એકવાર ફરીથી ઉઠ્યા સલમાન-ઐશ્વર્યા ના સંબંધ પર સવાલો, ભાઈ સોહેલ ખાને ઐશ પર લગાવ્યા ઘણા ગંભીર આરોપ…

0

સલમાન ખાન અને ઐશ્વર્યા રાઈ ની લવસ્ટોરી બૉલીવુડ ની સૌથી ચર્ચિત લવ સ્ટોરી હતી. જો કે તેઓના પ્રેમ ની શરૂઆત ખુબ સારી રીતે થઇ હતી પણ જ્યારે તે ખતમ થઇ ત્યારે તેઓની સાથે જોડાયેલા ઘણા વિવાદો ચર્ચા માં બન્યા હતા. બંને નો પ્રેમ આવી રીતે ખતમ થાશે કદાચ તે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. જો કે સલમાન એ આજ સુધી પોતાના અને ઐશ ના સંબંધ પર ક્યારેય પણ વિવાદિત મંતવ્યો આપ્યા નથી, પણ ઐશ એ સલમાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા, તેઓની વચ્ચે પોલીસ ને પણ આવવું પડ્યું હતું.

ઐશ્વર્યા એ લગાવ્યા ગંભીર આરોપ:જણાવી દઈએ કે ઐશ-સલમાન નું જ્યારે બ્રેકઅપ થયું ત્યારે ઐશ એ સલમાન પર મારપીટ સહીત ના ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. ઐશ એ જણાવ્યું કે બ્રેકઅપ પછી પણ સલમાન ઐશ ને ફોન કરતા હતા અને હેરાન કરતા હતા  અને તેની સાથે ખરાબ વ્યવહાર કરતા હતા.

સોહેલ ખાન એ લગાવ્યા ઐશ્વર્યા પર આરોપ:જો કે સલમાન એ ક્યારેય પણ આ બાબત વિશે કંઈપણ કહ્યું ન હતું પણ તેના ભાઈ સોહેલ ખાન નું એક પહેલાનું ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે, જેમાં તેમણે ઐશ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સોહેલ ખાન એ ઇન્ટરવ્યૂ માં કહ્યું કે,”હવે તે(ઐશ્વર્યા)પબ્લિક ની વચ્ચે રોઈ રહી છે. જયારે તે મારા ભાઈ સલમાન ની સાથે ફરતી હતી ત્યારે મોટાભાગે તે અમારા ઘરે આવ્યા કરતી હતી, અમારો પૂરો પરિવાર તેને અમારા ઘરની સદસ્ય જ માનતા હતા, ત્યારે તેણે કયારેય પણ આ સંબંધ ની કદર કરી ન હતી, તેણે ક્યારેય પણ અમારા પરિવાર કે મારા ભાઈ ને પોતાનો માન્યા ન હતા”.

સોહેલે આગળ કહ્યું કે,”ઐશ એ ક્યારેય પણ સલમાન ને એ વાતનો અનુભવ જ ન કરાવ્યો કે તે તેને પ્રેમ કરે છે. તેણે ક્યારેય પણ ભાઈને પોતાની ચાહત નો અનુભવ કરાવ્યો ન હતો, આજ કારણ થી ભાઈ પોતાના રિલેશન ને લઈને અસુરક્ષિત હતા”.સોહેલ ખાને ઐશ અને અભિનેતા વિવેક ઓબેરોય ના રિલેશન પર પણ કમેન્ટ કરી હતી. તેમણે કહયું હતું કે ઐશ જયારે વિવેક ની સાથે રિલેશન માં હતી તે સમયે પણ તે ભાઈ ની સાથે ફોન પર ટચ માં રહેતી હતી. જેને લીધે વિવેક-ઐશ વચ્ચે પણ વિવાદો શરૂ થઇ ગયા હતા.જણાવી દઈએ કે સલમાન ખાન સાથે ના બ્રેકઅપ પછી ઐશ એ સલમાન પર આરોપ લગાવતા કહ્યું હતું કે તે આજે પણ મને ફોન કરે છે અને આડા-અવળી વાતો કરે છે. તેને હંમેશા મારા પર શંકા રહેતી હતી કે મારું અફેયર કોઈ અન્ય ની સાથે છે.

જો કે ઐશ્વર્યા ના મારપીટ કરવાના આરોપ પર સલમાન ખાન એ સ્પષ્ટ કહ્યું કે,”તે સમયે હું ઐશ ને ખુબ જ પ્રેમ કરતો હતો અને મેં ક્યારેય પણ તેના ઉપર હાથ ઉઠાવ્યો ન હતો, પણ જ્યારે પણ મારો મૂડ ખરાબ હોય તો હું પોતાને જ ઇજા પહોંચાડતો હતો ના કે ઐશ ને”.

હાલ ઐશ્વર્યા પોતાના પતિ અભિષેક અને દીકરી આરાધ્યા સાથે સમય વિતાવી રહી છે. જયારે સલમાન ખાને હજી સુધી કોઈ સાથે લગ્ન નથી કર્યા અને સિંગલ છે. જો કે હાલ તે પોતાની વિદેશી પ્રેમિકા ઇલુઇયા સાથે રિલેશનમાં છે.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here