શિવાજી મહારાજના વંશજ, જીવે છે ઠાઠ માઠથી હેલિકોપ્ટર અને લકઝરી ગાડીઓનો છે કાફલો… વાંચો લેખ

0

આજે લગભગ જ કોઈ એવું હશે કે જે શિવાજી મહારાજને નહિ ઓળખતું હોય. મુગલોને હરાવીને હિન્દુત્વના ધ્વજને લહેરાવવાવાળા શિવાજી. પણ બહુ ઓછા લોકો હશે જે શિવાજીના વંશજ છત્રપતિ સંભાજી રાજે વિષે જાણતા હશે.

છત્રપતિ સંભાજી રાજે એ શિવાજી મહારાજના વંશજ છે. તેમનો જન્મ ભારતના એક મહાન રાજ પરિવારમાં થયો છે. સંભાજી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રહે છે.

શિવાજીના આ વંશજ એ બહુ જ સ્ટાઇલીશ છે તેઓ સોશિયલ વર્ક દ્વારા સમાજ સાથે જોડાયેલા છે. અવારનવાર ક્રુઝર બાઈક અને હેલિકોપ્ટરમાં ફરતા જોવા મળતા આ સંભાજી એ બહુ ઈમાનદાર અને લોકપ્રિય વ્યક્તિત્વ છે.

સંભાજી રાજે એ મહારાષ્ટ્રમાં બહુ ફેમસ અને લોકપ્રિય છે. સંભાજી રાજે પાસે ઘણીબધી રોયલ અને લકઝરી ગાડીઓ છે. સંભાળવા મળ્યું છે કે તેઓ પોતાને પસંદ કરતા વ્યક્તિને મળવા માટે હેલિકોપ્ટર પર અથવા તો બુલેટ લઈને જતા હોય છે.

તમને તેમની લોકપ્રિયતાનો ખ્યાલ આ વાતથી જ આવી જશે કે અનેક લોકો તેમને મળવા માટે ધોમ ધકતા તાપમાં પણ કલાકો સુધી ઉભા રહેતા હોય છે.

આટલું જ નહિ તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ગાડીઓનો કાફલો લઈને જતા હોય છે ઘણી જગ્યાએ તો તેઓ જાય ત્યાં તેમની પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here