સ્મશાનઘરમાં ચિતાની સાક્ષીએ વર-વધુ ફર્યા ફેરા, મોરારીબાપુએ આપ્યા આશિર્વાદ-આખરે શું છે કારણ? વાંચો

સ્મશાન એટલેકે જીવન ની અંતિમ સફર, સ્મશાન કે જ્યાં હિંદુ સમાજના લોકો ને અગ્નિદાહ આપી અંતિમવિધિ કરવામાં આવે છે .આવા જ એક સ્મશાન કે જ્યાં આજે એક નવદંપતી એ પોતાના દાંપત્યજીવન નો પ્રારંભ કર્યો છે .મહુવાના તલગાજરડા ખાતે કથાકાર મોરારીબાપુની ઈચ્છાને લઈને આજે એક સાધુ યુવક-યુવતી સ્મશાનમાં ચીતા ફરતે ફેરા ફરી લગ્નગ્રંથી થી જોડાયા હતા.

આ લગ્ન સમયે કથાકાર મોરારીબાપુ પણ ખાસ હાજર રહ્યા હતા જેમને દંપતી ને ચાંદલા કરી આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ મોરારીબાપુ તરફથી આ દંપતીને ૩૧૦૦૦ રૂ.રોકડા આપ્યા હતા તેમજ સાથે આવેલા જાનૈયા ને કપડાની જોડી આપવામાં આવી હતી. કહી શકાય કે ભારતમાં આવા લગ્ન ક્યાંય થયા નહિ હોય

આજનો માનવી કઈ અવનવું કરવાની પ્રેરણા થી પ્રેરિત છે.જેમાં લોકો ની પ્રેરણા પણ સામેલ હોય છે .કથાકાર મોરારીબાપુ દ્વારા વારાણસી ખાતે ‘મસાણ માનસકથા’ નું થોડા સમય અગાઉ આયોજન કર્યું હતું. જેમાં તેમણે સ્મશાનમાં એક લગ્ન કરવવા ની ઈચ્છા વ્યક્ત કરી હતી.તેમની એ ઈચ્છા આજે તેમના ગામ તલગાજરડા ખાતે પૂર્ણ થઇ હતી.

સ્મશાન વિષેની વાત કરીએ તો સ્મશાન માં શિવ-પાર્વતીનો વાસ છે. સ્મશાન વિષે ઘણી અંધશ્રદ્ધા લોકોમાં ફેલાયેલી છે જેમા ખાસ કરીને હિંદુ મહિલાઓ સ્મશાનમાં જતી નથી તે છે. તેમજ લોકોને રાત્રીના સમયે સ્મશાન માં જતા ભયની અનુભીતી થાય છે.

ત્યારે આવા અનોખા સ્થળ પર આજે એક સાધુ યુવક યુવતી લગ્નગ્રંથીથી જોડાયા હતા. સ્મશાનને લાઈટ ડેકોરેશનથી સજાવવામાં આવ્યું હતું. તલગાજરડા ખાતેના સ્મશાનમાં મહુવાના વાછરડા વીર મંદિર ના પુજારી ઘનશ્યામ મહારાજ અને પારુલ નામની યુવતી લગ્નગ્રંથીથી જોડાયા હતા. સ્મશાન કે જેને શિવવાડી પણ કહેવાય છે ત્યા ડી જે ના તાલે જાનૈયા ઝૂમ્યા હતા તેમજ ચીતા ફરતે ફેરા

ફરી લગ્નજીવનનો પ્રારંભ કર્યો હતો.

વિડીયો જુવો

કઈક અલગ જ લગ્ન… તમે આવા લગ્ન ક્યારેય નહિ જોયા હોય

કઈક અલગ જ લગ્ન… તમે આવા લગ્ન ક્યારેય નહિ જોયા હોય 👍લોકો સ્મશાન માં મરવા આવે અને આ નવવધુ જીવવા આવ્યા 🙏👌👉Follow Us On Instagram ➡ Instagram.com/theGujjuRocks👉Like Us On Facebook ➡ Facebook.com/GujjuRocks👉Visit Our Gujju Website ➡ www.GujjuRocks.in

Posted by GujjuRocks – તમે ગુજરાતી છો? on 26 નવેમ્બર 2017

News Source: gujarati.news18

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!