લોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જાણો ….

0

આજે આપણી વચ્ચે જો કદાચ સરદાર પટેલ જીવીત હોત તો દેશની પરિસ્થિતિ ખૂબ અલગ હોત. આજે દેશના ઘણા લોકો એવી માને છે કે સરદાર પટેલ હોત તો દેશ આજે ખૂબ આગળ હોત. કેમકે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણો દેશમાં 653 જેટલા રજવાડાઓ હતા. એ બધા જ આખા ભારત દેશમાં અલગ અલગ ભાગોમાં વહેંચાયેલા હતા. તે બધા જ રજવાડાને ભેગાકરીને તેમણે દેશનું એકત્રિકરણ કર્યું. એ કોઈ નાની મોટી વાત તો ના જ કહી શકાય. તેમના દૃઢ વિચારો અને અડગ વિશ્વાસ જે તેમણે બધા જ કામમાં સફળતા અપાવતા હતા..અને એટ્લે જ આજે આપણે એ અડગમનમાં સરદારને લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ.

પ્રેરક પ્રસંગ: તમે પણ આશ્ચર્ય પામશો

વાત 1909 ની છે. પટેલના પત્ની ગંભીર રીતે બીમાર હતા. 11 જાન્યુઆરી 1909 ની વાત છે. પટેલને એક સ્વતંત્રતા સંગ્રામ સેનાની કે કેસની સુનાવણી માટે કોર્ટમાં જવાનું હતું. તે પહોંચ્યો. વકીલાત કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અદાલતનો એક કર્મચારી આવ્યો. તેણે એક ટેલીગ્રામ પટેલના હાથ માં રાખ્યો. એમાં લખ્યું હતું કે તેમના પત્નીનું મૃત્યુ થયું છે. સરદાર પટેલે આ વાંચ્યું. પછી એ ટેલીગ્રામને ખિસ્સામાં મૂકી દીધો અને ત્યાં સુધી દલીલ ચાલુ રાખી જ્યાં સુધી પેલા સ્વતંત્રતા સેનાનીને જામીન ન મળ્યા. જ્યારે આ આખી ઘટનાની જજને ખબર પડી અને પૂછ્યું કે તમે આવું શા માટે કર્યું.
ત્યારે સરદારે કહ્યું કે, ” આ મારી ફરજ છે. મુવાકકીલને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. એ હું જાણતો હતો ને મારે એના ન્યાય માટે લડવું જ જોઈએ. એ હું વચ્ચે છોડી ન શકું.

આઝાદી સમયનું ભારત :

1947 માં ભારતને આઝાદી મળી પરંતુ આખું ભારત વિખેરાઈ ગયું હતું. . દેશમાં કુલ 562 રજવાડા હતા. મોટાભાગના રજવાડા ભારતના ભાગલા માટે તૈયાર હતા. કોઈક એવા પણ રજવાડા હતા જે પોતે સ્વતંત્ર જ રહેવા માંગતા હતા. ત્યારે સરદારે બધા જ રજવાડા પાસે ગયા અને તેમણે ખૂબ સમજાવ્યા હતા. જે રજવાડા માનવા માટે તૈયાર ન હતા. ત્યાં પટેલે સૈન્ય શક્તિનો પણ ઉપયોગ કર્યો હતો. અને એ પટેલના હિસાબે તેની અથાગ મહેનતાના કારણે જ આજે આખું ભારત એકજૂથમાં છે. આજે એકતાના સૂત્રોમાં બંધાયેલ ભારત માટે દેશ સરદાર પટેલનું દેવું છે. કહેવાય છે કે એકવાર તેમને કોઈ અંગ્રેજોએ આ વિશે પૂછ્યું તો સરદાર પટેલે કહ્યું – મારુ ભારત ભાગલા માટે નથી બન્યું. .

આખા ભારત માંથી સર્વ પ્રથમ પોતાનું રાજ્ય સોંપનાર રાજા હતા ભવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહ ગોહિલ . જે સરદારના પરમ મિત્ર હતા.

એ પછી જોધપુર અને ત્રાવણકોર ના રાજ્ય સોંપાયા. ત્યારે ત્ત્રાવણકોર રાજાએ એક શરત મૂકી હતી કે અમારા રાજયમાં ભગવાન વિષ્ણુનું જ શશન છે. અમે તો ફક્ત તેમના દાસ છીએ. એટ્લે રાજ્ય સોંપું છુ. પરંતુ શાસન ભગવાન વિષ્ણુનું જ રહેશે. ત્યારે સરદારે આ સરત માન્ય રાખી ને વર્ષો સુધી આ પરંપરા પણ જળવાઈ હતી.

હવે આખું ભારત એકત્રિત થઈ ચૂક્યું હતું. સિવાય જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. તો જુનાગઢને પણ સરદારે જ પાકિસ્તાનમાં ભળતું અટકાવ્યું હતું ને એમાં પણ સરદારને જ જીત થાય છે ને ભારતની આઝાદીના વર્ષો પછી આપણે જૂનાગઢને આઝાદ કરી શક્યા હતા. એ પણ માત્ર ને માત્ર સરદારના જ કારણે.

અને સોમનાથ મંદિરને ફરી બંધાવ્યું ને સરદારે સોમનાથ મહાદેવના મંદિરનું ભવ્યાતિભવ્ય નિર્માણ કર્યું ને સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરી.

આ પછી હૈદરાબાદ ને પણ નિઝામ મીર ઓસ્માન પાસેથી આઝાદ કરી હૈદ્રાબાદને પાકીસ્તાન ભળતું અટકાવ્યું હતું ને આમ હૈદરાબાદ પણ અખંડ ભારતનો હિસ્સો બની ગયું.

અને હવે કાશ્મીર….! કાશ્મીરમાં રાજ કરતાં રાજા પોતે મૂંઝવણમાં હતા કે તેઓને ભારતમાં જોડાવું કે પછી સ્વતંત્ર રહેવું. કેમકે કાશ્મીરના રાજા રાજપૂત હતા ને ત્યાની જાણતા બધી મુશ્લીમ હતી. એ સમયે પાકિસ્તાને કશ્મીર પર જોરદાર આક્રમણ કર્યું.

ત્યારે સરદારે મદદ માટે તૈયારી બતાવી પણ કાશ્મીર માઉન્ટબેટની રાજનિતીનું ભોગ બન્યું. અને આખરે કાશ્મીર પણ ભારતમાં જોડાઈ ગયું. અને કાશ્મીરને દુશ્મનોના સંકજામાંથી મુક્તિ અપાવી.

એ સમય પછી ગાંધીજીની હત્યા તાહિ ને થોડા જ સમય પછી સરદાર ને પણ એટેક આવ્યું ને એ પણ મૃત્યુ પામ્યા. આ તો સરદાર પટેલે કરેલા કામની એકમાત્ર નાની એવી ઝલક છે. બાકી સરદારની મહેનત આમ લખવી ખૂબ અશક્ય છે.

અને આટલું બધુ જેને કર્યું ભારત દેશ માટે તેને કોંગ્રેસ સરકારે ભારતરત્નથી નવાજવામાં પણ ખૂબ વાર લગાડેલી. સરદારના મૃત્યુના કેટલાય દસકા પછી તેમને મરણોતર ભારતરત્નથી નવાજવામાં આવેલા. જે ખૂબ દુખની વાત ગણી શકાય.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here