રાતે સૂતા પહેલા ગોળની સાથે પીવો દૂધ, પછી દેખો કમાલ

લોકો પોતાને સ્વસ્થ રાખવા માટે ઘણી બધી રીતો અપનાવે છે પરંતુ ગણી વખત સાધારણ લાગતું ખાવાનું પીવાની ચીજો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જેના માટે મોટાભાગના લોકો અજાણ હશે. એમાંથી જ એક છે દૂધ અને ગોળ, ગોળમાં નેચરલ મીઠાશ હોય છે, દૂધની સાથે એને મિક્સ કરીને પીવાથી શરીરને કેલ્શિયમ, આયરન, પ્રોટીન, લેક્ટિક એસિડ, વિટામીન એ, બી અને ડીનું ભરપૂર પ્રમાણ હોય છે. આ ઉપરાંત ગોળમાં ક્રોઝ, ગ્લૂકોઝ અને ખનિજ જેવા ગુણ પણ મળી આવે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં ગોળના નાના ટુકજાં નાંખીને પીવાથી જોરદાર ફાયદા થાય છે.

ગોળ ખાવાથી પાચન ક્રિયા દુરુસ્ત થઇ જાય છે. એનાથી ખાવાનું સરળતાથી પચવાનું શરૂ થઇ જાય છે અને પેટમાં ગેસ બનવાની પરેશાની પણ દૂર થઇ જાય છે. કેટલાક લોકોને ઠંડીમાં પેટમાં દુખાવાની સમસ્યા રહે છે. એવામાં રાતે સૂતાં પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં નાનો ગોળનો ટુકડો મિક્સ કરીને પી લો.

શ્વાસ લેવાની તકલીફને અસ્થમાં કહેવામાં આવે છે. આ બીમારીના કારણે પ્રદૂષણ, એલર્જી, કફ, ખાંસી, તાવ પણ આવી શકે છે. એના માટે કફને શરીરની બહાર નિકાળવો ખૂબ જ જરૂરી છે. દરરોજ સૂતા પહેલા દૂધ અને ગોળનું સેવન કરો. એનાથી ફાયદો મળશે.

જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય છે એમને દરરોજ દૂધ અને ગોળનું સેવન સાંધાના દુખાવામાં રાહત આપે છે. એમાં કેલેરી પણ ખૂબ જ ઓછી હોય છે. એમાં વિટામીન ડી, કેલ્શિયમ, આયરન સાંધાને મજબૂતી આપે છે.

ગોળ કેમિકલ ફ્રી પ્રોસેસથી તૈયાર થાય છે. એમાં કેલેરી પણ ખૂહ ઓછી હોય છે. રાતે દૂધ અને ગોળ ચરબીને ઓછું કરવાનું પણ કામ કરે છે.

ગોળ કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનને પણ દૂર કરવાનું કામ કરે છે અને લોહીને વધારવાનું પણ કામ કરે છે. એનાથી પ્રતિરોધક ક્ષમતાને પણ મજબૂતી મળે છે. મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન દૂધની સાથે ગોળનું સેવન કરવું જોઇએ

Source

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!