રણવીરસિંહનું લગ્ન પછી બદલાઈ ગયું નામ, દીપિકાએ કર્યો ખુલાસો ….!!

0

દિપીકા અને રણવીર લગ્ન પહેલા પણ તેમના અફેરને લઈને ચર્ચામાં રહ્યા છે. હવે તે એમના બંનેના લગ્નને લઈને જોરદાર ચર્ચામાં રહે છે. હવે આ વખતે ચર્ચા થઈ રહી છે તેમની સરનેમને લઈને. જો તમે એમ સમજતા હોય કે લગ્ન પછી દીપિકાની સરનેમ બદલાઈ છે તો આ વખતે ઊંધું છે લગ્ન પછી રણવીરની સરનેમ બદલાઈ ચૂકી છે. હંમેશા બનતું એવું હોય છે કે છોકરીઓની જ લગ્ન પછી નામ અને સરનેમ બદલાઈ જાય છે કે બદલવામાં આવે છે. પરંતુ દિપીકા પાદુકોણે આવું બિલકુલ ન કર્યું. પરંતુ દીપિકાર જાતે જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ સી=કે હવે રણવીરનું નામ શું છે.

ખરેખર શાંતિ ગર્લથી દીપિકાને પૂછવામાં આવ્યું તો દીપિકાએ જણાવ્યુ કે, હવે દીપકાનું નામ દિપીકા પાદુકોણ સિંહ ભવનાની થઈ ગયું છે. હવે તેને આ નામથી પણ બોલાવી શકાય છે. કેમકે રણવીરનું નામ સિંહ ભવનાની છે. એ પછી હસતાં હસતાં કહે છે કે હું તમને એમ જણાવવા માંગુ છુ કે મારુ નામ દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ પાદુકોણ છે. આ પછી તે પોતે જ જોર જોરથી હસવા લાગે છે.
તમને જણાવી દઈએ કે 6વર્ષથી આ બને વચ્ચે અફેર ચાલતું હતું ને હવે તેમણે 14 અને 15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમમાં લગ્ન કર્યા હતા. આ કપાળે લગ્ન પછી ચાર રિપ્શેપ્શન નું આયોજન કારયું હતું જેમાં બોલિવૂડની તમામ હસ્તી હાજર રહી હતી.
એ પછી દીપિકાએ એ પણ ખુલાસો કર્યો કે જ્યારે રણવીર દીપિકાની માંગ ભરીરહ્યા હતા ત્યારે દીપિકાને ઓમ શાંતિ ઓમ નો ડાયલોગ એક ચૂટકી સિંદુર કી કિંમત તુમ ક્યાં જાનો..એ યાદ આવ્યો ને મનમાં જ હસી પડી હતી.
દીપિકાએ હસીને કહયુકે, રણવીર તેના માતા પિતા કરતાં તો તે મારાથી વધારે ડરે છે. તેણે કહ્યું કે હું કેટલાય વર્ષ એકલી રહી છુ. પરંતુ હવે અમે સાથે છીએ. રણવીર અને હું સવારે ઉઠતાં વેંત જ અમે બને અમારા કામમાં જતાં રહીએ છીએ. આ સમયે રણવીર સિંબા ને લઈને વ્યસ્ત તેમજ હું પણ જલ્દી જ મારી નવી પ્રોડક્ટને લોન્ચ કરીશ.
તમને જણાવી દઈએ કે આ લગ્ન પછી બનેના પરિવારજાણો પણ એકબીજાથી વધારે નજીક આવી ગયા છે. રણવીર અને દીપિકાની બનેની બહેનોને પણ એકબીજા સાથે દોસ્તી થઈ ગઈ છે. રણવીર ની બહેન રીતિકા સિંહ દીપિકાની ખૂબ રિસ્પેક્ટ કરે છે અને દીપિકાની ગોલ્ફર બહેન અનીસા તેના જીજુનું ઘણું જ માને છે,હાલમાં જ ફિલ્મ સિંબાના લોંચિંગ વખતે લાઈવ ચેટ કરી હતી ટ્વિટર પર. તેમજ તેમના લગ્ન વખતે અનિસાએ લખ્યું હતું કે લવ યુ જીજુ ને રબને બના દી જોડી.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here