અભિનંદનના પિતા બોલ્યા, દુશ્મન દેશમાં પણ બહાદુરીથી વાત કરી રહ્યો છે મારો દીકરો…! વાંચો સમગ્ર અહેવાલ

0

વિંગ કમાન્ડર અભિનંદનના પિતા ભૂતપૂર્વ એર માર્શલ એસ વર્ધમાનએ પોતાના દીકરા માટે એક ભાવુક સંદેશો લખ્યો છે. એઓએ પોતાના મિત્રો અને પ્રિયજનો દ્વારા આ સંદેશ દેશના લોકો સુધી પહોંચાડ્યો છે. તેઓએ કહ્યું છે કે અભિનંદન માટે તમારી ચિંતા બદલ આભાર. હું ઈશ્વરનો આભારી છું કે એ જીવિત છે, ઘાયલ નથી. માનસિક રીતે ઠીક છે. બહાદુરીથી વાત કરી રહ્યો છે, જેવું એક સૈનિક કરે છે. અમે તેના પર ગર્વ અનુભવીએ છીએ. તમારી આશીર્વાદ એની સાથે છે. એવી આશા રાખું છું કે એ સલામત રીતે પરત ફરે. તેને ત્રાસ આપવામાં ન આવે. મને આ નાજુક ક્ષણમાં સાથ આપવા બદલ આપ સૌનો આભાર. અમને તમારા સમર્થનથી ઉર્જા મળે છે.

ક્રેશ થયેલા મિગના વિંગ કમાન્ડર અભિનંદન બુધવારે એલઓસી પાર પકડાઈ ગયા હતા. એવું કહેવામાં આવ્યું કે સ્થાનિક લોકોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ પછી તેને પાકિસ્તાની સેના તરફથી પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યો. અભિનંદનનો એક બીજો વિડીયો પણ શેર કરવામાં આવ્યો. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે અભિનંદન પાકિસ્તાનની કેદમાં પણ ખૂબ જ મજબૂતીથી વાત કરે છે અને માનસિક સંતુલન જાળવી રાખ્યું છે. આખા દેશના આશીર્વાદ તેમની સાથે છે. સરકારે પાકિસ્તાનને તેને હેમખેમ પાછા મોકલવા કહ્યું છે. જિનીવા કન્વેન્શન પાકિસ્તાનમાં તેમનું કવચ બનશે. જે અંતર્ગત દુશ્મન દેશ તેમને હેરાન કરી શકશે નહીં અથવા તેમને ડરાવી શકશે નહિ કે ન ધમકીઓ આપી શકશે, અપમાનિત ન કરી શકે કે તબીબી સુવિધાઓથી વંચિત પણ નહિ રાખી શકે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here