દેશને સમર્પિત સરદાર સાહેબે પુત્રી માટે મકાન સુદ્ધાં ના બનાવ્યું ….વાંચો સરદાર પટેલ વિશે અજાણી વાતો

0

સરદાર વલ્લભભાઈ પટેલના નામથી કોણ અપરિચિત હશે ? જેમને લોખંડી પુરુષના નામે આખી દુનિયા ઓળખે છે. અને એ જ ખમીરવંતા સરદાર ગર્વિલા ગુજરાતનાં કિશાન પુત્ર. જેમનું એજ જ સ્વપ્ન હતું અખંડ ભારત. તો ચાલો આજે આપણે સૌ જાણીશું સરદાર વલ્લભભાઈ પટેલ થી લોખંડી પુરુષ બનવા પાછળની જીવનયાત્રા વિષે.

ગુજરાતનાં કરમસદ ગામે આજથી ઘણા વર્ષો પહેલા એક ગરીબ ખેડૂતને ત્યાં સરદાર પટેલનો આજના દિવસે એટ્લે કે 31 ઓક્ટોમ્બર ના રોજ જન્મ થયો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલ (સરદાર વલ્લભભાઈ પટેલ) સ્વતંત્ર ભારતના નાયબ વડાપ્રધાન તરીકે, તેમણે ભારતીય સંઘ સાથે રજવાડી રાજ્યો સેંકડો ભળી ગયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે વકીલ તરીકે દર મહિને હજારો રૂપિયાની આવક હતી. પરંતુ તેમણે દેશની આઝાદી માટે લડવાની હિમાયતમાં વકીલાત છોડી દીધી હતી. ખેડૂતોના નેતા તરીકે, તેઓએ બ્રિટિશ સરકારને હાર સ્વીકારવાની ફરજ પાડી. વલ્લભભાઈ પટેલને આવા બહાદુર વસ્તુઓને કારણે લોખંડી પુરુષ કહેવામાં આવે છે.

બારડોલી સત્યાગ્રહમાં તેમના અમૂલ્ય ફાળા બદલ તેમણે લોકોએ સરદારનુંબિરુદ આપ્યું. સરદાર પટેલ – સરદાર પટેલ એક જાણીતા વકીલ હતા, પરંતુ તેમણે તેમના સમગ્ર જીવનને ભારતને આઝાદી આપવા માટે જ વિતાવ્યું. સ્વતંત્રતા પછી સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના ઉપપ્રધાનમંત્રી બનાયા અને ભારતને જોડાવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદ, ગુજરાતમાં થયો હતો. તેમના પિતા જવેરભાઈ પટેલ એક સાધારણ ખેડૂત હતા અને માતા લાડબાઈ ગૃહિણી હતી. બાળપણથી તે સખત મહેનત કરતા હતા. તેના બાળપણથી તે ખેતરમાં તેના પિતાને મદદ કરતા હતો. વલ્લભભાઈ પટેલ, પેટલાડના એન. કે તેમણે ઉચ્ચ શાળામાંથી શિક્ષણ લીધું.

ખેડા ની ધરતી પર તેમણે પોતાના બળે વકીલનો અભ્યાસ પૂરો કર્યો ને આગળ ભગવા માટે ઇંગ્લેન્ડ ગયા. તેમણે જરૂર સમય કરતાં વહેલા જ પોતાનો અભ્યાસ પૂરો કરી ને ગોલ્ડ મેડલ જીતીને પાછા ભારતમાં આવે હકે. ઇ.સ. 1913 બાદ તેઓ વકીલ બની અમદાવાદમા વકીલાત ચાલુ કરે છે. તેમણે વકીલાતમાં અઢળક આવક હતી. છ્તા એ આવકને એક બાજ મૂકી તેઓ દેશને આઝાદ કરવા માટે આઝાદીની લડતમાં જોડાયા.

વલ્લભભાઈ પટેલ એક ભારતીય બૅરિસ્ટર અને રાજકારણી હતા, અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં મુખ્ય નેતાઓમાના એક હતા.અને સાથે જ ભારતીય ગણરાજ્ય જનમાના એક હતા. તે એક સામાજિક કાર્યકર હતા જે દેશના સ્વાતંત્ર્ય માટે સંઘર્ષ કરતાં હતા અને સમગ્ર ભારતને એક સૂત્રમાં બાંધીને આખાડ બનાવવાનું સપનું જોતાં હતા.

તેમણે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે નહેરુ અને ગાંધીજીના કહેવાથી નાયબ વડાપ્રધાન પદનો સ્વીકાર કર્યો અને તેમણે 3 વર્ષથી વધારે સમય આ સતા પર રહ્યા હતા.
બાકીના ત્રીસ વર્ષ એમને એમજ એમની જીંદગીમાં વિતાવી નાખ્યા. જ્યારે સરદાર જેલવાસમાં હતા ત્યારે તેમણે લખ્યું હતું કે “હું ગાંધીજી ની જમાતમાં ભળ્યો અને મેં થોડાં ઇંધણ લાકડાં ભેગાં કર્યાં એ સળગાવી નાખ્યા. કૌટુંબિકલાભો, મારીકારકિર્દી,મારો રજ્જો બધું ક એમાં મે હોમી દીધું .”

સરદાર એક પોતાનો દૃષ્ટિકોણ અલગ ધરાવતા હતા. ગાંધીજી એ પણ એમની આંતર સૂઝબુઝના ના કારણે જ એમનો નેતા તરીકે સ્વીકાર કર્યો હતો. અને સરદાર પોતાના નેતાપણા લક્ષણોને પણ અનુસર્યા હતા. જે બની શકે એ બધુ જ આ દેશવાસીઓ માટે જીવ્યા ત્યાં સુધી કરીને ગયા. સરદાર પોતે નીડર અને સાહસિક હતા. તેમજ સ્પષ્ટવક્તા હતા. તેમણે ક્યારેક જાહેરમાં પણ અમુક ભાષાનોમાં પોતાના આ વિચારોને રજૂ કર્યા હતા. ગાંધી અને સરદારમાં ઘણા વિચારોના ભેદ હતા. સરદાર કહે છે કે, મારે રાજ કરવું છે. આર્મીની સેના બનાવવી છે અને દુશ્મનને હરાવવા છે….તો આ બાજુ ગાંધી ના વિચારો જણાવે છે કે, કશું જ ના કરો….શાંતિથી જોયા કરો.

કોગ્રેસ નું ભંડોળ અને પ્રમાણિકતા

જ્યારે સરદાર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના મહામંત્રી બન્યા.ત્યારે જમનાલાલ બજાજ કોંગ્રેસ પક્ષ ના કોષાધ્યક્ષના સ્થાને હતા. જ્યારે તેમનું અવસાન થયું કે પછી તરત જ કોંગ્રેસ કારોબારી એ સરદાર વલ્લભભાઈને કોંગ્રેસ ના કોષાધ્યક્ષ પદે નિમણૂક કર્યા જે પદને તેમણે તેમના અંતિમ શ્વાસ સુધી નિભાવ્યું હતું.

ભ્રષ્ટ્રાચારની નાબૂદી અભિયાન ચલાવ્યું :

સરદાર પહેલેથી ભ્રષ્ટાચાર ની વિરુદ્ધ હતા.જ્યારે કેન્દ્ર સરકારના કેટલાક મોટા અધિકારીઓની લાંચ બાબતે ફરિયાદ આવી ત્યારે ખુદ સરદારે એક સભા બોલાવી ને એમાં જણાવ્યુ હતું કે હું આવા લાંચિયા અધિકારીને માફ નહી કરું. અને મોટું લાંચ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું, જ્યાં સુધી સરદાર જીવતા હતા ત્યાં સુધી કોઈ અધિકારી લાંચ લેવાની હિંમત નહોતી કરી.

સરદાર વલ્લભભાઈ પટેલને મળેલ પુરસ્કારો

નાગપુર યુનિવર્સિટી, તેના બનારસ “હિન્દૂ વિશ્વ વિધ્યાલય અને આદિ વિશ્વવિધતાલયર તેમણે ડી લીટની ઉપાધી આપી સન્માન કર્યું હતું.

1991 માં મરણોત્તર રૂપે ‘ભારત રત્ન’ થી સન્માનીત કર્યા.

15 ડિસેમ્બર, 1950 ના રોજ તેમનું અવસાન થયું. સરદાર વલ્લભભાઈ પટેલની મૃત્યુ પછી ભારતનું નેતૃત્વ હારી ગયું. સરદાર પટેલ જેવા અન્ય નેતા આધુનિક ભારતના ઇતિહાસમાં જે નિભાવ્યું તેની અનેક ભૂમિકાઓ શોધવી ખૂબ જ મુશ્કેલ છે.

સરદાર પટેલ મહાન માણસ હતા, પ્રભાવમાં મહાન, વ્યક્તિત્વમાં મહાન – આધુનિક ભારતના ઇતિહાસમાં સર્જનાત્મક રાજકીય નેતા હતા. આવા મહાન નેતા સરદાર પટેલને સલામ છે.જેમને આટલી મોટી કારકિર્દી હોવા છ્તા પોતાની દીકરી માટે એક ઘર નહોતા બનાવી શક્યા ને જે વકીલાત કરી 40000 જેટલી આવક દર મહિને કમાતા હતા. એમના મૃત્યુ પછી એમના બેન્ક ખાતામાં પૂરા 300 રૂપિયા પણ ન હતા. એ જેટલું જીવ્યા તેટલું દેશવાસીઓના નામે જ જીવ્યા. એકબાજુ આજના નેતાઑ છે જે એમના પરિવાર માટે નેતાગીરી કરતાં હોય છે.

સરદાર પટેલ સ્ટેચ્યુ
અમદાવાદથી 200 કિમી દૂર સરદાર સરોવર ડેમ નજીક નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ પાસે સરદાર પટેલનું ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું છે. જે 31 ઓક્ટોમ્બર 2018 ના રોજ સરદાર જયંતીના દિવસે લોકાર્પણ કરવામાં આવશે. આ સ્મારક વિષવાનું સૌથી મોટું સ્મારક હશે જે “યુનિટી ઓફ લીબર્ટી” તરીકે ઓળખાય છે

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here