દેશ ની આન, બાન અને શાન માટે સૈનિક પતિ ના શહિદ ના આઠ મહિના પછી જુડવા બાળકો ને જન્મ દેનારી માં રૂપીએ એ કહીને ‘વીરાંગના’ શબ્દ ને સાર્થક કરી દીધો છે કે,”મને બસ, માત્ર બાળકો ના મોટા થવાની જ વાટ છે, બંને ને સેનામાં જ મોકલીશ’.24 સપ્ટેમ્બર, 2017 ના રોજ જમ્મુ-કાશ્મીર માં શહીદ થયેલા ઓસિયા ઉપખંડ ખુંડીયાલા ગામ નિવાસી ગણપત કડવાસરા ની વીરાંગના એ શુક્રવાર સાંજે જુડવા પુત્ર ને એક પુત્રી ને જન્મ આપ્યો હતો. બીજા જ દિવસે પોતાના બંને બાળકો ને ખોળામાં લઈને શહિદ પતિ ની તસ્વીર પકડીને આ માતા એ કહ્યું કે-પોતાના બાળકો ના મોટા થવાની રાહ છે, મોટા થતા જ સેનામાં મોકલીશ.
નહીં ભૂલી શકું જયારે ત્રિરંગા માં લપેટાઈને આવ્યા”:
રૂપી એ જણાવ્યું કે 26 સ્પટેમ્બર,2017 ના તે દિવસ ને તે ક્યારેય પણ ભૂલી નહીં શકે, જયારે મારા પતિ ત્રિરંગા માં લપેટાઈને આવ્યા હતા. પતિ ના શહિદ પછીના 8 મહિના એવી રીતે વીત્યા છે જાણે કે આઠ વર્ષ વીત્યા હોય. સમય ને વિતાવવો મારા માટે ખુબ કઠિન રહ્યો હતો. પણ ભગવાને મારી પ્રાર્થના સાંભળીને પતિ ની નિશાની ના રૂપ માં એક દીકરો તો આપ્યો જ, પણ સાથે લક્ષ્મી ના રૂપમાં દીકરી થી પણ ખોળો ભરી દીધો.
મારો ગણપત બાળ સ્વરૂપે આવ્યો:
શહિદ ગણપત ની માં બોરોદેવી એ ભગવાન નો આભાર માનતા કહ્યું કે,”મારો ગણપત મારા દીકરાના સ્વરૂપે પાછો આવ્યો છે. ગણપત ના ઘરમાં એવી ખુશી છવાઈ ગઈ કે જાણે કે વાસ્તવમાં ગણપત પાછો આવી ગયો હોય.
દીકરા ની સાથે દીકરી એ પણ ખુશી વધારી દીધી:
શહિદ ના પિતા પુનરામ એ પોતાના ઘરે પૌત્ર-પૌત્રી ના જન્મ લેવાની ખુશીમાં કહ્યું કે દેશે મારા દીકરા એ પોતાની સેવામાં લીધો, તેના ફળ સ્વરૂપે ભગવાને મને તે દીકરા ની સાથે સાથે દીકરી આપીને અમારી ખુશીઓ ને વધારી દીધી છે. શહિદ ના ભાઈ પ્રુખરાજ એ મુખાગ્નિ આપી હતી. તે અવસર પર સેના ના અધિકારી એ પિતા પુનરામ ને તિરંગો સોંપીને કહ્યું કે, તમારા પર પુરા દેશ ને ગર્વ છે…તમે તમારા દીકરા ને દેશસેવામાં અર્પિત કરી દીધો છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
