પોતાની થનારી પત્નીને ક્યારેય ન કરવી આ વાતો, નહિં તો પસ્તાશો – વાંચો આર્ટિકલ

0

લગ્ન એક એવું પવિત્ર બંધન છે જેમાં બે શરીરની સાથે સાથે બંનેના મન પણ એકબીજામાં જોડાઈ ગયા હોય છે, જેમાં બંનેને એકબીજાને પ્રેમ કરવાની સાથે સાથે એકબીજાની ભાવનાઓને પણ સમજવું ખુબ જરૂરી છે. આજ કાલના બદલતા જતા ટ્રેન્ડમાં જાણે કે આ બધી ભાવનાઓ ક્યાંક ખોવાઈ ગઈ છે.

આજ કાલની યુવા જનરેશનમાં અરેંજ કરતા લવ મેરેજનું પ્રમાણ ખુબ વધવા લાગ્યું છે. પણ લવ મેરેજ હોય કે અરેંજ અમુક વાતોની બેદરકારી તમારા સંબંધને તોડી શકે છે. સાથે જ આજની યુવા જનરેશનમાં છોકરો હોય કે છકરી અમુક પર્શનલ વાતો હોવી સ્વાભાવિક છે.

લગ્ન કરવા પહેલા બંન્ને એકબીજાની નાની એવી વાતો જાણવા ઈચ્છતા હોય છે. તેઓ ઇચ્છતા હોય છે કે નવા રીશ્તાની શરૂઆત એક નવા ઈરાદા અને નવા વિચાર સાથે કરીએ જેમાં એકબીજા સાથે કાઈ પણ ખોટી બાબત કે છુપાયેલુ ન રહે. આવું વિચારીને ઘણા યુગલો પોતાની પાસ્ટ લાઈફ વિશે કે અન્ય બાબતો લગ્ન પહેલા જ ખુલાસો કરી દેતા હોય છે. જેને લીધે ઘણીવાર સંબંધ બન્યા પહેલા જ તૂટી જતા હોય છે.

કેમ કે છોકરાઓ માટે આ એક સામાન્ય હોય છે અને તે બધું ભૂલી આગળની લાઈફ શરુ કરવા માંગતા હોય છે પણ, છોકરીઓમાં આટલી સહનશક્તિ ક્યા છે. તેઓ આ વાતને લઈને જગડા શરુ કરી દેતી હોય છે અને બાદમાં સંબંધ ત્યાજ થંભી જાતો હોય છે.

માટે આજે અમે તમારા માટે અમુક ટીપ્સ લાવ્યા છીએ, ખાસ કરીને છોકરાઓ માટે. જેઓએ ક્યારેય પણ પોતાની થનારી પત્ની સાથે આ વાતોનો ખુલાસો ક્યારેય પણ ન કરવો જોઈએ.

1. તારું બોડી થોડું ફેટ છે માટે અત્યારથી જ ડાયેટ અને એકસરસાઈઝ કરીશ તો થોડી સારી દેખાઈશ. આવું કહેવાથી તમારી થનારી પત્નીનું દિલ તૂટી શકે છે.

2. કોઈપણ છોકરી બધું સહન કરી શકશે પણ પોતાની ફેમિલીની બુરાઈ સાંભળી નહિ શકે. માટે તેની સામે ક્યારેય પણ તેની ફેમીલી વિશે ખરાબ બોલવું ન જોઈએ. નહિતર તમારા રીશ્તામાં પણ ભંગ પડી શકે છે.

3.  કોઈ છોકરી ક્યારેય પણ નહિ ઈચ્છે છે કે તેનો થનારો પતી પોતાની જ સામે અન્ય છોકરીના વખાણ કરે. આવું કહેવાથી તમારા રીશ્તામાં તિરાડ આવી શકે છે.

4. લગ્ન પછી તારે આમ કરવાનું, તેમ કરવાનું, તારી કોઈ ફ્રેન્ડ ઘરે આવવી ન જોઈએ, વગેરે જેવા તથ્યો તમારા રીશ્તાને બરબાદ કરી શકે છે.

5. લગ્ન પછી આટલા બાળકો હોવા જ જોઈએ તેવી વાત ક્યારેય પણ ન કરવી જોઈએ. જે તેમાં નેગેટીવીટી ફેલાવી શકે છે.

6. લગ્ન પછી તારે મારા મમ્મીનાં આધારે જ ચાલવાનું રહેશે, આવી બાબતો લગ્ન પહેલા જ તમારા રીશ્તાને કમજોર બનાવી શકે છે.

7. લગ્ન પછી તારે મારી પસંદના જ કપડા પહેરવાના, જીન્સ તો ક્યારેય પણ નહી. આવી બાબતો થનારી પત્નીને બિલકુલ પણ પસંદ નથી આવતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.