સલમાનને જાણ ન હતી કે પૈસાની તંગીથી પસાર થઇ રહી છે પોતાની સાથે કામ કરનારી આ અભિનેત્રી અને પછી .. વાંચો આગળ

0

આર્થિક તંગી અને બીમારીના ચાલતા ચર્ચામાં આવેલી એક્ટ્રેસ ‘પૂજા ડડવાલ’ માટે હાલ સાલમાન ખાને મદદ માટેનો બઢાવો આપ્યો છે. ફિલ્મ ‘વીરગતી’ માં પૂજાની સાથે કામ કરી ચુકેલા સલમાનને પહેલા આ બાબત વિશેની કઈ ખાસ જાણકારી ન હતી.    

પણ જ્યારે ‘દબંગ ટુર’ ના દૌરાન તેણે આ બાબત વિશે વાત કરી તો તેઓએ કહ્યું કે, ”અમે વધુમાં વધુ મદદ કરવાની કોશીસ કરી રહ્યા છીએ. મારા ખ્યાલમાં આંટી(હેલન) પણ પહેલા પણ પૂરું ધ્યાન રાખતી આવી રહી છે. અસલમાં મને જાણ જ ન હતી કે તે પોતાની જિંદગીના આવા ખરાબ હાલાતોનો સામનો કરી રહી છે, પણ મને લાગે છે કે તે જલ્દી જ સ્વસ્થ થઇ જાશે”.

જણાવી દઈએ કે પૂજા આગળના 5 દિવસોથી મુંબઈના સેવરી ઈલાકાના એક હોસ્પિટલમાં ભરતી છે. ટીબી ની શિકાયત નાં ચાલતા હોસ્પિટલમાં ભરતી પૂજા યોગ્ય રીતે ઈલાજ ન મળવા નાં ચાલતા આ હાલત સુધી પહોંચી ગઈ છે. તેની આ બીમારી સામે આવવાના એક બે દિવસ બાદ ભોજપુરી સ્ટાર રવિ કિશન તેની મદદ કરવા માટે આગળ આવ્યા હતા. તેઓએ પોતાના એક આદમીને પૈસા અને અમુક ફ્રુટ્સની સાથે પૂજાને મળવા માટે મોકલ્યા હતા. જણાવી દઈએ કે રવિ પણ પૂજાની સાથે ઘણી એવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!