માત્ર 19 જ વર્ષની ઉમ્મરે ઘરેથી ભાગીને કર્યા હતા લગ્ન, 20 વર્ષે થયા છૂટ્ટાછેડા ને થઈ ગઈ હતી બેઘર આ ફેમસ ગાયિકા

0

બૉલીવુડના પ્રત્યેક કલાકરની પોતાની એક સ્ટોરી હોય છે અને તે બધાએ સારા ને ખરાબ સમયમાંથી પસાર થયા જ હશે. જ્યારે તેમને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ બૉલીવુડ ગાયીકા સુનિધિ ચૌહાણ વિશે. જેમણે આ જગતમાં ઘણા સુપરહિટ ટ્રેકવાળું મનોરંજન લોકોને આપ્યું છે.

હંમેશા ખુશ રહેતી આ ગાયિકાએ માત્ર 19 વર્ષની જ ઉંમરે તેના પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા, પરંતુ એક વર્ષ બાદ જ્યારે તેણી છૂટાછેડા લીધા ત્યારે તે બેઘર બની ગઈ હતી. સુનિધિ ચૌહાણ તાજેતરમાં ફિલ્મ સંજુ માટે સોનુ નિગમ સાથે મળીને એક ગીત ગાયું હતું “ મે બી બઢીયા હું “ જે લોકોને ખૂબ ગમ્યું. સુનિધિએ તેમના જીવનમાં દુખ ઘણું સહન કર્યું, પરંતુ હવે તે સુખી જીવન જીવી રહી છે અને તેણે ફિલ્મ ઉદ્યોગને ઘણા સુંદર ગીતો આપ્યા છે અને આપશે પણ.તો ચાલો આજે તમને અમે જણાવીશું સુનીધી સાથે જોડાયેલી કેટલીક હકીકતો.1. સુનિધિ ચૌહાણનો જન્મ 14 ઑગસ્ટ, 1983ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા દુષ્યંત કુમાર યુપી કલા કેન્દ્રમાં થિયેટર કલાકાર હતા અને તેમને તેસંગીતની પ્રેરણા તેમના પિતા પાસેથી મળી હતી.

2. સુનિધિનો અભ્યાસ બલરામપુર, યુપીમાં બ્લુમિંગ બડ્સ પબ્લિક સ્કૂલ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો અને તેના પછી ગ્રીનવે પબ્લિક સ્કૂલમાંથી આગળનો અભ્યાસ કર્યો. અને 5 વર્ષથી ઉમરથી જ તેમણે ગાયકીમાં હાથ અજમાવ્યો હતો.

3. . 1 99 6 માં આવેલી એલ ફિલ્મ શસ્ત્રમાં, સુનિધિએ તેનું પહેલું ગીત “લડકી દિવાની દેખો” ગાયું હતું, અને તે વખતે તે માત્ર 13 વર્ષની હતી. આ ગીતમાં તેનો સાથ છોટે આદિત્ય નારાયણે આપ્યો હતો.

4. 17 વર્ષની ઉંમરે તેણે કોરિયોગ્રાફર બોબી ખાન સાથે પ્રેમમાં પડી અને 19 વર્ષની ઉંમરે લગ્ન કર્યાં. પરંતુ એક વર્ષ પછી તેઓએ છૂટાછેડા લીધા અને તમને કહ્યું કે તેઓએ તેમના પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા એટ્લે છૂટાછેડા પછી તેઓ બેઘર બની ગયા.

5. છૂટાછેડા પછી સુનિધિએ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને અત્યાર સુધીમાં ફિલ્મ જગતમાં માં આશરે 150 જેટલા ગીતો ગાયા. 35 વર્ષની વયે, સુનિધિએ હિંદી ઉપરાંત કન્નડ, તમિલ, તેલુગુ, પંજાબી, બંગાળી, આસામી, નેપાળી અને ઉર્દુમાં આશરે 3,000 ગીતો ગાયા છે. .

6. બોલીવુડમાં સુનિધીએ શીલા કી જવાની, કમલી, ચાન્સ પે ડાન્સ, કજરારે-કજરારે, મરજાની, બિડી જ લઈલે જેવા સુપરહીટ ગીતો ગાઈને લોકોને ચૌકાવી દીધા હતા. પોતાના શાનદાર અવાજમાં .

7. 2012 માં સુનિધિએ તેના બાળપણના મિત્ર અને સંગીત દિગ્દર્શક હિતેશ સોનિક સાથે લગ્ન કર્યા. હવે સુનિધિ એક બાળકની માતા છે અને આજે પણ તેના અવાજનો જાદુ છે ફિલ્મ જગતમાં.

8. માત્ર 16 વર્ષની વયે મસ્ત નામની મૂવીમાં ‘રુક્કી-રુક્કી સી જીંદગી’ ગીત ગાવા બદલ તેને શ્રેષ્ઠ રાઇઝિંગ સિંગર માટે ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત, ઝી સિને, સ્ક્રીન એવોર્ડ્સ, ફિલ્મફેર અને સ્ટારડસ્ટ જેવા 13 પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

9. સુનીધિ ચૌહાણ કેટલાય રિયાલીટી શોમાં જજ તરીકે જોવામાં આવે છે. આમાં સૌથી વધુ લોકપ્રિય ઇન્ડિયન આઇડોલ જજ તરીકે જોવા મળી છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here