પોલીસવાળા ને નોતી મળતી રજા, અર્જી માં લખ્યું કંઈક એવું કે માન્ય કરવી પડી રજા, ઓફિસરો થઇ ગયા શરમ થી પાણી-પાણી….

0

દરેક લોકો ને પોતાના માટે અને પોતાના પરિવારના લોકોની જરૂરિયાતો ને પૂરું કરવા માટે કામ કરવાની જરૂર રહે છે. દરેક વ્યક્તિનું પ્રોફેશન પણ અલગ હોય છે. દરેક લોકો અલગ અલગ કામોમાં માહિર હોય છે, પણ આ બધામાં એક જરૂરી હોય છે ‘રજા’.પણ આ રજા મળવી કંપનીમાં જલેબીની જેમ હોય છે જે ખુબ જ મુશ્કિલથી મળતી હોય છે. સદીઓથી ચાલતું આવી રહ્યું છે કે જયારે કોઈને રજા જોતી હોય ત્યારે તેઓ પોતાના પરિવારના કોઈ સદસ્યને ભયંકર બીમાર કરી લેતા હોય છે. અને જયારે આ ઉપાય પૂરો થઇ જાય ત્યારે તેઓ પોતાના રિશ્તેદારો ને જ મારી નાખતા હોય છે. આ તો થઇ સામાન્ય લોકોની વાત, પણ જો વાત કરીયે આપણી સુરક્ષા પર ધ્યાન રાખનારા પોલીસ કર્મીઓની જેઓને હંમેશા ડ્યુટી પર રહેવું પડતું હોય છે. એક પોલીસવાળા ને રજા મળી રહી ન હતી તો તેમણે એક એવી ચિઠ્ઠી લખી કે જેને જોઈને તેની રજા વધારી દેવામાં આવી.
પોલીસવાળા ને મળતી ન હતી રજા:

જણાવી દઈએ કે જયારે કોઈ પોલીસવાળાને રજાની જરૂર પડે છે તો એવામાં તેઓ રજા લેવા માટે રજાની અર્જી આપે છે. પણ મોટાભાગના મામલામાં તેઓની આ અર્જી ને નકારી દેવામાં આવતી હોય છે. મોટાભાગના મામલામાં પોલીસ કર્મીઓ દ્વારા આપવામાં આવેલી અરજી ને નકારી દેવાને લીધે હાલના દિવસોમા જ એક પોલીસ કર્મચારીએ પોતાની રજાની અર્જી ને મનાવવા માટે એક એવું કારણ આપ્યું હતું જેને લીધે તેના સિનિયર પણ તેને રજા આપવા માટે ખુદને રોકી ન શક્યા. જો કે આ પોલીસકર્મી દ્વારા રજા માગવાના ઇરાદાને જોઈને તમે પણ હસી હસી ને બઠ્ઠા વળી જશો..
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લા ના કોતવાલી થાણે ની છે. જ્યાના કોન્સ્ટેબલ સોમ સિંહ પોતાના કામથી એટલા બધા પરેશાન થઇ ગયા હતા કે તે પોતાના પરિવારના લોકોને અમુક સમય આપવા માગતા હતા. પરિવારના લોકો સાથે સમય વિતાવાની ચાહતને લઈને તેમણે રજા માટે અર્જી આપવાનું નક્કી કર્યું. સોમ સિંહ ને 23 થી લઈને 30 સુધી રજા જોઈતી હતી. પણ આટલા બધા દિવસોની રજા માટે તેને કોઈ ખાસ કારણની જરૂર હતી. અને તેના માટે તેમણે પોતાની અર્જી માં એવું કારણ લખ્યું કે ચીફ ઓફિસર પણ તેને ના ન કહી શક્યા.તેમણે પોતાના રજાની અર્જી માં લખ્યું કે હવે તે પોતાના પરિવારનો વંશવેલો આગળ વધારવા માગે છે પણ તેને ઘણા સમયથી રજા નથી મળી રહી. હવે તે એક મહિનાની રજા ઈચ્છે છે કેમ કે પરિવારને આગળ વધારવા માટેની યોગ્ય ઉંમર આ જ છે અને તેની પત્ની પણ તેને ખુબ જ યાદ કરે છે. આ વાતથી અધિકારીઓએ સોમ સિંહ ને 30 નહીં પણ પુરા 45 દિવસની રજા મંજુર કરી નાખી અને હવે તે પોતાના પરિવાર પાસે પહોંચી ગયા છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ અર્જી:

સોશિયલ મીડિયા પર તેની આ અર્જી ખુબ વાઇરલ થઇ છે અને લોકો તેની હિમ્મતને સલામ કરી રહ્યા છે, તો ઘણા લોકો તેનો મજાક પણ બનાવી રહ્યા છે. જો કે વાઇરલ થઇ રહેલી આ તસ્વીર ની પુષ્ટિ કોઈ દ્વારા કરવામાં આવી નથી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here