પૃથ્વી, વ્રુક્ષ, સમુદ્ર પર નહિ, આ વ્યક્તિએ 20 સાલની મહેનત બાદ હવાઈ જહાજમાં બનાવ્યું પોતાના સપનાનું ઘર…..

0

ભણવું-ગણવું, નૌકરી, અમુક બચત કર્યા બાદ આપણા બધાની ઈચ્છા હોય છે કે આપણું ખુદનું એક સુંદર ઘર હોય. આ ઘરને આપણે મનમાં ને મનમાં અલગ-અલગ રીતે સજાવતા હોઈએ છીએ.આ ખ્વાબ ની ચાહત અમુકની જ પૂરી થઇ શકતી હોય છે. સાથે જ જેઓને જ્યાં પણ જગ્યા મળતી હોય છે ત્યાં બનાવી લેતા હોય છે પોતાના સપનાનું ઘર.

દરેકની ચાહત હોય છે કે તમારું પણ આવું એક ઘર હોય અને આ ઈચ્છાને પૂરું કરવા માટે લોકો પોતાની મોટી કમાણી તેમાં લગાવી દેતા હોય છે, પણ એક વ્યક્તિના મામલામાં ખુબ જ અલગ છે. આ વ્યક્તિએ પોતાના સપનાના ઘરને બનાવા માટે વર્ષો લગાવી દીધા છે. તેણે ઘર પણ એ રીતથી બનાવ્યું કે જોઇને હેરાની જરૂર લાગશે.

હવે મળો આ Bruce Campbell ને. જેના સપનાનું ઘર બનાવાનો આઈડીયો અમારી અને તમારી સોચ કરતા એકદમ અલગ છે.   

જોઈ લો આ અદ્દભુત ઘર:

Bruce Campbell એ પોતાના અનોખા આઈડીયાથી પોતાના આ ઘરને અદ્દભુત બનાવ્યો છે. જે આગળના 6 મહિનાથી હવાઈ જહાજ માં રહી રહ્યા છે અને તે જ તેનું ઘર છે. તમે કલ્પનાશીલ છો માટે તમે આ જહાજ નું નામ સાંભળીને ઉડવા લાગ્યા હશો, પણ તેવું કશું જ નથી. કેમ કે આ હવાઈ જહાજ ઉડતું નથી પણ જમીન પર જ રહે છે. બ્રુસ એક એઈરક્રાફટ એસોસીએશન સાથે જોડાયેલા છે અને આ લોકો પહેલાના હવાઈ જહાજને ઘરની શકલ આપવામાં ખુબ જ માહિર છે. તેનું આ હવાઈ જહાજ વાળું ઘર અમેરિકાના પોર્ટલેન્ડ ના એક જંગલ માં છે.

1999 માં બ્રુસે 100,000 મિલિયન ડોલરમાં Boeing 727 હવાઈ જહાજ ખરીદ્યું અને તેને જ બનાવ્યું પોતાનું આશિયાના.

આ હવાઈ જહાજને ઘર જેવું બનાવા માટે લગભગ 2 દશક જેવો સમય લાગ્યો હતો.

જેમાં બે Shower અને બે Restrooms છે. કોકપીટ Reading Room માં પરિવર્તિત કરવામાં આવ્યો છે, જ્યારે Wings થી Deck બનાવામાં આવ્યું છે. જરૂરીયાતના હિસાબે બ્રુસે હવાઈ જહાજના પુરા Square Feet એરિયા નો ઉપીયોગ કર્યો છે. બ્રુસે જણાવ્યું કે, આ જગ્યા જલ્દી ખરાબ નથી થાતી, અને તેની સાફ-સફાઈ પણ આસાનીથી કરી શકાય છે. તેમાં ઘણી એવી સ્પેસ છે, જે એક પ્લસ પોઈન્ટ છે.
જણાવી દઈએ કે બ્રુસ પહેલા એવા વ્યક્તિ નથી, કે જેણે હવાઈ જહાજ ઘરમાં બદલ્યું હોય. Malibu માં David Hertz Architects હવાઈ જહાજ ના Wings નો ઉપીયોગ કરીને ઘરની છત બનાવી હતી. આ ઘરના માલિકે એક એવી છતનો આગ્રહ કર્યો કે, જેનાથી પહાડોનું દ્રશ્ય પૂરી રીતે દેખાઈ શકે. તેને The Wing House કહેવામાં આવે છે.

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.