સેકન્ડ હેન્ડ કાર નું સસ્તું માર્કેટ – જે કારની શો રૂમમાં હોય છે 5 લાખ થી વધુ કિંમત, તે અહીં મળશે માત્ર 60,000 માં,

0

ભારત માં મુંબઈ, અમદાવાદ, કલકતા સહીત ઘણા એવા શહેરો માં સેકન્ડ હેન્ડ નું કાર માર્કેટ છે. એવું જ એક માર્કેટ દિલ્લી માં પણ છે. કરોલ બાગ સ્થિત આ માર્કેટ માં માત્ર 60 હજાર રૂપિયા માં સારી કંડિશન વાળી કાર ખરીદી શકો છો. જેવી રીતે અહીં પર સેકન્ડ હેન્ડ મારુતિ વૈગેનાર ને માત્ર 60,000 રૂપિયામાં ખરીદી શકો છો. શો-રૂમ પર વૈગેનાર ના ટોપ મોડલ ની ઓનરોડ ની કિંમત 5.45 લાખ રૂપિયા છે. અહીં છે આ માર્કેટ:

આ માર્કેટ કરોલ બાગ સ્થિત જલ બોર્ડ ની પાસે છે. અહીં પર મારુતિ થી લઈને મહિન્દ્રા, હુંડાઇ, વેક્સવૈગન સહીત ઘણી બ્રાન્ડ ની કાર ઉપસ્થિત છે. દેખાવમાં આ કારો ની સ્થિતિ ખુબ જ સારી લાગે છે એટલે કે તેના પર કોઈ ખરોચ નથી હોતી અને તે ચમકદાર જ નજરમાં આવે છે. કાર નું મોડેલ જેટલું જૂનું હોય, એટલી વધુ તેનો ભાવ ઓછો થાશે.

ફાઇનૅન્સ ની સુવિધા પણ છે ઉપસ્થિત:

સેકન્ડ હેન્ડ કાર માટે આ માર્કેટ ના SSS Ji Car Bike & Properties ડીલર દ્વારા જાણ થઇ છે કે અહીં પર સેકન્ડ હેન્ડ કાર 60,000 થી મળવાનું શરૂ થઇ જાય છે. સાથે જ આ અમાઉન્ટ ને ફાઇનૅન્સ પણ કરાવી શકાય છે. કાર ની સાથે તેનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે એટલે કે આ કાર માં કોઈ પ્રકારનો ફ્રોડ થવાની કોઈ જ સંભાવના નથી હોતી, કારની પ્રાઈઝમાં તમે બાર્ગેનિંગ પણ કરી શકો છો.

આ વાતોનું રાખો ધ્યાન:

જો તમે પણ આ માર્કેટ માંથી કાર ખરીદવા માગો છો તો એ વાતનું ધ્યાન જરૂર રાખો કે તમને કાર ના દરેક પાર્ટ્સ ની નોલેજ હોય. ખાસ કરીને કારના એન્જીન માં ખરાબી હોઈ શકે છે. સાથે જ, કોઈ પાર્ટ નકલી પણ હોઈ શકે છે. એવામાં જરૂરી છે કે તમે કોઈ એક્સપર્ટ કે મૈકેનિકને સાથે લઈને જાઓ.

આ છે સેકન્ડ હેન્ડ કાર ની કિંમતો:

મારુતિ વેગેનાર – 60,000

ટાટા નૈનો – 60,000

હૂંડઈ સેન્ટ્રો – 60,000

મારુતિ સુઝુકી આલ્ટો – 1 લાખ રૂપિયા

શેવરલેટ બીટ – 1.9 લાખ રૂપિયા

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.