સદીના મહાનાયક અમિતાબ બચ્ચન માત્ર 24% લીવર પર જ જીવી રહ્યા છે, જાણો તેણે પોતાના જીવનમાં બીજું શું-શું સહન કર્યું છે….

0

બોલીવુડના મહાનાયક કહેવાતા અમિતાબ બચ્ચનની હાલના સમયે તબિયત બગડી ગયેલી જાણવામાં આવી રહ્યું છે. તેણે પેહલા પણ પોતાના જીવનમાં ઘણા એવા કષ્ટ ઉઠાવ્યા છે. 2014 માં અબીતાબ બચ્ચને પોતાના વિશે જણાવતા કહ્યું કે તેના લીવરનો 74% હિસ્સો બેકાર બની ગયો છે અને હાલ તે માત્ર 24% લીવર પર જ જીવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તેના લીવરનો 74% હિસ્સો હેપેટાઇટીસને લીધે કામ નથી કરી શકતો. વર્ષ 1982 ના દૌરાન કુલી ફિલ્મના શુટિંગ દરમિયાન અમિતાબ બચ્ચન દુર્ઘટનાવશ પૂરી રીતે ઘાયલ થઇ ગયા હતા. તે સમયે હર કોઈ તેના જલ્દી ઠીક થવાની દુવાઓ કરી રહ્યા હતા સાથે જ તેને 200 ડોનરે મળીને 60 બોટલ ખુબ પણ આપવામાં આવ્યું હતું.         આજ બ્લડ ડોનર્સમાના કોઈ એક ડોનરના ખૂનમાં હેપેટાઇટીસનો વાઈરસ હતો જે ખૂનની સાથે અમિતાબ બચ્ચન નાં શરીરમાં આવી પહોંચ્યો હતો. તે વાઈરસને લીધે ધીરે-ધીરે અમિતાબ બચ્ચનના લીવરમાં ઇન્ફેકશન ફેલાઈ ગયું હતું. પછી વર્ષ 2000 ના સમયે અમિતાબ જ્યારે એક મેડીકલ ચેકઅપ માટે ગયા ત્યારે તેને જાણ થઇ કે તેના લીવરનો લગભગ 24% હિસ્સો ખરાબ થઇ ચુક્યો છે. અમિતાબ બચ્ચને એક લેખ અનુસાર લખ્યું કે કોઈ પણ વ્યક્તિ 12% લીવર પર પણ જીવિત રહી શકે છે પણ કોઈ પણ આ સ્ટેજ પર પહોંચવા માંગતા ન હોય.
કુલી ફિલ્મની શુટિંગ નાં સમયે અમિતાબ ખરાબ રીતે ઘાયલ બની ગયા હતા. તેના બાદ  તેને અમુક વર્ષો સુધી પેટ માં સમસ્યા મહેસુસ થઇ રહી હતી. આ બીમારીનું નામ ડાઈવર્ટીક્યુંલાઇટીસ ઓફ સ્મોલ ઈંટેસ્ટાઇન હતું. તેના ઈલાજ માટે અમિતાબને સર્જરી કરાવી હતી જેના બાદ તેના પેટમાં ભયંકર દર્દ શરુ થઇ ગયું હતું અને તેના પાચનતંત્રમાં ગડબડી થઇ ગઈ હતી.

કુલી ફિલ્મની શુટિંગ દરમિયાન થયેલી ઈજા બાદ અમિતાબને ઘણી એવી દવાઓનો ડોઝ લેવા પડતા હતા તેને મયેસ્થિનિયા ગ્રેવીસ નામની બીમારી થઇ ગઈ હતી તેના એકસીડન્ટ નાં ઘણા વર્ષો બાદ જાણ થઇ કે તેના લીવરનો 74% હિસ્સો હવે કોઈ કામનો રહ્યો નથી.      

ટીવી સીરીઝ કૌન બનેગા કરોડપતિ શરુ થયા પહેલા અમિતાબ બચ્ચનને TB થઇ ગયુ હતું. જેનાથી તેને એક વર્ષ સુધી ટ્રીટમેન્ટ લેવી પડી હતી. તેના ઇલાજના દૌરાન તેને દિવસમાં 8 થી 10 પેઈન કીલર લેવી પડતી હતી. 

જો કે વિધાતાના લેખમાં તો આપણે કશું ન કરી શકીએ પણ તેના જલ્દી ઠીક થઇ જવા માટે દુવા જરૂર કરી શકીએ છીએ.

લેખન સંકલન:  કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here