ભરેલા મરચાનું શાક બનાવો અને સૌને ખવડાવો, ગેરેન્ટી છે સૌને ભાવશે… નોંધી લો રેસિપી

0

આજકાલ રોજ બધાને જ ભોજનમાં ઘણી જુદી જુદી વાનગીઓ જોઈએ છે. શાક તો રોજ નવા નવા ખાવા હોય છે ત્યારે દરેક ગૃહિણી કંટાળી જાય છે કે ઘરના સભ્યો માટે રોજ રોજ ક્યાંથી નવા શાક લાવવા, તો આવી જ ગૃહિણીઓ માટે અહીં લઈને આવ્યા છીએ ભરેલા મરચાનું શાક…

ભરેલા મરચાનું શાક બનાવવા માટે આપડે જોઈશે

સામગ્રી:

  • લીલા મોરા મોટા મરચા 8 થી 10 નંગ
  • બેસન 1/2 કપ
  • હળદર 1/2 ચમચી
  • ધાણા ઝીરું 1 ચમચી
  • લાલ મરચું 1/4 ચમચી
  • હિંગ ચપટી
  • મીઠુ 1 ચમચી
  • લીંબુ નો રસ 2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • તેલ 2 ચમચી
  • પાણી છાંટવા માટે

રીત:

સૌપ્રથમ લીલા મરચાને એક બાજુથી ચીરી લો અને એમાંથી બી કાળી લોપછી એક પ્લેટમાં બેસન એડ કરી એમાં બધા મસાલા એડ કરી અને એમાં લીંબુનો રસ અને તેલ એડ કરી મિક્સર તૈયાર કરી લોપછી એ મિક્સરને મરચામાં ભરી લો બરોબર અને થોડું મિક્સર રેવા દેજો

પછી એક પેન ગરમ કરવા મુકો એમાં તેલ એડ કરી મરચાને એડ કરો પછી એને ઢાંકી દોથોડી થોડી વારે એમાં 3 વખત વારા ફરતી પાણી છાંટવાનું છે અને પછી એને છેલ્લે જે મિક્સર વધ્યું એ એડ કરી હલાવી ઢાંકી દો

થોડી વાર થાય એટલે તૈયાર છે ભરેલા મરચાનું શાકઆ રેસીપી જરૂરથી બનાવજો કેમ કે મરચાનું શાક દાળ ભાત જોડે મજા આવશે

ખાવાની જરૂરથી બનાવજો રેસીપી કેવી લાગી અમને જણાવજો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here