પ્રિયંકા પહેલા આ 7 ફેમસ અભિનેત્રીઓની સાથે રહ્યું હતું મંગેતર નિક નું લફરું, જાણો કોણ-કોણ આવે છે લિસ્ટમાં…

0

જણાવી દઈએ કે ગત શનિવારની સવારે પ્રિયંકા ચોપરાએ પોતાના થી 7 વર્ષ નાના નિક જોનસ સાથે સગાઇ કરી છે. અને સાંજે પોતાના જુહુ સ્થિત બંગલા પર પોસ્ટ એંગેજમેન્ટ પાર્ટી રાખવામાં આવી હતી જેમાં બૉલીવુડ ના ઘણા એવા જાણીતા કિરદારો શામિલ થયા હતા. જણાવી દઈએ કે પ્રિયંકા આગળના વર્ષ મૈં મહિનામાં નિક ને મળી હતી. પણ તમને જણાવી દઈએ કે પ્રિયંકા ના પહેલા નિક આ 7 ફેમસ સેલિબ્રિટી ના રિલેશનમાં રહી ચુક્યા છે.

1. માઇલી સાયરસ:પહેલી વાર નિક જોનસ અમેરિકન સિંગર માઇલી સાઈરસ ના પ્રેમમાં પડ્યા હતા. બંનેની મુલાકાત ડિજ્ની ચેનલ ના એક ઇવેન્ટમાં થઇ હતી. તે સમયે નિક 14 વર્ષના હતા, નિક અને માઇલીનું અફેયર વધુ લાંબા સમય સુધી ચાલી ન શક્યું અને અમુક જ સમયમાં બંને એકબીજાથી અલગ થઇ ગયા હતા.

2. સેલેના ગોમેજ:માઇલી સાથે અલગ થયા પછી નિક જોનસે અમેરિકન એક્ટ્રેસ અને સિંગર સેલાના ગોમેજને ડેટ કરવાનું શરૂ કરી  દીધું હતું. તે દિવસોમાં તેના અફેયરની ચર્ચા ખુબ થઇ હતી, પણ 2008 માં શરૂ થયેલું આ રિલેશનશિપ વધુ સમય સુધી ટકી ન શક્યું. બંનેનું અમુક જ સમયમાં બ્રેકઅપ થઇ ગયું.

3. લિલી કૉલિન્સ:નિક બ્રિટિશ એક્ટ્રેસ લિલી ને પણ ડેટ કરી ચુક્યા છે. લિલી અને નીકની મુલાકાત 2009 માં થઇ હતી જયારે બંનેએ  એક પ્રાઇવેટ ઇવેન્ટમાં એકસાથે કામ કર્યું હતું.

4. ડેલ્ટા ગુડરેમ:પ્રિયંકા પહેલા નિક એવા અફેર્સ માં રહી ચુક્યા છે જેમાં તેની ગર્લફ્રેન્ડની ઉંમર તેના કરતા વધુ હતી. જયારે નીકની મુલાકાત ડેલ્ટા સાથે થઇ ત્યારે નિક માત્ર 18 વર્ષના હતા જ્યારે ડેલ્ટા તેના કરતા 10 વર્ષ મોટી હતી.

5. ઓલિવિયા કલ્પો:વર્ષ 2012 માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ચુકેલી ઓલિવિયા કલ્પો ની સાથે પણ નિક રિલેશનમાં રહી ચુક્યા છે. વર્ષ 2013 માં તે ઓલિવિયા ને મળ્યા અને 2015 માં બંને અલગ થઇ ગયા.

6. કેંડલ જેનર:વર્ષ 2015 માં નિક જોનસ અમેરિકી મોડલ કેંડલ જેનરને પોતાનું દિલ આપી ચુક્યા હતા. આ બંનેના રિલેશનને લઈને ખુબ જ ચર્ચા પણ થઇ હતી.

7. કેટ હડસન:નિક અને હડસનને વર્ષ 2016 માં વેલેંટાઈન ડે પર એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. જેના પછી બંનેના અફેયરની ચર્ચા ચાલી હતી.એક ઇન્ટરવ્યૂમાં નિકે ખુદ એ વાતને કબુલ કરી હતી કે કેટની સાથે તેનું બોન્ડ ખુબ જ સારું રહ્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!