સુપરસ્ટાર રીવ્યુ

ફિલ્મ ની વાત કરીએ તો રિશી કાપડિયા (ધ્રુવિન શાહ) એ એક ટોપ નો બોલિવૂડ સુપરસ્ટાર છે. તે એના દીકરા સની અને પત્ની અંજલિ (રશ્મિ દેસાઈ) જોડે ખુશી થી રહે છે.

એક વખત ફિલ્મ શૂટિંગ વખતે RK ને એક સીન માં ગોળી વાગવાની હોય છે અને કોઈકે એમાં ખોટી ગોળી ની જગ્યાએ બંદૂક માં સાચી ગોળી નાખીદે છે. RK બચી જાય છે અને ત્યાં થી શરુ થાય છે વ્યક્તિની શોધ..

આં સમય માં એવા ઘણા સંજોગો આવે છે જ્યાં RK અને અંજલિ ના સંબંધો ની પરીક્ષા થાય છે..

RK આં બધી પરિસ્થિતિઓ કેવી રીતે સાંભળે છે અને અને કેમ તે સાચો સુપરસ્ટાર છે એ આં ફિલ્મ જોયા પછી ખબર પડશે..

ફિલ્મ માં સિનેમેટોગ્રાફી પર ખાસ ધ્યાન આપ્યું છે જેના થી ફિલ્મ જોવાની મજા વધી જાય છે.

ધ્રુવિન અને રશ્મિ ની એક્ટિંગ નેચરલ અને ટોપ ક્લાસ છે.

ફિલ્મ માં સંગીત આપ્યું છે પાર્થ ઠક્કર એ જે મહિના પેહલા જ હિટ થઇ ગયું હતું. અરવિંદ વેગડા, અરમાન મલિક, એશ્વરીયા મજુમદાર અને શેખર રાજવાની એ ગયેલ ગીતો તમને મંત્ર મુગ્ધ કરી નાખશે..

આં ફિલ્મ કોઈ પણ બોલિવૂડ ની ફિલ્મ કરતા પાછી નથી. ખરેખર ગુજરાતી સિનેમા નું સ્તર વધી ગયું છે..

GujjuRocks તરફથી 4 Star

 

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!