પૂરતી નીંદર ના કરવાથી થાય છે આ 5 નૂકસાન જાણીલો ને હવેથી લો પૂરતી નીંદર …વાંચો માહિતી

0

નીંદર એ આપણ ને મળેલ એક વરદાન છે, કારણ કે નીંદર એ શરીર ના અંદર ના સ્વાસ્થય માટે તેમજ બહાર ના સ્વાસ્થય માટે પણ ખૂબ સારું છે. જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણાં શરીર ના વિષયુક્ત પદાર્થો ને સાફ કરવા નું કામ થતું હોય છે. જેથી કરી ને સવારે ઉઠતાં આપણ ને એક સ્ફૂર્તિ નો અનુભવ થાય છે. નીંદર કરવી એ માત્ર શરીર ના અંદર ના અંગો માટે તો જરૂરી છે જ પણ સાથે-સાથે ચામડી માટે પણ એ એટલુ જ ફાયદાકારક છે.
એટલે જ મે કહ્યું કે નીંદર આપણાં માટે વરદાન છે. એક સારી નીંદર આપણાં મગજ ને ફ્રેશ કરવા માટે અને શરીર ના બીજા અંગો ને આરામ દેવા માટે ખૂબ જરૂરી છે. જો તમે એવું વિચારતા હો કે આંખ ને બંધ કરી દેવા થી આપણાં શરીર ના અંગો કામ કરતાં બંધ થઈ જાય છે તો એ તદન ખોટું છે. કારણ કે સૂતા પછી આપણાં શરીર ના અંદર ના ભાગો ને શુધ્ધ કરવા નું કામ નીંદર માં જ થતું હોય છે.

એક તરફ જ્યાં સારું ભોજન સ્વસ્થ જીવન માટે ખૂબ જ જરૂરી હોય છે તેમ સારી નીંદર અને પર્યાપ્ત નીંદર પણ સ્વાસ્થય માટે એટલી જ જરૂરી છે. જે આપણાં સ્વાસ્થય પર પ્રભાવ નાખે છે. આથી જે લોકો હંમેશા નાઈટ શીપ ની વાતો કરે છે તે લોકો ને કોઈ ને કોઈ સ્વાસ્થય સંબંધી સમસ્યા જરૂર રહે છે. નાઈટ શીપ કરવાવાળા ની સ્વાસ્થય સંબધી સમસ્યા નું પહેલું લક્ષણ તેના ચહેરા પર નજર આવી જાય છે. આવા લોકો ના ચહેરા પર જાત-જાત ના દાગો અને ડાર્ક સર્કલ જોવા મળે છે.

ચામડી ની સાથે ઓછી અને ખરાબ નીંદર લેવા ની અસર માનસિક સ્થિતિ પર પણ પડે છે. આ સિવાય શરીર માં દર્દ, થાક, વજન વધવું અને તનાવ જેવી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.

1. મધુ પ્રમેદ

સારી રીતે નીંદર ન લેવા માં આવે તો શરીર ને ઘણી રીતે નુકસાન થઈ શકે છે. આથી સારી નીંદર ના મળે તો શુગર થી ભરપૂર અને જંક ફૂડ ખાવા ની ઈચ્છાઓ વધી જાય છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર અને મધુ પ્રમેદ જેવી બીમારીઓ થવા ની શક્યતાઓ વધી જાય છે.

2. ઓસ્ટીયોપોરોસિસ

જો પૂરતી નીંદર ન લેવા માં આવે તો હાડકાઓ કમજોર થવા ની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત હાડકાઓ માં રહેલ મિનરલ્સ નું સંતુલન પણ બગડી જાય છે, જેના થી બીજી ઘણી સમસ્યા થઈ શકે છે. જેના કારણે સાંધા ના દુખાવા ની સમસ્યા ઉત્પન્ન થાય છે.

3. કેન્સર

ઘણી બધી શોધો ના આધારે એવું સાબિત કરવા માં આવ્યું છે કે ઓછી નીંદર કરવા થી બ્રેસ્ટ કેન્સર જેવી ખતરનાક બીમારી થવા ની શક્યતા વધી જાય છે. આ સાથે-સાથે શરીર માં કોશિકાઓ ને પણ નુકસાન થઈ શકે છે.

4. હાર્ટ એટેક

જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે આપણાં શરીર ની અંદર ની સાફ-સફાઈ થતી હોય છે, પરંતુ જો નીંદર પૂરી ના લેવા માં આવે તો શરીર ની અંદર ઘણા વિષયુક્ત પદાર્થ સાફ થતાં નથી અને તેનું પ્રમાણ વધી જાય છે. આનું પ્રમાણ વધી જવા થી બ્લડ પ્રેશર થવા ની આશંકાઓ વધી જાય છે. જેના કારણે હાર્ટ એટેક થવા ની સંભાવના રહે છે.

5. માનસિક સ્થિતિ પર અસર

ઓછી નીંદર ની સીધી અસર આપણી માનસિક સ્થિતિ પર પણ થાય છે. એટલે કે જેટલા સમય પૂરતા આપણે સુતા હોઈએ ત્યારે આપણું મગજ એક નવી જ ઉર્જા ને ભેગી કરી લે છે. પણ જો પૂરતી નીંદર ના લેવા આવે તો ઘણી માનસિક સમસ્યાઓ થઈ શકે છે. અને ઘણી વખત યાદશક્તિ ને લગતી પરેશાની થઈ શકે છે.

પૂરી નીંદર ના લેવા ના અન્ય નુકસાન

• નીંદર પૂરતી ન લેવા આવે તો ધૂંધળું દેખાવું, ડબલ દેખાવુ, અથવા ઓબ્જેક્ટ નો થોડો ભાગ જ દેખાવો જેવી સમસ્યા શરૂ થઈ શકે છે. જેના કારણે દ્રષ્ટિ ભ્રમ થવા લાગે છે.

• જો પૂરી નીંદર ન લેવા આવે તો તમારી સ્કીન પર તેની અસર થઈ શકે છે. ચહેરા પર જલ્દી ગઢપણ દેખાવા લાગે છે.

• પ્રોપર નીંદર મગજ માં રહેલ beta-amyloid નામ ના પ્રોટીન ને સાફ કરે છે. આ પ્રોટીન નો સંબંધ અલ્જાઈર સાથે હોય છે, આ માટે નીંદર પૂરી ન લેવા થી આ પ્રોસેસ બગડી જાય છે અને પછી ઘણી સમસ્યા થઈ શકે છે.

લેખન.સંકલન : માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here