શરીર માટે કેમ જરૂરી છે કેલ્શિયમ? ફક્ત હાડકા જ મજબુત નથી થતા કેલ્શિયમના છે અનેક ફાયદા, શેમાંથી મળશે વાંચો અને જાણો.

0

આજે આપણે જોઈએ છીએ કે લોકો ને હાડકાઓ, માંસપેશીઓ અને સાંધા ના દર્દ ની તકલીફ હોય છે. તમારા ઘર માં પણ સગા-સબંધી ને આ તકલીફ થતી જોઈ હશે. પણ જો તમે પોતાના પરિવાર ને આ સમસ્યા થી બચાવા માંગતા હો તો દરરોજ ના ખોરાક માં પર્યાપ્ત માત્રા માં કેલ્શિયમ યુક્ત ભોજન લેવું જરૂરી છે. આ માત્ર શરીર માટે જ નહીં અપિતુ મસ્તિષ્ક ની સાચી કાર્ય પ્રણાલી માટે પણ કેલ્શિયમ યુક્ત ભોજન લેવું આવશ્યક છે.

જે પણ મહત્વ પૂર્ણ તત્વો થી માનવ શરીર ની રચના થાય છે, તેમાં કેલ્શિયમ એક મહત્વપૂર્ણ ઘટક છે. કાર્બન, હાઈડ્રોજન અને નાઇટ્રોજન પછી શરીર માં કેલ્શિયમ ની માત્રા સૌથી વધુ હોય છે. આમાં થી 90 પ્રતિશત કેલ્શિયમ હાડકાઓ અને દાંત ને પ્રાપ્ત થાય છે. કેલ્શિયમ ની થોડી માત્રા આપણાં લોહી માં પણ હોય છે. આ ઉપરાંત મસ્તિષ્ક ના સેરેબ્રોસ્પાઇનલ ફ્લૂઈડ માં અને સ્તન ગ્રંથિઓ માથી સ્ત્રાવિત દૂધ માં પણ કેલ્શિયમ હોય છે.

કેલ્શિયમ ના કાર્યો

કેલ્શિયમ થી માત્ર હાડકાઓ જ મજબૂત નથી થતાં પરંતુ તેનાથી ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ અને કેન્સર ના જોખમ થી પણ બચાવ થાય છે. તે નર્વસ સિસ્ટમ ના માધ્યમ થી આપણી માંસપેશીઓ ને ગતિશીલ બનાવવા માં સહાયક થાય છે. લોહી ની અંદર નિશ્ચિત માત્રા માં ભળેલું કેલ્શિયમ કોશિકાઓ ને દરેક પળે સક્રિય રાખવા માટે જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્થ બાળક ના હાડકાઓ ના વિકાસ માટે ગર્ભવતી મહિલા એ કેલ્શિયમ યુક્ત પદાર્થો નું ભરપૂર માત્રા માં સેવન કરવું જોઈએ. ડૉક્ટર ની સલાહ પ્રમાણે તેને કેલ્શિયમ ની ગોળી નું સેવન કરવું જોઈએ. જ્યારે બાળકો ને દાંત આવતા હોય ત્યારે તેને પર્યાપ્ત માત્રા માં દૂધ અને તેના થી બનેલી વસ્તુઓ વધુ આપવી જોઈએ.  ટીનેજર્સ ના સમુચિત શારીરિક વિકાસ માટે તેને અધિક માત્રા માં કેલ્શિયમ ની જરૂર હોવા થી કેલ્શિયમ યુક્ત ખોરાક નું સેવન વધુ કરવું.

વધતી ઉંમર માં કેલ્શિયમ

30 વર્ષ સુધી માં હાડકાઓ નો સંપૂર્ણ પણે વિકાસ થઈ જાય છે. પરંતુ શરીર ને કેલ્શિયમ ની જરૂરત ત્યારે પણ હોય જ છે. 40 વર્ષ ની ઉંમર માં સ્ત્રીઓ માં મેનેપોજ ની અવસ્થા આવે છે. આ સમયે તેને પ્રતિદિન 1500 મિગ્રા કેલ્શિયમ ની જરૂર પડે છે. અને આ અવસ્થા માં કેલ્શિયમ ની ઉણપ હાડકાઓ ને કમજોર બનાવી દે છે. અને ત્યારે ઓસ્ટીયોપોરોસિસ થવા નું જોખમ વધી જાય છે. આથી તમે તમારા દૈનિક ખોરાક માં પર્યાપ્ત માત્રા માં કેલ્શિયમ યુક્ત વસ્તુ નો વધુ ઉપયોગ કરવો. નિયમિત કસરત પણ તમારા માટે ખૂબ ફાયદાકારક છે.

કેલ્શિયમ ના પ્રમુખ સ્ત્રોત

દૂધ અને તેના થી બનેલી વસ્તુ જેવી કે દહીં, પનીર વગેરે નું સેવન વધુ કરવું જોઈએ. લગભગ એક ગ્લાસ દૂધ માં 300 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. સફેદ રંગ ના બધા ફળો અને શાકભાજી જેમ કે કેળાં, નારિયેળ, શરીફા, જમરૂખ, કોબી, મૂળા વગેરે માં વિપુલ પ્રમાણ માં કેલ્શિયમ મળી રહે છે.

સેવન કઈ રીતે કરવું

આપણે જેટલું કેલ્શિયમ ભોજન ના માધ્યમ થી ગ્રહણ કરીએ છીએ તેમાથી માત્ર 30 પ્રતિશત જ મેટાબોલ્જિમ ના માધ્યમ થી આપણાં સુધી પહોચે છે. વધારા નું કેલ્શિયમ ઉત્સર્જન ની પ્રક્રિયા દ્રારા શરીર માથી બહાર નીકળી જાય છે. આપણાં શરીર માં કેલ્શિયમ ના અવશોષણ અનેતેના પાચન માટે ફૉસ્ફરસ અને વિટામિન ડી ની પણ આવશ્યકતા હોય છે. સામાન્ય રૂપે બધા કેલ્શિયમ યુક્ત ખોરાક માં ફૉસ્ફરસ પ્રાપ્ત થાય છે. આ માટે અલગ થી ફૉસ્ફરસના સેવન કરવા ની જરૂર નથી. પરંતુ હાડકાઓ માટે વિટામિન ડી ની જરૂરત વધુ હોય છે. આ માટે સવારે દરરોજ સુરજ ની રોશની માં થોડો સમય જરૂર પસાર કરવો જોઈએ, આપણાં દૈનિક સંતુલિત અને પૌષ્ટિક ભોજન માં શરીર ને પર્યાપ્ત માત્રા માં કેલ્શિયમ મળી જાય છે. આથી કોઈપણ ડૉકટર ની સલાહ લીધા વગર કેલ્શિયમ ની ગોળીઓ નું સેવન કરવું જોઈએ નહીં. કારણ કે તે શરીર ની તંદુરસ્તી માટે નુકસાન કારક છે.

આમ શરીર ના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે દરેક ઉંમર માં કેલ્શિયમ ની જરૂર પડે છે. બાળકો ના શરીર, દાંત અને હાડકાં ને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે. આપણાં દેશ માં અધિકાંશ મહિલાઓ માં કેલ્શિયમ ની ઉણપ જોવા મળે છે. કેમ કે સ્ત્રીઓ માસિક ધર્મ, મેનેપોજ, જેવી પ્રક્રિયા થી પસાર થાય છે, સાથે ગર્ભધારણ અને સ્તનપાન પણ કરાવે છે, આ માટે સ્ત્રીઓ ને કેલ્શિયમ ની જરૂરત વધુ હોય છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here