સલમાન ખાનની નિર્જલા હવે કરે છે આ કામ – જાણો તેનાથી જોડાયેલ કેટલીક રસપ્રદ બાબત….

0

બોલીવુડ માં ઘણી એક્ટ્રેસ એ દબંગ સલમાન ખાન ની સાથે પોતાનો ડેબ્યુ કર્યો હતો પરંતુ બધા નું કરિયર શિખર સુધી ન પહોચ્યું. તેમાંથી એક છે અભિનેત્રી ની ભૂમિકા ચાવલા જેમણે આપ એ સલમાન ખાન ની સાથે ફિલ્મ તેરે નામ માં જોય હતી. ભૂમિકા તે જ નિર્જલા છે જેમણે ફિલ્મ ના હીરો રાધે ને પોતાના પ્રેમ માં દીવાના બનાવ્યા હતા.તેની સાથે જ તે ફિલ્મ અને તેના ગીત આજે પણ લોકો ની જીભે સાંભળવા મળે છે. સલમાન જેવા મોટા તારલા ની સાથે ડેબ્યુ કરવા વાળી ભૂમિકા ચાવલા એ પોતાના કરિયર ની શરૂઆત ના દોર માં ઘણી ફિલ્મ કરી પરંતુ તેમને સફળતા નહિ મળી શકી. સલમાન ખાન ની નિર્જલા હવે કરે છે. આ કામ જયારે ફિલ્મ તેરે નામ માં તેમની માસૂમિયત એ બધા નું મન મોહી લીધું હતું.

સલમાન ખાન ની નિર્જલા હવે કરે છે આ કામ:

૨૧ ઓગસ્ટ, ૧૯૭૮ એ દિલ્હી ના એક પંજાબી પરિવાર માં જન્મી ભૂમિકા ચાવલા ના પિતા આર્મી ઓફિસર હતા. તેમણે
પોતાના શરૂઆત નું ભણતર દિલ્હી થી પૂરું કર્યું પરંતુ કોલેજ નું ભણતર ભૂમિકા એ મુંબઈ થી પૂરું કર્યું. ભૂમિકા ને મોટા ભાઈ અને એક નાની બહેન પણ છે.

વર્ષ ૧૯૯૭ માં ભૂમિકા એ મોડલિંગ ની શરૂઆત કરી અને ત્યાર પછી ઘણા વિજ્ઞાપન માં કામ કરવાની તક મળી. ભૂમિકા એ પહેલી વાર ઝી ટીવી ની સીરીયલ હીપ હીપ હુર્રે માં જોવા મળી હતી. તે સમય એ તે ટીનએજ હતી પરંતુ પછી તેમણે સાઉથ સિનેમા માં પ્રયત્ન કર્યો.વર્ષ ૨૦૦૦ માં ભૂમિકા એ પહેલી તેલુગુ ફિલ્મ યુવાકુડુ આવી, પરંતુ તે ફિલ્મ એ ખાસ કમાલ ન કરી શક્યો. વર્ષ ૨૦૦૧ માં આવી ફિલ્મ ખુશી આઈ થી તેમણે ઇન્ડસ્ટ્રી માં પોતાની ખાસ જગ્યા બનાવી. આ ફિલ્મ માં લીડ એક્ટર ના રીત થી પવન કલ્યાણ હતા અને તે ફિલ્મ સુપરહિટ ગઈ, ત્યાર પછી ભૂમિકા ને ઘણી ફિલ્મ ની ઓફર મળવા લાગી.

બોલીવુડ માં ભૂમિકા એ શરૂઆત વર્ષ ૨૦૦૩ માં આવી સલમાન ખાન ની ફિલ્મ તેરે નામ થી કરી, તેમાં સલમાન ના
અપોઝીટ લીડ એક્ટ્રેસ ને રીતે જોવા મળ્યા. આ ફિલ્મ માં ભૂમિકા નું કામ બધા ને ખુબ પસંદ આવ્યું અને તેમણે બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ નો ઝી સીને એવોર્ડ પણ મળ્યો.

આ ફિલ્મ પછી ભૂમિકા ને ઘણી ફિલ્મ મળી જેમ કે દિલ ને જિસે અપના કહા, રન, સિલસિલે અને દિલ જો ભી કહે. પરંતુ એ બધી ફિલ્મ ફ્લોપ ગઈ. તેના પછી ભૂમિકા એ બોલીવુડ ને થોડા સમય માટે છોડી દીધું અને તેલુગુ ફિલ્મ ની તરફ પાછી ચાલી ગઈ.વર્ષ ૨૦૦૭ માં ભૂમિકા ચાવલા એ ભારત ઠાકુર થી લગ્ન કર્યા અને વર્ષ ૨૦૧૪ માં તેમણે એક દીકરા ને જન્મ આપ્યો. જેનો ફોટો આપ તે પોતાના સોશલ એકાઉન્ટ પર શેયર કરતી રહે છે. ભૂમિકા પોતાના નાનકડા પરિવાર માં ખુબ ખુશ છે.

લગ્ન પછી ભૂમિકા એ ફિલ્મ માં કામ કરવા નું બંધ કરી દીધું પરંતુ ૯ વર્ષ પછી તેમણે બોલીવુડ ફિલ્મ એમએસ ધોની થી વાપસી કરી. આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ના પૂર્વ કેપ્ટન ધોની ના જીવન પર આધારિત હતી જેમાં તે ધોની ની મોટી બહેન ના રૂપ માં હતી. તો પણ આ ફિલ્મ માં ભૂમિકા ને જોઇને લોકો ને ફિલ્મ તેરે નામ ની નિર્જલા યાદ આવી ગઈ હતી.ભૂમિકા એ હિન્દી, તેલુગુ, મલયાલમ, કન્નડ, ભોજપુરી, પંજાબી અને તમિલ ભાષાઓ ની ફિલ્મ માં કામ કર્યું છે જે ફિલ્મ માં તેમને નોટીસ કરવા માં આવ્યું તે ખુશી, ઓક્કુડુ, તેરે નામ, મીસ્સામ્મા, ગાંધી, માઈ ફાધર, બડી અને અનસુયા છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.