજે શાલીગ્રામ ગ્રુપના ડાયરેક્ટર છે.
આ અંગે વાત કરતા વિજય ઇટાલીયાએ જણાવ્યું કે પાંચ એપ્રીલ ૨૦૧૮ ના રોજ 3૪મા જન્મદિવસે તેમણે ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોના ઘરે જઈને ફુડ પેકેટની વહેંચણી કરી.આ દરમિયાન બાળકોના ચહેરા પરનું સ્મિત અને ખૂશી હતી તે અદ્વિતીય હતી.
વિજય ઈટાલીયાને આ પ્રેરણા તેમના પિતાશ્રી કાનજીભાઈઅને મોટા ભાઈ સંજયભાઇ પાસેથી મળી, તેઓ અવારનવાર અનાથ આશ્રમમાં, પાંજરાપોળમાં કે નેત્ર ચેકઅપમાં વગેરે જગ્યાએ દાન કરતા હતા. આ સિવાય વિજયે પોતાના માતાના જન્મ દિવસ પર વૃક્ષારોપણ તથા તેમના બાળકોના જન્મ દિવસ પર ચકલીના માળા તથા રક્ત્ દાન જેવા સમાજસેવા તથા પર્યાવરણ જતનના કાર્ય કર્યા છે.વિજય ઇટાલીયાનું કહેવું છે કે આપણે જન્મ દિવસના દિવસે પાંચ દસ હજાર રૂપીયા કેક અને હોટલ પાછળ ઉડાડી દઇએ છીએ, એના કરતા આ રૂપીયાનો સદ્ઉપયોગ કરી ગરીબ બાળકોને સારૂ જમવાનું, પુસ્તકો આપવી વગેરે કરવાથી જે ખૂશી બાળકોના ચહેરા પર હશે, એ તમને જીંદગીભર યાદ રહેશે.

By Vijay Italiya

લેખન સંકલન : જાનવી પટેલ
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.