રેખા અને અમિતાભને આવી સ્થિતિમાં જોઇ જયા બચ્ચન માથુ નીચે કરી રડવા લાગ્યા હતા, જાણો અંદરની વાતો ..

0

પહેલાના મુવી ની વાત કરીએ તો તેઓ તદ્દન આજના સમય કરતા કાઈક અલગજ હતા. આ સાથે જ ત્યારના બોલીવુડ કીરદારોની વાત કરીએ તો તેમાંના કેટલાક કીરદારો આજે ફિલ્મી દુનિયાથી દુર રહેવા લાગ્યા છે તો કેટલાક સ્વર્ગવાસ પણ બની ચુક્યા છે. તો સાથે જ આજની તારીખમાં પહેલાના દાયકાના અમુક સ્ટાર્સ આજે પણ દિન પ્રતિદિન ચર્ચામાં જોવા મળે છે. સાથે જ આજે પણ તેઓ ફિલ્મોની સાથે સાથે અન્ય કામોમાં પણ વ્યસ્ત રહેતા જોવા મળે છે.

જેમ કે આજે વાત કરીએ તો અમિતાબ બચ્ચન, મિથુન ચક્રવતી વગેરે જેવા અભિનેતાઓ કોઈને કોઈ કામોમાં સંકળાયેલા છે. આ સાથે જ  માધુરી દિક્ષિત, રેખા, જયા બચ્ચન, હેમા માલિની વગેરે જેવી અભિનેત્રીઓ પણ હર રોજ ચર્ચામાં રહે છે. સાથે જ કોઈ પણ એવોર્ડ ફંક્શન હોય ત્યારે આ કીરદારોની ઉપ્સ્થીતિ જોવા મળે જ છે.

હવે વાત કરીએ બોલીવુડ ની કાબિલિયત અભિનેત્રી ‘રેખા’ ની તો તેની લાઈફ સ્ટાઈલ એક રહસ્યથી કમ નથી.

પોતાના ફિલ્મી દિવસોમાં રેખા ખુબજ સદાબહાર રહેલી છે. અને હાલ નાં સમયમાં પણ રેખાનું નામ દરેક નાં નજરે આવે છે સાથે જ આજે પણ રેખા ઘણી એવી ફિલ્મોમાં પણ કામ કરે છે.

રેખાની લાઈફ સ્ટાઈલ અને તેના વીતેલા જીવના અંગેની ચર્ચા આજે પણ લોકોમાં થઈ રહી છે સાથે જ રેખાના અમુક અભિનેતા સાથેની સંબંધોની વાતો આજે પણ લોકો નાં દિલમાં ઘર કરી ગઈ છે. આજે પણ રેખા વિશેની અમુક અફવાઓ અને ગોસીપ્સ થઈ રહી છે, પણ શું આ બધું એક હકીકત છે કે માત્ર લોકોની અફવા એ પણ એક રહસ્ય ને સમાન છે. કેમ કે રેખાનું જીવન એટલા રહસ્યોથી ભરેલું છે કે જેને સમજવું કોઈના પણ હાથની વાત નથી.

સાથે જ એક વાત એ પણ છે કે,રેખાના જીવન પર આધારિત પુસ્તક ‘રેખા : અનટોલ્ડ સ્ટોરી’ ઘણી ચર્ચામાં રહી હતી.

આ પુસ્તક યાસીર ઉસ્માન દ્વારા લખવામાં આવ્યું હતું. જેમાં રેખા અને પ્રકાશ મહેરાના લગ્ન વિશેનો ખુલાસો બહાર આવ્યો હતો. હાલ તો પ્રકાશ મહેરા સ્વર્ગવાસી બની ગયા છે.

સાથે જ આ પુસ્તકના આધારે રેખાએ બાદમાં અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યાનો પણ ખુલાસો બહાર આવ્યો હતો. પ્રકાશ મહેરા નાં મૃત્યુ બાદ રેખાએ મુકેશ અગ્રવાલ નામના વ્યક્તિ સાથે અગ્ન કરી પોતાના સંસારની શરૂઆત કરી હતી. પણ લગ્નના થોડા મહિનાઓ બાદ મુકેશ અગ્રવાલે રહસ્યમય આપઘાત કર્યાનો મામલો બહાર આવ્યો હતો. સાથે જ કમનસીબે મુકેશ અગ્રવાલનો આપઘાત કર્યાનો આરોપ પોતાની જ પત્ની રેખા પર લાદવામાં આવ્યો હતો. હવે આ બાબતમાં કેટલી હકીકત છે એ પણ એક રહસ્ય છે. પણ થોડા સમય બાદ આ આરોપ સમેટાઈ ગયો હતો.

આ પુસ્તકના આધારે એ પણ જાણવામાં આવ્યું હતું કે કોઈ કારણસર રાકેશ મહેરાની માં એ રેખાને જૂતા વડે મારી હોવાની બાબત જાણવામાં આવી છે.

મુકેશ અગ્રવાલના મૃત્યુ બાદ રેખાએ અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કર્યા નથી, તો મિસ્ટ્રી એ છે કે તો હાલ પણ રેખા કોના નામનું સિંદુર પોતાની માંગમાં સજાવે છે? શું તે આજે પણ પોતાના પતિને જીવિત સમજે છે અને તેની યાદ સ્વરૂપે સિંદુર લગાવે છે, કે પછી તેને અન્ય કોઈ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે કે પછી પોતાના કોઈ ભૂતકાળ નાં કોઈ સંબંધને જીવિત રાખવા માટે સિંદુર લગાવે છે વગેરે જેવી બાબત એક રહસ્યથી ભરેલી છે.

આ પુસ્તકે જાણે કે રેખાની બધી હકીકતો ખોલી કાઢી છે, છતાં પણ અમુક પ્રશ્નના જવાબ એક પહેલી બનીનેજ રહી ગયા છે અને તે પહેલી ને રેખા સિવાય કોઈ સોલ્વ કરી શકે તેમ નથી.

‘રેખા:  અનટોલ્ડ સ્ટોરી’ માં અમિતાબ અને રેખાની અમુક હકીકતો પણ બહાર આવી હતી. આ મામલો ખુબ ચર્ચામાં રહ્યો હતો. આ કારણથી જયા બચ્ચન અમિતાબ અને રેખાથી નારાજ થયા હતા અને અમીતાબને રેખા સાથે ક્યારેય પણ કામ ન કરવાની ચેતવણી આપી હતી.

વાત કાઈક એમ હતી કે, ફિલ્મ  ‘મુકદ્દર કા સિકંદર’ જેમાં અમિતાબ અને રેખાએ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 1978 ની સાલમાં રીલીઝ થઈ હતી. આ ફિલ્મનાં ટ્રાયલ શોમાં અમિતાબ સાથે જયા તથા અન્ય પરિવારજનો ફિલ્મ જોવા માટે ગયા હતા. આ ફિલ્મમાં રેખા અને અમિતાબ બચ્ચન નાં અમુક એવા અંતર્ગત દ્રશ્યોથી જયા બચ્ચન નું દિલ દુભાઈ હતું અને જાણે કે પોતાનું માથું નીચે કરીને રડવા લાગ્યા હોય તેમ લાગતું હતું. સાથે જ તે પછી નારાજગી વ્યક્ત કરતા જયાએ અમિતાબ ને રેખા સાથે ક્યારેય પણ કામ ન કરવાની જાણ કરી હતી.

જો કે હાલ નાં સમયમાં દરેક એવોર્ડ ફંક્શનમાં અમિતાબ અને રેખાનો આમનો સામનો તો થતો જ હોય છે પણ આ વખતે તેઓની વચ્ચે એવી કાઈક ઘટના બની કે જે ચર્ચાનો વિષય બની ગઈ હતી.

દરેક વખતની જેમ આ એવોર્ડ દરમિયાન પણ રેખા કાઈક અલગ અંદાજમાં આવી હતી. તેની એન્ટ્રી થતાજ ફોટોગ્રાફર્સ તેના ફોટા લેવા લાગ્યા હતા અને રેખા પણ તેને અલગ લગ સ્ટાઈલમાં પોઝ આપવા લાગી હતી. જો કે રેખા ત્યારે ખુબ ઉતાવળમાં હતી માટે જ્યારે ફોટોગ્રાફર્સ એ તેમને વધારે પોઝ આપવા માટે કહ્યું તો રેખાએ ,’તે આવી રહ્યા છે’ એવું કહીને ત્યાંથી જલ્દીમાં નીકળી ગઈ હતી.

આ વાક્ય ને સમજવાનો પ્રયત્ન ફોટોગ્રાફર્સ કરી શક્યા ન હતા. પણ આ ઘટના બાદ તરતજ બીગ B એ એન્ટ્રી લીધી હતી. બીગ B ને જોતાજ ત્યાં હાજર લોકો ચકિત થયા ગયા હતા અને તેઓને સમજાઈ ગયું કે, શું ખરેખર રેખાએ પેલા શબ્દો અમિતાબ માટે જ કહ્યા હતા?

પણ આ શબ્દો પણ એક રહસ્ય જ છે કે તેની પાછળ નું અસલ કારણ શું છે? આ બધી મિસ્ટ્રી, રાઝ, રહસ્ય વગેરે જેવા પ્રશ્નોના જવાબ માત્ર રેખાજ આપી શકે છે. એ પણ રહસ્ય છે કે શું આ બધા પ્રશ્નો પાછળ નું રહસ્ય ક્યારેય ખુલશે કે નહિ?

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!