રિંગ ફિંગર- ડાબા હાથ ની ત્રીજી આંગળી માં જ શા માટે પહેરાવવામાં આવે છે સગાઈની વીંટી?….વાંચો રહસ્ય

0

લગ્ન માત્ર બે વ્યક્તિ જ નહિ પણ બે પરિવાર નું મિલન હોય છે જ્યા બે અલગ અલગ સંસ્કૃતિઓ ને એક પવિત્ર બંધનમાં બાંધવામાં આવે છે. વિવાહ એક એવો રિશ્તો છે જેમાં બે દિલની સાથે સાથે બે આત્માઓનું પણ મિલન થાય છે. જો કે લગ્ન દરેક દેશમાં અલગ અલગ તરિકાથી મનાવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં વિહાનના રીતિ રિવાજોની સાથે સાથે એક અન્ય પણ રિવાજ છે અને તે છે સગાઈનો, જેમાં વર-વધુ એકબીજાને રિંગ ફિંગર એટલે કે ત્રીજી આંગળી માં વીંટી પહેરાવે છે.શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્નની વીંટી માત્ર અનામિકા આંગળી માં જ શા માટે પહેરાવવામાં આવે છે અને આવું માત્ર ભારતીય લગ્નમાં જ નહીં પણ વિદેશોમાં પણ લગ્નના રિવાજમાં વીંટી અનામિકા આંગળી માં જ પહેરવામાં આવે છે.
આ આંગળી ને રિંગ ફિંગર પણ કહેવામાં આવે છે. આવો તો જાણીએ આખરે શું ખાસિયત છે કે આ આંગળીને જ વીંટી પહેરાવવા માટે પસંદ કરવામાં આવે છે.

1. અમેરિકી રિવાજ:અમેરિકા માં એવું કઈ ખાસ સ્પષ્ટ જણાવામાં નથી આવ્યું કે આ રિવાજ માટે આ આંગળી ને શા માટે પસંદ કરવામાં આવ છે પણ તે તર્ક જરૂર આપવામાં આવ્યું છે કે આ આંગળી એટલે કે રિંગ ફિંગર અન્ય આંગળીઓ થી વધુ સુરક્ષિત રહે છે.

2. હિન્દૂ સંસ્કુતિ:જ્યોતિષ ના અનુસાર દરેક આંગળીના વ્યક્તિ ના ભાગ ને લઈને પોતાનું મહત્વ હોય છે અને અનામિકા આંગળી સંબંધો ના ભવિષ્યને પ્રભાવિત કરે છે. જેને લીધે રિંગ આજ આંગળી માં પહેરાવવા માં આવે છે.

3. ચાઈનીઝ રિવાજ:ચીનની સંસ્કુતિ માં માનવામાં આવે છે કે અનામિકા આંગળી એટલે કે રિંગ ફિંગર જીવન સાથી થી સંબંધો ને કંટ્રોલ કરે છે અને તેના પર વીંટી પહેરાવવાથી સંબંધ હંમેશા પકડમાં રહે છે અને મજબૂત બને છે.

4. રોમન રિવાજ:રોમન સંસ્કુતિ ના અનુસાર શરીરમાં એક અમોરીસ નસ હોય છે જે દિલ થી સીધી જ ડાબા હાથની ત્રીજી આંગળી સાથે જોડાયેલી હોય છે. આ જોડાવને લીધે તેને પ્રેમ સંબંધો ને નિર્ધારિત કરનારી નસ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે રિંગ ફિંગર માં વીંટી પહેરવાથી પોતાના જીવન સાથી ની સાથે સૌથી ખાસ રિશ્તો બને છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here