આધારકાર્ડને લઈને બદલાઈ ગયા છે આ નિયમો, તમે પણ જાણી લો, નહીં તો ભરવો પડશે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ

0

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવું બેંક ખાતું ખોલાવવાના અને સીમકાર્ડ લેવા માટે આધારકાર્ડને આઇડી પ્રૂફ તરીકે સ્વૈચ્છિક પ્રયોગ સંબંધી અધિનિયમને મંજૂરી આપી દીધી છે. બેંક ખાતું ખોલાવવા કે સીમકાર્ડ લેવા માટે આધારકાર્ડને આઇડી પ્રૂફ તરીકે ઉપયોગને લઈને સરકાર તરફથી લાવવામાં આવેલા બિલને રાજસભાથી પાસ ન થવા પર સરકાર હવે આ અધિનિયમ લઈને આવી છે.આધારકાર્ડના ખોટા ઉપયોગ પર થશે 1 કરોડ સુધીનો દંડ 

નવા અધિનિયમની મંજૂરી સાથે જ સરકાર તરફથી આધારના ખોટા ઉપયોગ કરવા સંબંધી નવા નિયમો પણ લાગુ થઇ ગયા છે. આધાર એક્ટના નિયમોના પાલન નહિ કરવા પર કંપની કે સંસ્થા પર 1 કરોડ રૂપિયા સુધીનો દંડ લગાવવામાં આવી શકે છે. આ રકમ નહિ ભરવા પર રોજના 10 લાખ રૂપિયાનો વધુ દંડ પણ લાગવાની જોગવાઈ છે. આધાર અને અન્ય કાયદાકીય સંશોધન અધિનિયમ લાગુ થયા બાદ સેવા પ્રદાન કરતી કંપનીઓ સ્વૈચ્છિક રીતે આધારને આઈડી રીકે આપનાર લોકોની મૂળભૂત બાયોમેટ્રિક્સ માહિતી અને આધાર નંબરને સ્ટોર નહિ કરી શકે. આ સિવાય આધાર નંબર નહિ આપનાર વ્યક્તિને પણ બેંક કહતું કે સીમકાર્ડ જેવી સેવાઓથી વંચિત નહિ કરી શકાય.આ નિયમ પણ લાગુ પડશે – 

– નવો અધિનિયમ લાગુ હયા બાદ આધાર ધારકની સહેમતીથી આધાર નંબરને ઓફલાઈન કે અન્ય રીતે ભૌતિક અથવા ઇલેક્ટ્રોનિક ચકાસણી કરી શકાય છે.
– સગીર આધાર ધારક 18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી તેનો આધાર નંબર રદ કરી શકે છે.– આ નવા અધિનિયમ આધાર અધિનિયમની કલમ-57 પર અસરકારક રહેશે નહીં. કલમ-57 ખાનગી કંપનીઓને આધાર ડેટાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
-ઓળખની ચકાસણી માટે આપવામાં આવેલા આધાર ડેટાના ઉપયોગ પર ત્રણ વર્ષની જેલ અને 10,000 રૂપિયાનો દંડ થશે. જો કોઈ કંપની આવા કિસ્સામાં દોષી ઠરે છે તો તેન પર એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here