સ્નાન કર્યા પછી રોજ કરો ભગવાન શિવના આ મંત્રનો જાપ, જીવનની સમસ્યા થઇ જશે છુમંતર

હર કોઈ ઇચ્છતું હોય છે કે પોતાનો દિવસ સારો જાય. માટે સવાર-સવારમાં દરેક ઇન્સાન ભગવાનનું નામ લેતા જ હોય છે. પણ શું તમને ખબર છે કે અમુક મંત્ર એવા હોય છે જેનો જાપ જો તમે કરશો તો, તમારો દિવસ તો સારો જાશે જ પણ સાથે જ તમારું જીવન પર સુધરી જશે. દેવોના દેવ મહાદેવ એટલે કે ભગવાન શિવ વિશે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવના જાપથી જીવનની દરેક પરેશાની દૂર થઈ જાય છે.
મહામૃત્યુંજય મંત્ર તે મંત્ર છે જેના જાપથી જીવનની દરેક પરેશાનીઓ દૂર થઇ જાતિ હોય છે. તેવું એટલા માટે કેમ કે કહેવામાં આવે છે કે આ મંત્રની મદદથી જીવન સુરક્ષિત રહે છે. એટલે કે અકાળ મૃત્યુનો કોઈ જ ભય નથી રહેતો. સાથે જ તેનાથી ઇન્સાનની ઉંમરમાં પણ વધારો થાય છે. સાથે જ તમે આ મહામૃત્યુંજય જાપથી તમે રોગોથી મુક્તિ પણ મેળવી શકો છો. એવું કહેવામાં આવે છે કે આ મંત્ર મોટી થી મોટી બીમારીને દૂર કરવા માટેનું શસ્ત્ર છે. આ મંત્રના જાપ કરવાથી ત્વચાની અંદર એક અલગ જ આકર્ષણ ઉત્પન્ન થાય છે, જેનાથી ઇન્સાનનું સ્વાસ્થ્ય સારું રહે છે. સાથે જ આ મંત્રનો જાપ એટલો પ્રભાવશાળી હોય છે કે તેનાથી ઇન્સાનના જીવનમાં ધન-દૌલત અને વૈભવ માં કોઈ ખોટ નથી આવતી. આ મંત્રથી નિઃસંતાન લોકોને સંતાન પ્રાપ્તિ પણ થાય છે. મંત્રનો જાપ ન્હાયા પછી પશ્ચિમ દિશા તરફ મોં કરીને કરવાનો હોય છે.
શિવપુરાણમાં ઘણા એવા મંત્રો વિશે કહેવામાં આવેલું છે. આ મંત્રના જાપ કરવાથી ઇન્સાન પોતાના જીવનને બેહતર બનાવી શકે છે. કહેવાય છે કે હર રોજ આ મંત્રનો જાપ કરવાથી ધન, વૈભવ અને ઐશ્વર્ય જેવી દરેક ચીજો પુરી થાય છે અને સાથે જ કુંડળી માના દોષ જેવા કે નાડી દોષ, માંગલિક દોષ, કાલસર્પ દોષ, ખરાબ નજરમાંના દોષ, વૈવાહિક જીવનનની સમસ્યાઓ, દુ:સ્વપ્ન્ન, સંતાન બાધા અને રોગ જેવી સમસ્યાઓ ઠીક થઇ જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!