સિલ્કી અને ચમકદાર વાળ માટે આ ઉપાય કરો…વાંચો આર્ટિકલ ક્લિક કરીને

દરેક મહિલાને તમન્ના હોય છે કે તેમના વાળ કાળા, જાડા અને સિલ્કી હોય…કારણ કે તેમની સુંદરતામાં વાળનુ પણ ખૂબ જ મહત્વ યોગદાન રહેલું છે.

જો તમે તમારા વાળ સિલ્કી બનાવવા ઈચ્છતા હોય તો આ ટિપ્સ ફોલો કરો.

માથામાં તેલ લગાડ્યા પછી. એક રૂમાલ અથવા તો ટુવાલને ગરમ પાણીમાં બોળીને માથા ઉપર બાંધી દેવું. જેથી વાળની સ્ટીમ મળશે. અને તેલ મૂળ સુધી પહોંચશે.

વાળને વધારે ચમકદાર બનાવવા માટે ઓલિવ ઓઈલથી હલ્કા હાથોથી વાળ પર માલિશ કરવું.

વાળ પર તેલ થોડું ગરમ કરીને લગાવો અને જો તમારા માથાની ત્વચા તૈલી હોય તો તેલ વધારે ન લગાવો.

તેલ વાળનાં મૂડમાં લગાડવું.

વાળમાં તેલ લગાવતી વખતે આંગળીઓથી માલિશ કરવાથી વાળના ગ્રોથ સારો આવે છે.

વાળમાં તેલ એક કલાકથી વધારે ન રાખવુ.

વાળને ધોતી વખતે માઇલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરવો.

પાણી ખૂબ જ પીવુ જોઇએ.

તેમજ ખાવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવુ. પૌષ્ટિક આહાર વધારે લેવો જોઈએ.

તેમજ મેથીના દાણાને રાતભર પલાળીને સવારે તેને મિક્સરમાં ક્રશ કરી દો. ક્રશ કરેલી મેથી માં બે ચમચી દહીં એક ચમચી જૈતુનનું તેલ, એક ચમચી મધ. હવે આ બધાને હલાવી દો. અને આ પેસ્ટને તમારા વાળ પર લગાવો અને ચાલીસ મિનિટ સુધી રાખો. અને પછી શેમ્પૂથી વાળ ધોઇ કાઢવા… આવું કરવાથી તમારા વાળ ખૂબ જ ચમકીલા થઈ જશે.

1 કપ પાલક લઈ તેને મિક્સરમાં પીસી દો. તેમાં એક કપ જૈતુનનું તેલ નાખો. હવે આ મિશ્રણને તમારા વાળ પર લગાવો. અને આ મિશ્રણ એક કલાક સુધી તમારા વાળ પર રાખો અને પછી શેમ્પૂથી તમારા વાળ ધોઇ કાઢો અને પછી તમારા વાળ ખૂબ જ ચમકીલા થઈ જશે.

Author: GujjuRocks Team
લેખક – નિરાલી હર્ષિત

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!