‘સુપર ડાન્સર’ 2 માં દૂધ વેચનારનો દીકરો બન્યો વિજેતા (COW BOY) , ટ્રોફીને હાથમાં લઈને જુઓ કેટલા ખુશ દેખાઈ છે….

0

સોની ટીવીના લોકપ્રિય ડાંસ રીયાલીટી શો ‘સુપર ડાંસર ચૈપ્ટર-2’ એ આ વખતે ત્રણ મહિના કરતા વધુ સમય લોકોને ખુબ જ એન્ટરટેન કર્યા છે. શો નાં ફિનાલે રાઉન્ડ માં ચાર કન્ટેસ્ટેન્ટ રિતિક દિવાકર, વૈષ્ણવી પ્રજાપતિ, આકાશ થાપા અને બીશાલ શર્મા પહોંચ્યા હતા. આ મુકાબલેમાં બીશાલ શર્માએ પોતાના જબરજસ્ત ડાંસ થી શો નો ખિતાબ પોતાના નામ પર કરી લીધો છે. બીશાલ શર્મા પોતાના મહેનત અને લગનથી આ મુકામ સુધી પહોંચ્યો છે. માત્ર 12 વર્ષની ઉમરમાં જ પોતાના મુવ્સ થી પુરા દેશને ઈમ્પ્રેસ કરનારા બીશાલ શર્મા અસમ નાં રહેવાસી છે. બીશાલ શર્મા આસામ નાં સામાન્ય અને મામુલી એવા દૂધ વહેંચતા પિતાના પુત્ર છે. તે લાઈવવાયર પર્ફોમર છે. અસમના રહેનારા બીશાલ શર્મા શરૂઆતથી જ દરેક જજીસના દિલોને જીતી લીધા હતા. જણાવી દઈએ કે વિજેતાની ઘોષણા પહેલા લાઈવ વોટીંગ કરવામાં આવેલી હતી. જેના માધ્યમથી દર્શકોએ પોતાનો નિર્ણય બીશાલના પક્ષમાં રાખ્યો. જણાવી દઈએ કે બીજા પાયદાન રિતિક દિવાકર રહ્યા છે.

એ પણ જાણવા મળ્યું છે કે આ શો માં આવવા માટે બીશાલના પિતા પાસે પુરતા પૈસા ન હોવાથી તેના પિતાએ પોતાનું ભરણપોષણ નું એક જ માધ્યમ ગાય ને પણ વહેંચી નાખી હતી. તેનાથી મળેલા પૈસા દ્વારા બીશાલ આ શો માં આવી શક્યો હતો. માટે જ તે આ શો માં એક ‘કાઉ બોય(cow boy)’ તરીકે જાણવામાં આવે છે. પણ એક એપિસોડ નિમિતે આવેલા ‘બાબા રામદેવે’ બીશાલના ફેમિલીને ગાય ભેંટ આપીને તેમને રોજીરોરીનું એક નવું માધ્યમ પૂરું પાડ્યું હતું.     લાઈવ વોટીંગના સમયે શો ના જજીસ શિલ્પા શેટ્ટી, અનુરાગ બાસુ અને ગીતા કપૂરે બીશાલને વિજેતા ઘોષિત કર્યા હતા. બીશાલનાં સિવાય અન્ય ત્રણ પણ ફાઈનલ્સમાં પહોંચ્યા હતા. જણાવી દઈએ કે લાઈવ વોટીંગ ના દૌરાન કુલ મિલાવીને 10 લાખ વોટ્સ રજીસ્ટર કરવામાં આવ્યા જેમાં થી સૌથી વધુ વોટ્સ બીશાલને મળ્યા હતા.

ઘોષણા બાદ દરેક જજીસે બીશાલને ‘સુપર ડાન્સર ચૈપ્ટર-2’ ની ટ્રોફી આપી અને તસ્વીરો માટે પોજ પણ આપ્યા હતા. ટ્રોફીની સાથે-સાથે 15 લાખ રૂપિયા પણ મળ્યા અને તેના સુપર ગુરુ ‘વૈભવ ધુગે’ ને 5 લાખ રૂપિયાની ઈનામ મળ્યું છે. સાથે જ બીશાલની માતા ને પણ ડાઈમંડ જ્વેલરી ગીફ્ટ મળ્યું છે.

બીશાલ કન્ટેમ્પરરી અને હીપ-હોપ ડાંસ ફોર્મમાં માહિર છે અને જ્યારે પણ મંચ પર ઉતરે છે તો લોકોની તાળીઓ રોકાથી નથી.   

આ ફીનાલેના એપિસોડમાં વરુણ ધવન પણ શામિલ થયા હતા, તે પોતાની આવનારી ફિલ્મ ‘ઓક્ટોબર’ ના પ્રમોશન માટે આવ્યા હતા. વરુને અહી શિલ્પા શેટ્ટી સાથે મંચ પર ડાંસ કર્યો હતો. સાથે જ બાળકોને ખુબ જ પ્રેમ અને ઉત્સાહ આપ્યો અને સાથે જ ખુબ ધમાલ પણ મચાવી હતી.

વરુણે વિજેતા બીશાલ શર્માની માતાને ઘણી એવી સાળીઓ ભેંટ આપી હતી, જે વરુણની માતા એ ખાસ બીશાલની માતા માટે મોકલાવી હતી. સાથે જ અન્ય ફાઈનલીસ્ટ રિતિક દિવાકરનો સમગ્ર અભ્યાસનો ખર્ચો વરૂણે પોતાના પર લીધો છે. જણાવી દઈએ કે વરુણ ની ફિલ્મ ‘ઓક્ટોબર’ જે 13 એપ્રિલ 2018 ના રોજ રીલીઝ થવાની છે.

સુપર ડાન્સર ચૈપ્ટર-2 તો ખત્મ થઇ ગયું પણ આ શો ને કપિલ શર્મા નો આવનારો નવો શો ‘ફૈમિલી ટાઈમ વિથ કપિલ શર્મા’ રિપ્લેસ કરશે. જેના મુખ્ય હોસ્ટ કપિલ શર્મા જ છે.

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!