શ્રાવણ માસમાં મહાદેવની કૃપાથી આ 2 રાશિઓનું કોઈ ખરાબ નહિ કરી શકે, વાંચો બીજી રાશિના જાતકો શું કરી શકશે

0

શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને દરેક ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગતા હશે. આજે અમે તમને એવા બે રાશિના જાતકો વિષે જણાવીશું જેમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે. આ બે રાશિના જાતકો આ વર્ષ દરમિયાન ખુશ રહેશે અને તેમની સામે કોઈ શત્રુ ટકી શકશે નહિ. આ વર્ષે ભગવાન શિવની કૃપાથી આ બે રાશિના જાતકોની દરેક મનોકામના પૂર્ણ થશે. આ રાશિના જાતકોના અલગ આલગ મિત્રોને અલગ અલગ ખુશખબર મળશે. આવો જાણીએ એ રાશિ વિષે અને તેમને મળવાની છે જે ખુશખબરી તેના વિષે.

પહેલી ખુશખબર

થોડા સમયમાં તમે એવું કામ કરશો જેના કારણે તમારા પરિવારજનો, મિત્રો અને તમારા દરેક સગા વહાલા તમારા પર ગર્વ કરશે. આ પરીસ્થિતિ તમને ખુબ આનંદ આપશે.

બીજી ખુશખબર

જો તમે વેપાર કરી રહ્યા છો તો તેમાં તમને અઢળક સફળતા મળશે. તમારા સગા વહાલા પણ તમને સપોર્ટ કરશે. આ કારણે લોકોમાં તમારું નામ થશે અને તમને સારું લાગશે.

ત્રીજી સૌથી મોટી ખુશખબર

જે પણ મિત્રો સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખાસ વાત, જો થોડી મહેનત કરશો તો તમને સરકારી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. જેના કારણે તમારા પરિવારજનો તમારા પર બહુ ગર્વ કરશે અને ખુશ થશે.

જે બંને રાશિઓને આ લાભ થવા જઈ રહ્યો છે એ રાશિ છે તુલા અને કુંભ.

પ્રેમથી કોમેન્ટમાં જય ભોલે જરૂર લખો. આપનો દિવસ શુભ રહે. ભગવાન મહાદેવની કૃપા આપની પર બનેલી રહે.

શ્રાવણ માસમાં સવારે આ એક રાશિ પર બનશે મહાદેવજીની વિશેષ કૃપા. જેના કારણે તમને ઘણાં લાભ થશે. તમારા જીવનસાથી સાથે સંબંધો વધુ ને વધુ મજબુત થશે. જો ભૂલથી કોઈ વાત છુપાવી હોય કે દિલ દુભાયું હોય તો એકબીજાની માફી માંગી લેવી.

વિદ્યાર્થીઓને આજે વધુ મહેનત કરવી પડશે. જો કોઈ સ્પર્ધા કે વિશેષ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો થોડી મહેનત વધુ કરો. પતિ અને પત્ની વચ્ચે જો ઘણા સમયથી અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત આવશે. તમારો સંબંધ વધુને વધુ મજબુત બની જશે.

વેપારનો વિસ્તાર થશે. પહેલા કરેલું રોકાણ અને તેનો ફાયદો તમને આજે દેખાશે. જે મિત્રો નોકરીની શોધમાં છે તેઓની માટે પણ આ સમય સૌથી યોગ્ય છે. વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટના કારણે શાળામાં ખુબ માન મળશે. જે મિત્રો કોઈને પ્રેમ માટે પ્રપોઝ કરવા ઈચ્છે છે તેઓ કરી શકે છે. આ સમય પરમ સંબંધ માટે પણ બેસ્ટ છે.

આમ તો ભોળા શંકર ભગવાનને મનાવવા માટે બહુ મહેનત નથી કરવી પડતી. તો આવો જાણી લો બીજી રાશિના જાતકો શું કરી શકે જેનાથી ભગવાન શિવ થશે પ્રસન્ન.

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ઘણા બધા લોકો દરરોજ શિવાલયની મુલાકાત લેતા હોય છે. પણ જે મિત્રોથી આ શક્ય નથી તેઓએ આ પૂજા ખાસ કરવાની રહેશે. આ પૂજા તમારે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કરવાની છે. તો આવો જાણીએ શું કરવાનું રહેશે આ પૂજા માટે.

સોમવારના દિવસે મહામૃત્યુજય મંત્રના જાપ ૧૦૮ વાર કરવાના છે. આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થશે અને ઘરમાં દરેક સ્વજનો પર આવતી આકસ્મિક બીમારી કે આફત ટળી જશે. સોમવારે શિવલિંગ પર ગાયના કાચા દુધથી અભિષેક કરો અને આ અભિષેક કરતા સમયે નીચે જણાવેલ મંત્રનો જાપ કરવાનો રહેશે.

ऊँ नम: शिवाय॥

આ મંત્ર સાથે નીચે જણાવેલ વસ્તુ અર્પણ કરવાથી શું લાભ થાય તે જણાવ્યું છે.

  • આ મંત્રની સાથે શિવલિંગ પર જળ અર્પણ કરો છો તો સ્વભાવમાં અને મન પર શાંતિ મળે છે.
  • જો શિવલિંગ પર મધ અર્પણ કરશો તો તમારી વાણી અને વર્તનમાં મીઠાસ આવશે.
  • શિવલિંગ પર દુધનો અભિષેક કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
  • શિવલિંગ પર દહીં અર્પણ કરવાથી ચંચલ મન અને વિચારો શાંત થાય છે.
  • શિવલિંગ પર ઘી અર્પણ કરવાથી શક્તિમાં વધારો થાય છે અને કામ કરવાની ક્ષમતા વધે છે.
  • શિવલિંગ પર ખાંડ અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here