સૌથી સુંદર અને સ્માર્ટ IPS અધિકારી, જાણો 22 વર્ષમાં કઈ રીતે બની IPS? જાણવા જેવી સ્ટોરી છે મિત્રો, જરૂર વાંચો

મહિલાઓ માટે આજે કોઈ પણ કામ અશક્ય નથી રહ્યું. મહિલાઓ પણ આજે પુરુષ સમોવડી બની ગઈ છે અને કંધાથી કંધા મેળવીને કામ કરે છે.આજે મહિલાઓ ડોક્ટર, એન્જીનીયર, પોલીસ ઓફિસર, પાઈલોટ શું શું નથી બની શકતી. એવીજ એક મહિલા જે ખુબજ નાની ઉમરે I.P.S. બની છે. જેનું નામ મેરીન જોસેફ છે અને તે કેરેળ ની રહેવાસી છે.

મેરીને નાની ઉમરે આ પદવી હાસિલ કરી ને એક નવી મિસાલ કાયમ કરી છે સાથે જ બીજી યુવતીઓ માટે પણ એક પ્રેરણા દાઈ સાબિત થઈ છે. દેખાવે ખુબજ સુંદર લાગતી મેરીન ના ફોટોસ સોસિયલ મીડિયા જેવા કે ફેસબુક,ઇનસ્ટાગ્રામ વગેરે પર વાયરલ થયા છે. મેરીને આ પદવી હાસિલ કરી ને ખુબજ લોકપ્રિય બની હતી. મેરીને એર્નાકુલમ ગ્રામ જિલ્લા ચેન્ગામન્ડ સ્ટેશન મા પોતાની ટ્રેનીંગ પૂરી કરી હતી.


મેરીન કેરળ ની સૌથી નાની વય ની I.P.S. મહિલા છે. જ્યારે તેમણે U.P.S.C. ની પરીક્ષા પાસ કરી ત્યારે તેની ઉમર માત્ર 25 વર્ષ ની હતી.

જાણકારી મુજબ મેરીન ડો. ક્રિસ અબ્રાહમ સાથે લગ્ન ગ્રંથી થી જોડાઈ ચુકી છે. તેમના લગ્ન 2 ફેબ્રુઆરી 2014 નાં રોજ થયા હતા. મેરીન તેના પતિ સાથે કેરળ મા કોચ્ચી મા રહે છે. તેના પતિ સાઇકિયાટ્રીસ્ટ ડોક્ટર છે. તેમના પિતા કૃષિ મંત્રાલયમાં પ્રમુખ સલાહકાર છે અને તેમની મા અર્થસાસ્ત્રના ટીચર છે. મેરીને દિલ્હીમાં સેન્ટ સ્ટીફંસ કોલેજથી BA ઓનર્સ અને MA હિસ્ટ્રીની ડિગ્રી મેળવી છે.વર્ષ 2012માં તેમણે પ્રથમ પ્રયત્ને જ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી લીધી હતી. સાથે જ મેરીન નો એકમાત્ર શોખ પુસ્તકો વાંચવાનો છે.

મેરીન નું બાળપણ થી જ એક માત્ર સપનું હતું કે પોતે એક કાબિલ પોલીસ ઓફિસર બને.અને તેણે માત્ર 6 ઠા ધોરણ ના અભ્યાસ દરમિયાન જ પોતાના સપના સાકરા કરવા માટેની તયારી ચાલુ કરી દીધી હતી. સાથે જ આ ઉમરે જ સિવિલ સર્વિસ જોઈન કરી લીધી હતું. તેના થોડા સમય પછી જ તેમણે એક્ઝામની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમણે રેગ્યલુર અભ્સા કરવાની સાથે સાથે નોટ્સ પણ તૈયાર કરી હતી. તેથી જ તેમણે પ્રથમ વખતમાં જ એક્ઝામ ક્લિયર કરીને આઈપીએસ બની ગઈ હતા.


મેરીન પોતે કહે છે કે તેણે કેરળ મા આ પદવી મેળવી ને ખુબજ ખુશ છે કેમ કે કોઈક ભાગ્યે જ એવા લોકો હોય છે કે જેને પોતાના જ વતન મા નોકરી કરવાનો મોકો મળે.અને તે કેરળ માં નોકરી કરી ને ખુબજ સહજ અને પ્રાઉડ ફિલ કરે છે. કેરળ મા R.શ્રીલેખા અને B.સંધ્યા પછી ની મેરીન ત્રીજા નંબર ની ઓફીસર છે. મેરીન કહે છે કે આઇપીએસ ની તાલીમ લેવી એ ખુબજ કઠીન કામ છે પણ આ પરથી એ પણ સાબિત થાય છે કે તમારા માં કેટલી હિમ્મત અને દ્રઢ મનોબળ છુપાયેલો છે. તેના તાલીમી દિવસો મેં તેનો દિવસ 4.45 થી શરુ થાય છે જેમાં તેમને વહેલી સવારે 4 થી 5 કિલોમીટર સુધી દોડવાનું હોય છે.

સાથે જ મેરીન ને પોતાના તાલીમી દિવસો મા હોર્સ સવારી, હથિયારોની તાલીમ, સ્વિમિંગ, ડ્રાઇવિંગ, 40 કિ.મી.ના રસ્તાનો કૂચ, જંગલ જોડાણો (ઓછામાં ઓછા પુરવઠા સાથે જંગલમાં રહેતા) વગેરે કરવાનું રહ્યું હતું.
મેરીન નું કહેવું છે કે આજે મોટા ભાગે સ્ત્રીઓ સમાજ અને ઘર ની જવાબદારીઓ મા ઘેરાયેલી છે. પણ મેરીન ને હર સમયે પુરુષો થી ઘેરાયીને રહેવું પડે છે. તે કહે છે કે પોતે સરણ અને ઠંડા મિજાજ નું વલણ ધરાવે છે. તેણીએ સ્વીકાર્યું હતું કે તેના પેટા ઓર્ડિનેટ્સના અધિકારીએ તેણીને ખૂબ સારી રીતે સ્વીકારી છે. પરંતુ હજુ પણ વાસ્તવિક પડકાર એ હાર્ડકોર પોલિસિંગના ક્ષેત્રમાં છે.જો કે મેરીન નું બાળપણ દિલ્લી મા વીત્યું હતું છતાં પણ તેને મલયાલમ ભાષા નું સારું એવું જ્ઞાન છે.


મેરીન ને Sardar Vallabhai Patel National Police Academy  Y20 મા લીડ તરીકે પસંદ કરવામાં આવી હતી. Y20 એ AG 20 દેશોનો એક સત્તાવાર યુવા સગર્ભા કાર્યક્રમ છે જે યુવાનોની શક્તિમાં માને છે.
The Eranakulam Rural SP Yathish Chandra જેમણે મેરીન ને “સિંઘમ સ્ટાઇલ” ને લઈ ને સોશિયાલ મીડિયા પર રીપોર્ટ આપ્યો હતો. આજે યુવાનો વધારે પડતા સોસિયલ મીડિયા માં વધારે વ્યસ્ત રહે છે તેથી તેમણે પોતાનો મેસેજ લોકો સુધી પહોચાડવાનો આ બેસ્ટ ઉપાય છે.

મેરીન આજ ની યુવતીઓ ને જણાવે છે કે વધુ મા વધુ મહિલાઓ ને પોલીસ ઓફિસર મા ભરતી થાવું જોઈએ. દરેક નોકરી પણ શારીરિક માગણી અને ખડતલ જેવી જ લાગે છે પણ તે ખૂબ લાભદાયી છે. તે હંમેશા યુવાન છોકરીઓને આ વ્યવસાયમાં જોડાવા અને દેશ માટે સેવા આપવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે.

ખરેખર નાની ઉમર ની મેરીન સમાજમાં અન્ય સ્ત્રીઓ માટે એક પ્રેરણા સમાન છે.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!