રોજ સવારે ખાલી પેટ કરો 1 ચમચી ઘી નું સેવન, પછી જુઓ જે ચમત્કાર થાય એ – વાંચો ફાયદાકારક માહિતી

કહેવામાં આવે છે કે સવાર સવાર માં ઉઠીને કરવામાં આવેલા દેરક કામની અસર તમારા સ્વાસ્થ્ય પર પડતી હોય છે. જેમ જે કોઈને ઉઠીને તરતજ ચા કે કોફી જોઈતી હોય છે. જો કે તે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે, માટે સવારે ઉઠીને એવી ચીજોનું સેવન કરવું જોઈએ જે તમારા સ્વાસ્થ્ય ને ઠીક રાખી શકે. આયુર્વેદમાં ઘી ને ખુબ જ વધુ મહત્વ આપવામાં આવ્યું છે, તેને ઘણી બીમારીઓથી છુટકારો અપાવતું માનવામાં આવે છે.  આયુર્વેદના અનુસાર તેનું સેવન કરીને રોગના મૂળને પણ ગાયબ કરી શકાય છે. એક ચમચી ઘી ભોજનનો સ્વાદ વધારવાની સાથે-સાથે તેનું સેવન ઘણી બીમારીઓથી છુટકારો પણ આપે છે.

ધ્યાન રાખો કે વધુ પડતા ઘી ના સેવનથી ચરબી વધી શકે છે અને આગળ ચાલતા તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. એવામાં ખાવામાં ઘી ની માત્રા 10 થી 15 ગ્રામ સુધી જ સીમિત રાખો.1. મેળવો ગ્લોઈંગ સ્કિન:

ઘી માં એવા ગુણ મળી આવે છે જે તમારી ડેડ સ્કિન ને ફરીથી જીવિત કરી દે છે, જેનાથી તમારી સ્કિન હેલ્દી ની સાથે-સાથે ગ્લોઈંગ બની જાય છે. તેમાં ઉપસ્થિત વિટામિન એ, ડી, ઈ અને શરીરની ઇમ્યુનીટી વધારે છે. સાથે જ તમારા વાળ અને સ્કિનની ચમક પણ વધી જાય છે.

2. વજન કરો ઓછું:

અમે એ વિચારતા હોઈએ છીએ કે ઘી ખાવાથી વજન વધે છે, પણ તેને એક લિમિટમાં ખાઓ તો જ તમારું મેટાબોલિઝમ્સ ઝડપથી કામ કરે છે, જેનાથી તમારું વજન આસાનીથી ઓછું થઇ જાય છે.

3. ગઠીયા રોગથી અપાવે છે મુક્તિ:

જો તમે ગઠિયા રોગથી ચિંતત છો તો ઘી ખુબ જ ફાયદેમંદ થઇ શકે છે, તેમાં મળી આવતું ઓમેગા 3 અને નેચરલ લુબ્રીકેટ ગઠિયા ના દર્દ થી છુટકારો આપવામાં મદદ કરે છે.

4. મગજ ને કરે છે તેજ:

તમે આ તમારા વડીલો પાસેથી સાંભળતા આવ્યા જ છો કે મગજ ને તેજ કરવું હોય તો ઘી ખાઓ. આ વાત એકદમ સાચી છે. તેનું રોજ સવારે 1 ચમચી સેવન કરવાથી એલ્જાઈમર જેવી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકાય છે.

5. વાળ બનાવે છે ઘેરા-કાળા:

જો તમે પણ તમારા તૂટતા વાળ અને પાતળા વાળથી ચિંતત છો તો ઘી નું સેવન ચોક્કસ કરો. તેનાથી તમારા વાળ હેલ્દી ની સાથે સાથે સોફ્ટ પણ બનશે.

Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!