દીપવીર નું રિસેપ્શન: આઉટફિટ થી લઈને મેનુ સુધી, આવી છે તૈયારીઓ….રસપ્રદ માહિતી વાંચો

0

દીપિકા-રણવીર ના લગ્ન શાહી અંદાજ માં ઇટલી ના લેક કોમોમાં 14-15 નવેમ્બર ના રોજ થયા છે. 21 નવેમ્બર એટલે કે આજના દિવસે બેંગ્લોર માં ભવ્ય રીશેપ્શન નું આયોજન કરવામાં આવેલું છે. જેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. મંગળવાર ની રાતે બેંગ્લોર માં સ્થિત દીપિકા ના ઘર ને દુલ્હન ની જેમ શણગારવામાં આવ્યું હતું. દીપવીર પણ બેંગ્લોર પહોંચી ચુક્યા છે. રણવીર ના માતા-પિતા પણ બેંગ્લોર પહોંચી ગયા છે.
રિપોર્ટ અનુસાર, કપલ રીશેપ્શન માં સબ્યસાચી ના ડિઝાઇન કરેલા કપડા પહેરશે. લગ્નમાં પણ બંને એ દેરક ફંક્શન માં સબ્યસાચી ના ડિઝાઇન કરેલા ડ્રેસ જ પહેરી રાખ્યા હતા. રીશેપ્શન નું મેનુ સાઉથ ઇન્ડિયન ડીશ છે. દીપિકા ની માં ઉજ્જલા પાદુકોણ એ ઘણીવાર હોટેલ જઈને ભોજન નું ટેસ્ટિંગ કર્યું છે. દીપવીર નું રીશેપ્શન લીલા પૈલેસ હોટેલમાં હશે.
જણાવી દઈએ કે બન્ને રીશેપ્શન ના પછીના દિવસે જ મુંબઈ પાછા આવી જશે, તેના પછી બંને 24 નવેમ્બર ના રોજ રણવીર ની બહેન રિતિકા ની પાર્ટી એટેન્ડ કરશે. રિતિકા એ બંને માટે એક ખાસ પાર્ટી નું આયોજન કર્યું છે.
મંગળવારે બંને એ પોતાના એકાઉન્ટ પર લગ્ન ની અમુક તસ્વીરો પણ પોસ્ટ કરી છે. જે ખુબ વાઇરલ થઇ રહી છે.
જણાવી દઈએ કે તેઓના લગ્ન માં 30 જેટલા લોકો શામિલ થયા હતા.  હવે 21 નવેમ્બર ના રોજ બેંગ્લોર અને 28 નવેમ્બર ના રોજ મુંબઈ માં રીશેપ્શન હશે. મુંબઈ રીશેપ્શન માં બૉલીવુડ સીતારાઓનો જમાવડો જોવા લાયક હશે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here