રજનીકાંતની ફિલ્મ ‘કાલા’ ની છે ધૂમ, જાણો ક્યા સ્ટારે આ ફિલ્મ માટે કેટલી ફી વસુલી છે, જાણીને રહી જાશી હૈરાન…

0

રજનીકાંતનું નામ જ પુરતું છે કોઈ ફિલ્મને ચલાવવા માટે. ‘કાલા’ ફિલ્મમાં માં તો તેમણે એક્ટિંગ પણ કરી છે. 7 જુન નાં રોજ રીલીઝ થયેલી આ ફિલ્મને આલોચક પણ લીલી ઝંડી આપી ચુક્યા છે. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ખુબ ધમાલ મચાવી રાખી છે.જો કે ફિલ્મ પર કાવેરી વિવાદનો મામલો પણ છવાયેલો રહ્યો હતો પણ તેના પ્રદર્શક પર તેનો કોઈ જ ફર્ક પડવાનો નથી. ફિલ્મ ‘કાલા’ એશિયાના સૌથી મોટા સ્લમ ‘ધારાવી’ નાં એક રાઉડી કારીકલન ઉર્ફ ‘કાલા’ ની કહાની જણાવે છે. રજનીકાંતની સમક્ષ નાના પાટેકર જેવા કલાકાર વિલેનની ભૂમિકા માં હોય તો મજા એંક ગણી વધી જાતી હોય છે.

અન્ય કલાકારો જેવા કે હુમા કુરેશી, ઈશ્વરી રાવ અને અંજલિ પાટીલની પણ જબરદસ્ત ભૂમિકા છે. આવો તો જાણીએ આ કલાકારોએ આ ફિલ્મ માટે આખરે કેટલી ફી લીધી છે.

1. ઈશ્વરી રાવ:દક્ષીણ ભારતની બેહતરીન અભિનેત્રી ઈશ્વરી રાવે ફિલ્મમાં કાલા એટલે કે રજનીકાંતની વાઈફ સેલ્વીનો કિરદાર નિભાવ્યો છે.જ્યારે પણ તે સ્ક્રીન પર આવે છે તાજગી ભરી દે છે. તેણે તેની પહેલા તમિલ, મલયાલમ, અને તેલુગુ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઈશ્વરીએ આ ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા ફી લીધી છે.

2. અંજલિ પાટીલ:અંજલિ પાટીલ આ ફિલ્મમાં પણ બેહતરીન એક્ટિંગ કરતી નજરમાં આવે છે. તેમણે આ ફિલ્મમાં તેજ-તર્રાર છોકરી ચારુમ્મતીની ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં તેને ‘તુફાન’ નાં નામથી બોલાવામાં આવે છે. અંજલિએ આ ફિલ્મ માટે પુરા એક કરોડની ફી લીધી છે.

3. હુમા કુરેશી:હુમા કુરેશી આ ફિલ્મમાં એનજીઓ સાથે જોડાઈને સ્લમમાં રહેનારા લોકો માટે કામ કરનારી મહિલા જરીનાનાં રોલમાં છે. તે ફિલ્મમાં ‘કાલા’ ની એક્સ ગર્લફ્રેન્ડ બનેલી છે. હુમાએ આ ફિલ્મ માટે પુરા 3.5 કરોડ રૂપિયાની ફી લીધી છે.’

4. નાના પાટેકર:નાના જો સ્ક્રીન પર હોય અને કમાલ ન બતાવે એવું તે કઈ રીતે બને. આ ફિલ્મમાં નાના પણ એક્ટિંગનાં મામલામાં રજનીકાંતને ટક્કર આપી રેહલા નજરમાં આવે છે. નાના પાટેકરે આ ફિલ્મ માટે પુરા 5 કરોડ રૂપિયાની ફી વસુલી છે.

5. રજનીકાંત:68 વર્ષની ઉમરમાં પણ રજનીકાંતનો જાદુ યથાવત છે. ‘કાલા’ ફિલ્મમાં પણ રજનીકાંત જયારે સ્ક્રીન પર આવે છે ત્યારે લોકો તાળી અને સીટી વગાડતા ખુદને રોકી નથી શકતા. જણાવી દઈએ કે રજનીકાંતે આ ફિલ્મ માટે પુરા 40 કરોડ રૂપિયાની ફી લીધી છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here