આ ઉપાયો કરો અને વધારો તમારી રોગપ્રતિકારક શક્તિ, બચાવશે અનેક જીવલેણ બીમારીઓથી….

0

આપણાં શરીરની આજુ-બાજુ કરોડો બૈક્ટેરિયા ઉપલબ્ધ હોય છે. આપણાં શરીરની રોગપ્રતિકારક શક્તિ આવા ખતરનાક બૈક્ટેરિયાથી આપણાં શરીરને રક્ષણ કરે છે. તમે જોયું હશે કે, સામાન્ય પરિસ્થિતિમાં પણ કોઈ વ્યકિત જલ્દી બીમાર થઈ જાય છે તો કોઈ વ્યક્તિ સારી રોગપ્રતિકારક શક્તિને કારણે તે લાબા સમય સુધી બીમાર થતાં નથી.

આપણાં શરીરની રોગપ્રતિકાર શક્તિ કોઈ ચીજ પર નિર્ભર હોય છે. જેમ કે આપણાં ખાન-પાન અને આપણી જીવનશૈલી. શરીરને સ્વસ્થ અને રોગ મુક્ત બનાવા માટે એક સારી રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જરૂરી છે. આપણાં શરીરની રોગપ્રતિકારક વધારવાના ઉપાય નીચે પ્રમાણે આપેલા છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયો..
ખોરાક : આપણાં શરીરની સાથે સાથે આપણાં શરીરની રોગપ્રતિકારક શક્તિના લડાકુ ફાઇગટર ટી સેલ્સ અને macrophages પણ નિયમિત પૌષ્ટિક આહારની જરૂર હોય છે. તમે જોયું હશે કે સમતોલ આહાર લેનાર બાળકની તુલાનમાં કૂપોષિત બાળક જલ્દી બીમાર થાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે zinc, iron, selenium, copper, folic acid અને vitamin A,B6,C, E jeva Micro-nutrients અને Anti-Oxidants ની જરૂરત હોય છે.

સમતોલ આહાર:રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નિયમિત સમતોલ આહાર લેવો જરૂરી છે. આહારમાં વધારે પ્રમાણમાં પોષ્ટિક ફળ, શાકભાજી, અને પ્રોટીનયુક્ત વસ્તુ નો સમાવેશ કરો.

એન્ટિ-ઓક્સિડેંટ:શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય પ્રમાણમા Anti- Oxidants લેવું જરૂરી છે. Anti-Oxidants આપણાં શરીરની ખરાબ પેશીને સારી કરે છે. અને વૃદ્ધા અવસ્થાને દૂર કરે છે. તમે નીચે આપેલા ખોરાક લઈને અથવા ડોક્ટરની સલાહ પ્રમાણે Anti-oxidants અને વિટામીન્સ યુક્ત દવા લઈ શકો છો.

  1. બીટા0કેરોટિન – આ લીલી ફ્લાવર, ચૂકંદર, પાલક, ટામેટાં , મકાઇ અને ગાજરમાં હોય છે.
  2. સેલિયમ – આ ડુંગળી, સૂર્યમુખી ફૂલના બીજ, ભૂરા ચોખા માં હોય છે. આ અનેક પ્રકારના કેન્સરથી શરીરને બચવામાં મદદ કરે છે.
  3. વિટામિન એ – આ શક્કરીયાં, ગાજર, લીલી શાકભાજી, લાલ મરચાં, સાકરટેટીમાં વધારે માત્રમાં જોવા મળે છે.
  4. વિટામિન બી-2 – આ પાલક, બદામ, સોયાબીન, કુકરમુતા, ગાયનું દૂધ માં જોવા મળે છે.
  5. વિટામિન બી-6 – આ પાલક, કેળાં, બટેટા, સૂર્યમુખી ફૂલના બીજમાં જોવા મળે છે.
  6. વિટામિન સી – આ નારંગી, ટામેટાં, પપૈયુ , સ્ટ્રોબેરી, કોબીજમાં જોવા મળે છે.
  7. વિટામિન ઈ – આ ગાજર, પપૈયુ, પાલક, સૂર્યમુખી ફૂલના બીજ, બદામમાં જોવા મળે છે.
  8. વિટામિન ડી – આ દૂધ, કુકરમુક્તા, ઈંડા, સાદી માછલીમાં જોવા મળે છે.
  9. ઝીંક – આ દૂધીના બીજ , તલ, દહી, શુક્તિ, મટરમાં જોવા મળે છે.

પાણી;-આખા દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઇયે. યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી શરીરને શક્તિ મળે છે અને પાચન સારું થાય છે. પાણી શરીરના અનાવશ્યક પદાર્થ શરીરની બહાર નીકળે છે.

*સફાઈ;-
રસોઈ બનાવતી વખતે અને જમવાનું ખાતી વખતે સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઇયે. બહારનું ચટપટું ખાવાની જ્ગ્યાએ ઘરનું સ્વસ્થ અને સ્વાદિષ્ટ ભોજનને પ્રાથમિતા આપવું જોઇયે. અસ્વસ્થ અને વાસી ખોરાક ખાવાથી કેટલીક બીમારી થઈ શકે છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિને ઓછી કરી શકે છે.

*જડી બુટી;-પોતાની રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે કોઈ પ્રખ્યાત જડી બૂટીનો ઉપયોગ કરી શકો છો. જેમાં ગુદુચી સત્વ, અક્ષ્વગંધા ચૂર્ણ, લસણ, આદું, જિનસેગ, હલ્દી વગેરે. અત્યારે ઠંડીનો મોસમ છે અને આ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સારો સમય છે. આ મોસમમાં તમે રોજ વ્યાયામ અને સાથે રોજ સવારે અને રાત્રે ગરમ દૂધની સાથે 1 ચમચી ચ્યવનપ્રાશ લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો.

તણાવમુક્ત રહેવું :-કોશિશ કરો કે તમે ડર, ક્રોધ, ચિંતા અને તનાવ આવી શરીર ના માનસિક દુશ્મનો થી દૂર રહો. જ્યારે આપણે તનાવગ્રસ્ત રહીએ છીએ ત્યારે આપણાં શરીરમાં કોર્ટિસોલ હોર્મોન નો વધારે માત્રા માં નિર્માણ થાય છે આ હોર્મોન ને કારણે વજન વજન વધવો, હ્રદયરોગ, કર્કરોગ જેવી ઘણી સમસ્યાઓ ઉત્પપન્ન થઈ શકે છે. તમે તનાવમુક્ત રહેવા માટે યોગ, પ્રાણાયામ, ધ્યાન અથવા પોતાના ગમતા કામ કરી શકો છો.

કસરત કરો :-શોધ થી આ જાણવા મળ્યું છે ક જે લોગો અઠવાડીયામાં પાંચ દિવસ નિયમિત 30 થી 40 મિનિટ સુધી કસરત કરે છે તે લોકો બીજા લોકો ની તુલના માં 50 થી 60 % ઓછા બીમાર પડે છે. નિયમિત કસરત કરવા થી તમારું વજન પણ નિયંત્રિત કરી શકો છો અને રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો.

Author: GujjuRocks Team – માધવી આશરા ‘ખત્રી’
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here