સલમાનના ફેનને આ વાંચવું નહિ ગમે પણ આ 4 એ સ્ટાર્સનું લીસ્ટ છે જે ક્યારેય સલમાનના મિત્ર નહિ બની શકે…

0

બોલીવુડના ભાઈજાન સલમાન ખાન એ ઘણીવાર પોતના અનેક વિવાદોને લીધે સમાચારમાં રહેતા હોય છે. હમણાં થોડા સમય પહેલા જ સલમાન ખાન અને અરિજિત સાથેનો વિવાદ સામે આવ્યો હતો. શું થયું હતું આ બંને વચ્ચે શું છે આખી બાબત આજે અમે તમને જણાવીશું સાથે સાથે જણાવીશું સલમાન ખાનના એવા બીજા ૫ દુશ્મનો વિષે જે ક્યારેય સલમાન સાથે મિત્રતા નહિ કરી શકે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને અરિજિત સિંહ વચ્ચે શું થયું હતું. સલમાન અને અરિજિત વચ્ચેનો આ ઝઘડો આજનો નથી આની શરૂઆત વર્ષ ૨૦૧૪માં થઇ હતી. એ વર્ષે અરિજિતને તેના ગીત તુમ હી હો કે જે આશિકી-૨ ફિલ્મનું છે તેના માટે એવોર્ડ મળ્યો હતો. એવોર્ડ લેવા માટે અરિજિત થોડા મોડા પડ્યા હતા ત્યારે સલમાને મજાકમાં કહ્યું હતું કે સુઈ ગયો હતો કે શું? આના જવાબમાં અરીજીતે કહ્યું હતું કે તમે લોકોએ જ ક્યારનો સુવાડી દિધો હતો. બસ આટલું સાંભળીને સલમાનને આવ્યો ગુસ્સો અને સલમાને અરિજિતને જણાવ્યું હતું કે તમે આવા ગીતો ગાતા રહેશો તો ઊંઘ તો આવશે જ ને. આ ઝઘડાને ૪ વર્ષથી વધુ સમય વીતી ગયો છે.પણ સલમાન તેમને માફી આપવા તૈયાર નથી.

તમને પણ ખબર જ હશે કે સલમાન ખાન અને રણબીર કપૂર વચ્ચે ઝઘડો કૈટરીનાને લઈને જ હતો. પણ તમને જાણીને નવાઈ લાગશે કે જયારે રણબીર એ બોલીવુડમાં આવ્યા નહોતા ત્યારથી રણબીરને સલમાન સાથે ઝઘડો થયો હતો. મીડિયા અનુસાર સાંવરિયા મુવી રીલીઝ થતા પહેલા એક પાર્ટીમાં રણબીર અને સલમાનની મુલાકાત થઇ હતી પણ એ બંનેની વચ્ચે કોઈ વાતે બોલાચાલી થઇ હતી અને સલમાન ખાને બધાની વચ્ચે તેને લાફો મારી દીધો હતો. આના પછી રણબીર એ પાર્ટી છોડીને ચાલ્યો ગયો હતો. આ વિષયે વાત કરતા રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરે જણાવ્યું હતું કે અમુક માથાફરેલા સ્ટાર્સના કારણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પરેશાન છે. પછી થી આ વિવાદને ઠંડો પાડી દેવામાં આવ્યો હતો. અને સલમાન ખાને રણબીરની ફિલ્મ અજબ પ્રેમકી ગજબ કહાનીમાં મહેમાન કલાકારનું કામ કર્યું હતું. પણ જયારે કૈટરીના અને રણબીરને નજીક આવેલા જોઇને સલમાન તેનાથી નારાજ થઇ ગયો હતો. કોઈપણ પાર્ટીમાં જો તેઓ એકબીજાની સામે આવી જાય છે તો નજરો મેળવીને એકબીજા સામે જોતા પણ નથી.

સલમાન ખાનની વધાર લોકો સાથે દુશ્મની તેના સ્વાભવ અને ગુસ્સાને કારણેજ થાય છે. આવી જ દુશ્મની થઇ હતી સલમાન અને વિવેકની વચ્ચે. જયારે એશ્વર્યાએ સલમાન ખાનનો હાથ છોડ્યો ત્યારે તેનું કેરિયર કાઈ ખાસ નહોતું ચાલતું સાથે સાથે તે પોતાની કેટલીક પર્સનલ પ્રોબ્લેમને કારણે ચિંતામાં પણ હતી. આ સમય દરમિયાન તેને વિવેકનો સાથ મળે છે આમ બંને એકબીજાની નજીક આવે છે. બંનેને એકબીજાની નજીક આવતા સલમાન જોઈ શકતો હતો નહિ એટલે સલમાને વિવેકને એશ્વર્યાથી દુર રહેવાની સલાહ આપી અને તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. સામે જવાબ આપતા વિવેકે એક પ્રેસ કોન્ફરન્સમાં સલમાનને જાહેરમાં લડી લેવાની ચેતવણી આપી હતી. બસ પછી તો એશ્વર્યા એ વિવેકને છોડીને ચાલી ગઈ. પણ આજે પણ સલમાન અને વિવેકની વચ્ચેના સંબંધો એવાને એવા જ છે. વિવેકે ઘણીવાર સલમાનની માફી માંગી પણ સલમાન તેને માફ કરવા તૈયાર નથી.

સલમાન ખાન અને એશ્વર્યા રાયના પ્રેમની સ્ટોરી તો તમે જાણતા જ હશો. ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ ના સેટથી તેમની વચ્ચે શરુ થયેલ પ્રેમનો બહુ જ દુખદ અંત આવ્યો હતો. આ બંનેની પ્રેમ કહાની તો હજુ પણ ઘણા પેપરમાં છપાતા હોય છે. એક સમયે એશ્વર્યાએ જાતે જ સલમાન ખાનના સ્વભાવ વિષે જણાવ્યું હતું, એશ જણાવે છે કે સલમાન એ બહુ પઝેસીવ છે તેઓ ફોન પર પણ તેની સાથે સારી વાત કરતા નહિ અને તે વધુમાં જણાવે છે કે એક વાર તો સલમાન તેમની પર હાથ પણ ઉપાડ્યો હતો. આના પછી સલમાન અને એશ્વર્યા એકબીજાથી અલગ થઇ ગયા.

એવું નથી કે સલમાન ખાનનો આ સ્વભાવ તેના સ્ટારડમના કારણે છે. પણ તેની કરિયરના શરૂઆતના દિવસોથી જ સલમાનનો સ્વભાવ ગુસ્સા વાળો રહ્યો છે. ૧૯૯૪માં આવેલ ફિલ્મ અંદાઝ અપના અપના થી સલમાનને આમીર ખાન જેવો એક સારો મિત્ર પણ મળ્યો તો બીજી બાજુ તેમને કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે દુશ્મની પણ થઇ ગઈ. સરોજ ખાને જાતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સલમાને એકવાર વાત કરતા અપશબ્દો બોલ્યા હતા તેણે કહ્યું હતું કે અત્યારે તું વધારે આમીરની…. ઘૂસે છે ને…. જોજે એક દિવસ હું મોટો સ્ટાર બની જઈશ પછી તારી સાથે કામ નહિ કરું. આના પછી એ બંનેએ ક્યારેય સાથે કામ કર્યું નથી. આ સલમાનની એ દુશ્મનની લીસ્ટ છે જે કદાચ ક્યારેય સલમાનના મિત્ર નહિ બનો શકે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ”

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here