ગામ વાળા ડાકણ માનતા હતા આ શાહિદ ની વિધવાને, ઘરવાળા ની વિરુદ્ધમાં જઈને આ વ્યક્તિએ કર્યા લગ્ન…અને પછી

0

કહેવાય છે કે કળિયુગમાં લોકો પોતાના માટે જ જીવે છે ને પોતાના માટે જ વિચારે છે. પરંતુ આજના જમાનમાં પણ ઘણા એવા લોકો છે જે બીજા વિષે જ સતત વિચાર્યા કરે છે. અને તેમની ખુશીઓનું પણ ધ્યાન રાખે છે. આજે અમે તમને એવી જ કહાની જણાવવા જઈ રહ્યા છીએ જે વાંચીને તમે પણ માનવતાને માનવા લાગશો.

આ કહાની છે અફાધનિસ્તાનના જલાલાબાદ ગામની. આ ગામમાં રહેનાર એક સલમાન નામનો છોકરો પૂરા નવ વર્ષ પછી ગામમાં પાછો ફરી રહ્યો હતો. તે કમાવા માટે ગામથી દૂર ગયો હતો. સલમાને બસમાંથી ઉતરી ચારે તરફ ધ્યાન કર્યું પરંતુ કોઈ બસ કે ગાડી કે રિક્ષા તેને ગામ તરફ લઈ જાય એવું દેખાયું નહી. જે પછી સલમાન પોતાનો સામાન ખભ્ભે મૂકી ગામ તરફ ચાલવા લાગ્યો. આટલા વર્ષો પછી ગામ પાછો ફર્યો છે તેની ખુશી તેને સાફ દેખાતી હતી. આટલો બધો સમાન હોવા છ્તા તેના મો પર થાક તો બિલકુલ દેખાતો ના હતો. તેના મનમાં એક ખુશીની લહેર આવી ગઈ. આટલા વર્ષો પછી પોતાના લોકોને મળવાનો આનંદ એના ચહેરા ઉપર સ્પષ્ટ જોઈ શકતો હતો. આ ઉપરાંત તેની પાસે હતી તેના જ ગામની એક છોકરીનો પહોતો જેને તે ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ ક્યારેય જણાવ્યુ ન હતું.
એ છોકરીનું નામ હતું અફસાના, ના સલમાને તેની સાથે વાત કરવાની ક્યારેય કોશિશ કરી કે ના અફસાનાએ વાત કરવાનો પ્રયત્ન કર્યો. સલમાન ચાલતા ચાલતા તેના વિષે જ વિચારતો હતો, તે મનમાં વિચારતો હતો કે શું તેને લગ્ન કરી લીધા હશે ? કે તે હજી સુધી કૂવારી જ હશે ? આ વિચાર આવતા જ તેના મનમાં ઇનો સુંદર ને ગોળ ચહેરો ઉપસી આવે છે ને તે મનમાં ને મનમાં હસી પડે છે. બસ તેના જ વિચારોમાં એ ક્યારે પોતાના ગામ પહોંચી જાય છે તેની તેને પણ ખબર પડતી નથી.

જ્યારે તે ગામમાં આવ્યો કે તરત જ તેને કોઈ સફેદ સાડીમાં લપેટાયેલ એક સ્ત્રી બેઠી હતી તેની તરફ નજર કરતાં જ રસ્તામાં દેખાયેલ ચહેરાની છબી ઉપસી આવે છે. આ એ જ છોકરી હતી જેને સલમાન ખૂબ જ પ્રેમ કરતો હતો.
તેને જોતાં જ સલમાનના મોઢામાંથી એક શબ્દ નીકળો , અફસાના તું ! , સલમાન તેની પાસે પહોંચી જાય છે. સલમાનને જોઈને અફસાના એકદમ રડવા લાગે છે. અફસાના આ સમયે આ હાલાતમાં અને ગામની બહાર ? શું છે આ બધુ ? હજી સલમાન આ બધુ પૂછવા જાય છે ત્યાં જ તેની પાછળથી અવાજ આવ્યો, એ દીકરા ત્યાથી દૂર ખાસ…” આ આ ચૂડેલની નજર તને પણ ભરખી જશે, નક્કી મારે આ ચૂડેલની નજર તારા ઉપરથી ઉતારવી પડશે. તેની માએ દોડતા દોડતા એકી શ્વાસે સલમાનને ત્યાથી દૂર ખસેડતા બોલી.

પોતાની માતાની આવી વાત સાંભળી સલમાન આશ્ચર્યચકિત થાય છે. માં તું શું કહે છે આ ?? હા, બેટા આ ચૂડેલ છે, તેના બે બે પતિને ભરખી ગઈ છે આ. આમ બોલતા બોલતા જબરજસ્તી ત્યાથી ખેંચીને તેને દૂર લઈ જાય છે. સલમાને અફસાના તરફ નજર કરી તો તેની આંખોમાંથી આસું વહી રહ્યા હતા. અને સલમાન ને લઈને તેની માતા દરગાહ પર જાય છે ને મોલવી ને કહે છે કે આના પરથી ચૂડેલ ની નજર ઉતારો. આ સાંભળી સલમાનને સહેજે પણ ગમ્યું નહી ને તેને તેની માતાને ઊંચા અવાજે પૂછી જ લીધું કે શું ચૂડેલ ચૂડેલ માંડ્યુ છે ? શું છે આ બધુ ?
ત્યાં જ સાલમાનની માતા કહે છે કે, દીકરા તું નથી જાણતો આ બધુ, તે મનહૂસ છે, તે ચૂડેલ છે તેને તેના બે બે પતિને મારી નાખ્યા છે. જે પણ તેની મનહૂસ સકાલ જોવે છે તેનો આખો દિવસ ખરાબ જાય છે ને કેટલીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તારો દિવસ પણ …!

આ સાંભળી સલમાનને ગુસ્સો આવે છે, કેમકે તે એક ભણેલો ગણેલો ને સમજદાર યુવાન હતો. તે આ બધી વાતમાં માણતો ન હતો, તેને જાણ્યું તો ખ્યાલ આવ્યો કે અફસાનાનો પહેલો પતિ સૈન્યમાં હતો ને લડતા લડતા જ શહીદ થઈ ગયો હતો. આ સાંભળી સલમાન સામે અફસાનાનો રડતો ચહેરો વારંવાર તેની આંખ સામે આવ્યા કરતો ને તે અકળાયો ને સીધો જ એ ઝાડ નીચે બેઠેલ અફસાના પાસે પહોંચી જાય છે.

સલમાન અફસાના પાસે જાય છે ને તેને જઈને કહે છે કે તે તારી આ કેવી હાલાત બનાવી નાખી છે. પાગલની જેમ તું ચૂપચાપ બધાની વાત સાંભળી રહી છે. તું તો સમજદાર, હોશયાર ને બહાદૂર છે છ્તા પણ આ વાતોમાં તું અટવાઈ રહી ? ત્યારે અફસાના બોલી કે , કિસ્મત…આ સમાજ ને ચોપડીના પાનાં પર વાંચીને કે એકલા હાથે ક્યાં જીતી શકાય છે.

સલમાને તેના પતિ વિષે [પુછ્યું ત્યારે તેને બધી જ હકીકત જણાવી દીધી ને કહ્યું કે હવે આમાં મારો શું વાંક છે ? અફસાનાની આપબીતી સાંભળીને સલમાન પણ રડવા લાગે છે. અને તેને અફસાનાને પ્રેમથી પુછ્યું કે તું લગ્ન કેમ નથી કરી લેતી ? હવે વિધવાની જિંદગી જીવતા શીખી ગઈ છુ. કિસ્મત ને સ્વીકારી લીધી છે. નથી જોવા કોઈ એવા સ્વપ્નો જે મારા માટે લખાયા જ નથી. એ સુખ મારે શું કામનું જે મને મોહતાજ નથી. આ સાંભળી સલમાન ત્યાથી ઘરે જાય છે ને તેના આવ્યા પણ સાત દિવસ વીતી જાય છે, હવે તેને શહેરમાં જવાનો સમય થાય છે.

જ્યારે તે શહેર જવાની તૈયારી કરે છે ત્યારે તેના મનમાં અજબ મૂંઝવણ હોય છે, તેને કશું સૂઝતું ન હતું, તેના માતા પિતા તેને છોડવા માટે બસ સ્ટેન્ડ સુધી જાય છે, પરંતુ બીજા રસ્તેથી કે તેને અપશુનીયાળ અફસાનાનો ચહેરો ન જોવો પડે. સલમાન અફસાના વિષે જ વિચારી રહ્યો હતો તેની સામે બસ અફસાનાના આંસુઓ જ હતા. અને તે કશું વિચાર્યા વગર દોડતો દોડતો અફસાના પાસે આવી જાય છે.

સલમાને જોયું તો અફસાના નીચું જોઈને બેઠી હતી. સલમાન અફસાના પાસે જઈને બોલે છે કે હવે હું પાછો શહેર તરફ જાવ છુ, હવે પછી હું કદાચ પાછો આવું પણ ખરો ને ના પણ આવું. અફસાના આંસુ લૂછી સલમાન તરફ જોયું ને તેને શુભકામના આપી. અચાનક સલમાને કહ્યું કે અફસાના હું તને એ પૂછવા માટે આવ્યો છુ કે શું તું મારી સાથે લગ્ન કરીશ ? અફસાના કશું બોલી નહી ને સલમાન સામે જોઈ આંસુઓ વહાવા લાગી.

જો તને લાગે છે કે તું મારી સાથે ખુશ રહીશ તો તું મારી સાથે ચાલ. આ સાંભળી અફસાના સલમાનને ગળે વળગી રડી પડે છે ને બને શહેર તરફ ચાલવા લાગે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here