સોનાલી બેન્દ્રે નું આ 3 ફેમસ અભિનેતાઓ સાથે રહ્યું હતું અફેયર, પણ આમાંના કોઈ સાથે ન કરી શકી લગ્ન…

90 ના દશક માં બોલીવુડની જાણીતી અને ફેમસ અભિનેત્રીઓમાં શામિલ સોનાલી બેન્દ્રે આજ એક વાર ફરી ચર્ચામાં આવી છે, પણ આ વખતે મામલો થોડો દુઃખદ છે. સોનાલી બેન્દ્રે એ ખુદ ટ્વીટ કરીને લોકોને એ જાણકારી આપી છે કે તે ગંભીર રોગ કેન્સરનો શિકાર છે અને હાલના દિવસોમાં તે અમેરિકા માં પોતાનો ઈલાજ કરાવી રહી છે. ઘણા સમયથી સોનાલી બેન્દ્રેએ બૉલીવુડ થી દુરી બનાવી રાખી છે પણ એક સમય એવો પણ હતો જયારે તેની એક સ્માઈલ પર લાખો લોકો ઘાયલ થઇ જાતા હતા. સાથે જ સોનાલી નું  અમુક અભિનેતાઓ સાથે અફેઇર પણ રહ્યું હતું.   સોનાલીએ વર્ષ 2002 માં દરેકને હેરાન કરીને અચાનક જ ફિલ્મ ડાયરેક્ટર રિક્કી બહલ સાથે લગ્ન કરી લીધા હતા. પણ તમને જણાવી દઈએ કે તેની પહેલા સોનાલીનું નામ ઘણા અભિનેતાઓ સાથે જોડાયું હતું. આ નાઓમાં ત્રણ નામ એવા છે જેની સાથે સોનાલીની અફેર રહ્યું હતું.

1. શોએબ અખ્તર:પાકિસ્તાનના ફેમસ ક્રિકેટર શોએબ અખ્તર ખુદ એ વાતને કબૂલી ચુક્યા છે છે કે એક સમય હતો જયારે તે સોનાલી પર ફિદા હતા. શોએબ અખ્તર જયારે એક ક્રિકેટ સિરીઝ માટે ભારત આવ્યા ત્યારે તેણે સોનાલી સાથે તેના જન્મદિવસ પર મુલાકાત કરી હતી. જેના પછીથી તે બંને વચ્ચે ના રિલેશનની ખબરો આવવા લાગી હતી. પણ સોનાલીએ ક્યારેય પણ આ રિશ્તાની ખુલીને વાત કરી ન હતી. અને ધીમે-ધીમે આ મામલો જ શાંત થઇ ગયો.
2. સુનિલ શેટ્ટી: 90 ના દશકમાં સુનિલ શેટ્ટી પણ બોલીવુડના ટોપ સીતારાઓમાંના એક હતા અને સોનાલી સાથે તેના પ્રેમની ચર્ચા હતા. સુનિલ અને સોનાલીનો પ્રેમ સિરિયસ હતો. સોનાલી અને સુનિલ ની નજીકતા ફિલ્મના શૂટિંગ દરમિયાન સામે આવી હતી. 1990 માં સુનિલ અને સોનાલી મુંબઈ ની ઘણી હોટેલો અને રેસ્ટોરેન્ટમાં એકસાથે નજરમાં આવતા હતા.
3. સલમાન ખાન:ઘણા લોકો નહિ જાણતા હોય કે સલમાન સાથે પણ સોનાલી રિલેશનમાં રહી ચુકી છે. પણ આ રિલેશનના તૂટી ગયા પછી સલમાન અને સોનાલીએ એકસાથે એક પણ ફિલ્મો કરી ન હતી. બંને વચ્ચેના અફેયરની વાતો ત્યારે સામી આવી  જયારે બંને ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ની શૂટિંગ કરી રહયા હતા. આ શૂટિંગ દરમિયાન સલમાન અને સોનાલી એકબીજાની ખુબ જ નજીક આવી ગયા હતા, પણ પછી સલમાન કાળા હરણના શિકારના મામલામાં ફસાઈ ગયા અને આ બાબતને લઈને જ કોઈ વાત પર બંનેનો ઝગડો થયો અને અને આ રિશ્તો કાળા હરણની સાથે-સાથે અહીં જ ખતમ થઇ ગયો. 

સંકલન: વિનંતી પંડ્યા
Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!