સસાંગ, પ્રગતિ અને કોલસેન્ટર ! કોલસેન્ટરમાં કામ કરતી પ્રગતિની સ્ટોરી વાંચો – એક રાત એવો કોલ આવ્યો કે …

0

સાંજના સાત વાગ્યે પ્રગતિ તૈયાર થઈને કોલસેન્ટર જવા નીકળી. પ્રગતિ માસ્ટર સાથે રાત્રે કોલસેન્ટરમાં જોબ કરતી હતી અને તે આ જોબથી ખુશ પણ હતી.
પ્રગતિએ જાનવીને કહ્યું, કેમ છે ? અને તારા ભાઈના લગ્ન કેવા રહ્યા ? જાનવીએ કહ્યું, ખૂબ જ મજા આવી, તું ના જ આવી ! પ્રગતિએ કહ્યું, યાર તને તો ખબર જ હતી ને કે મારી એક્ઝામ્સ ચાલતી હતી……!
‎જાનવીએ કહ્યું, હા….

‎જાનવી પ્રગતિ સાથે કોલસેન્ટરમાં જોબ કરતી અને જ્યારે કોલ્સ ના હોય ત્યારે બંને આખી રાત વાતો કરતી !
‎એક રાત્રે જ્યારે કામ બરાબર ચાલતું હતું ત્યારે એક કોલ આવ્યો અને પ્રગતિએ રિસીવ કર્યો અને કહ્યું, નમસ્કાર….! હું આપની શું સેવા કરી શકું ?
‎કોઈ જવાબ ન આવ્યો અને પ્રગતિએ ફોન ડિસ્કનેક્ટ કર્યો અને થોડીવાર બાદ પાછો કોલ આવ્યો…! પ્રગતિએ રિસીવ કર્યો અને કહ્યું, નમસ્કાર…! હું આપની શું સેવા કરી શકું ? સામેથી કોઈ જવાબ ન આવ્યો. પ્રગતિ ફોન ડિસ્કનેક્ટ કરવા જાય એ પહેલા એક અવાજ આવ્યો, હેલો…..! ‎પ્રગતિએ કહ્યું, યસ સર… હું આપની શું સેવા કરી શકું ? ‎સામેથી અવાજ આવ્યો, મને પેટમાં કોઈએ ચાકુ માર્યું છે !

‎આ સાંભળીને પ્રગતિ ડરી ગઈ અને તેણે કંઈપણ વિચાર્યા વગર કોલ પોલીસને ટ્રાન્સફર કર્યો અને થોડીવાર બાદ પોલીસનો કોલસેન્ટરના મેનેજર પર ફોન આવ્યો. ‎પ્રગતિ ઘરે ગઈ અને એના મગજમાં આ જ વાત ચાલતી હતી કે કોણ હશે એ માણસ ! પ્રગતિ ઠીકથી સુઈ પણ નહોતી શકતી, એ બિહામણા સ્વપ્નોથી ઘેરાઈ ગઈ હતી. સાંજે સાત વાગ્યે પ્રગતિ કોલસેન્ટરમાં ગઈ, પ્રગતિ જેવી પોતાના ડેસ્ક પર બેઠી અને ત્યારે ત્યાં કોલસેન્ટરના મેનેજર આવ્યા. મેનેજરે કહ્યું, મારી કેબિનમાં આવ ! પ્રગતિ ડરી ગઈ અને વિચારવા લાગી કે કાલની ઘટનાથી મેનેજર મને નોકરી માંથી કાઢી દે’શે તો હું ક્યાં જઈશ ? પ્રગતિ નર્વસ હતી..! મેનેજરે પ્રગતિને બેસવા કહ્યું. મેનેજરે કહ્યું, પ્રગતિ તારી બહાદુરીને લીધે આપણા કોલસેન્ટરનું નામ આગળ આવ્યું છે !
પ્રગતિના ચહેરા પર સ્માઈલ આવી ગઈ અને મનોમન ભગવાનનો આભાર માનવા લાગી. પ્રગતિએ કહ્યું, થેન્ક્યુ સર….!
મેનેજરે કહ્યું, આજથી તારું પ્રમોશન આસિસ્ટન્ટ મેનેજરમાં થાય છે ! પ્રગતિએ કહ્યું, રીયલી સર…?
મેનેજરે કહ્યું, યસ અને તારી બે દિવસની ટ્રેનિંગ હશે અને એના પછી તારે સેપરેટ કેબિનમાં બેસવાનું ! પ્રગતિની ખુશીનો પાર નહોતો, એક ફોન કોલના કારણે પ્રગતિનું પ્રમોશન થયું હતું. પ્રગતિ પોતાની ડેસ્ક પર ગઈ અને આ વાત બધા ક્લીગ્સને કરી અને સૌથી વધારે ખુશ તો જાનવી થઈ અને કહ્યું, હવે તો મિસ. મેનેજર !
પ્રગતિએ કહ્યું, હા….!શનિ-રવિ પ્રગતિએ ટ્રેનિંગ લીધી અને સોમવાર રાતથી આસિસ્ટન્ટ મેનેજરની સીટ પર બેઠી. એ કેબિનમાં આસિસ્ટન્ટ મેનેજરની બે સીટ હતી અને એકમાં પ્રગતિ બેઠી હતી અને બીજી ખાલી જ હતી. મેનેજર પ્રગતિની કેબિનમાં આવ્યા અને પ્રગતિને તેનું કામ સમજાવ્યું અને કહ્યું,

આવતીકાલથી તારી સાથે એક બીજો આસિસ્ટન્ટ મેનેજર કામ કરશે !
પ્રગતિએ કહ્યું, ઓકે સર….!
પ્રગતિએ પોતાનું કામ શરું કર્યું અને આ વખતે પ્રગતિને ખાલી ઓબસર્વેશન જ કરવાનું હતું. પ્રગતિ પોતાના કામથી ખૂબ જ ખુશ હતી અને પ્રગતિનો પગાર પણ ત્રણ ગણો થઈ ગયો હતો ! આજે પ્રગતિનો બીજો દિવસ હતો અને પ્રગતિ જ્યારે પોતાની કેબિનમાં એન્ટર થઈ ત્યારે ત્યાં એક વ્યક્તિ કામ કરતો હતો. પ્રગતિને જોઈને એ બોલ્યો, પ્રગતિ….?
પ્રગતિએ કહ્યું, હા….!
એ વ્યક્તિએ કહ્યું, હાય… હું સસાંગ છું અને આપની સાથે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર છું ! પ્રગતિએ કહ્યું, ગુડ. પ્રગતિ અને સસાંગ એક જ ટેબલ પર બેસતાં અને પોતપોતાનું કામ કરતાં હતાં. સસાંગ વધારે બોલતો ન હતો અને પ્રગતિને બોલ્યા વગર ચાલતું જ નહોતું.

પ્રગતિએ કહ્યું, તમે અમદાવાદમાં જ રહો છો ?
સસાંગએ જવાબ આપ્યો, હા હું અમદાવાદનો જ છું, પણ આ જોબ પહેલા હું મુંબઈમાં કામ કરતો હતો.
પ્રગતિએ કહ્યું, ગુડ !
પ્રગતિ અને સસાંગ વચ્ચે વાતો ચાલતી અને ઘણીવાર રાત્રે બંને સાથે નાસ્તો પણ કરતાં. એક દિવસ પ્રગતિના પપ્પાને હાર્ટ એટેક આવ્યો અને પ્રગતિ બે દિવસ કામ પર ન આવી ! ત્રીજા દિવસે પ્રગતિના આવતાં જ સસાંગે પૂછ્યું, પ્રગતિ પપ્પાને કેમ છે હવે ? પ્રગતિએ કહ્યું, એમની હાલત સ્થિર છે ! પ્રગતિએ પોતાનું કામ શરું કર્યું અને સસાંગે પ્રગતિ સાથે વાતો ચાલુ કરી.

સસાંગે કહ્યું, પ્રગતિ તું કેટલું બધુ વર્ક કરે છે ! સવારે પપ્પા સાથે અને રાત્રે કોલસેન્ટરમાં વર્ક !
પ્રગતિએ કહ્યું, શું કરું યાર….કરવું પડે છે !
સવારના છ વાગ્યા અને પ્રગતિએ સસાંગને કહ્યું, સસાંગ મને હોસ્પિટલ સુધી મુકવા આવીશ ? પ્લીઝ…
સસાંગે કહ્યું, એમાં પ્લીઝ ન હોય ! સસાંગ પ્રગતિને પોતાના બાઇક પર બેસાડીને હોસ્પિટલ લઈ ગયો અને સસાંગ હોસ્પિટલની અંદર આવ્યો અને પ્રગતિના પરિવાર સાથે મુલાકાત કરી. પ્રગતિના મમ્મી સસાંગને જોઈને ખુશ થઈ ગયા અને કહ્યું,

બેટા પ્રગતિ આખી રાત કામ કરે છે અને એ બહુ જ થાકી ગઈ હશે તો તું એને ઘરે મૂકી આવીશ ?
સસાંગે કહ્યું, હા કેમ નહીં ! પ્રગતિ સસાંગના બાઇક પર બેઠી અને કહ્યું, સસાંગ હું તને આજે હેરાન કરું છું !
સસાંગે કહ્યું, ના ના…એમાં હેરાનગતિ શાની ! સસાંગે કહ્યું, પ્રગતિ નાસ્તો કરીશ ?
પ્રગતિ કંઈ બોલે એ પહેલાં સસાંગે એક નાસ્તાના સ્ટોલ પર બાઇક ઉભુ રાખ્યું. સસાંગે અને પ્રગતિએ સેવઉસળ ખાધું અને બાદમાં સસાંગ પ્રગતિને એના ઘરે ઉતારી આવ્યો. પ્રગતિએ કહ્યું, થેન્ક્સ સસાંગ !
સસાંગએ કહ્યું, સાંજે સાત વાગ્યે હું લેવા આવું કે તું આવી જઈશ ? પ્રગતિએ સ્માઈલ આપી અને જતાં જતાં કહ્યું, કદાચ હું એ સમયે હોસ્પિટલ હોઈશ !

સસાંગ સાંજે સાત વાગ્યે પ્રગતિને લેવા હોસ્પિટલ પહોંચ્યો અને પ્રગતિના પરિવારથી મળ્યો. પ્રગતિના પપ્પાની તબિયત હવે ઘણી સારી હતી. સસાંગ અને પ્રગતિ કોલ સેન્ટર આવ્યા અને રાત્રે ચા સાથે વાતો કરતાં હતા.
પ્રગતિએ કહ્યું, સસાંગ જો મને એ કોલ ન આવ્યો હોત તો આપણે મળ્યા જ ન હોત !
સસાંગે કહ્યું, એ કોલ ન આવ્યો હોત તો હું પણ અહીંયા ન હોત !
પ્રગતિએ કહ્યું, શું ? સમજાયું નહીં કંઈ ! સસાંગે એક જ શ્વાસમાં કહ્યું, એ કોલ મેં જ કર્યો હતો, કારણ કે એ દિવસે મારા પર હુમલો થયો હતો ! સસાંગની આંખમાં આંસુ આવી ગયા અને પ્રગતિ સસાંગની એકદમ નજીક આવી ગઈ.
પ્રગતિએ કહ્યું, સસાંગ હું છું ને તારી સાથે…! આમ પ્રગતિ અને સસાંગની લવસ્ટોરીનો ઉદય થયો…!

લેખક : પ્રદિપ પ્રજાપતિ

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here