પીએમ મોદીની સુરક્ષા માટેના બોડીગાર્ડસ પાસે રહેલી બ્રીફકેસનો છે આ રાઝ, જાણો પૂરું સત્ય..કઈંક નવું જાણવા મળશે

0

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ કાર્યક્રમ અને વિદેશી સફર માટે જાય છે તો તમે જોયું હશે કે તેની સુરક્ષા માટે સતત કાર્યરત રહેલા બોડીગાર્ડસનાં હાથમાં એક બ્રિફકેસ રહેલી હોય છે. તે બ્રિફકેસ તેના બોડીગાર્ડસનાં હાથમાં હંમેશા રહે છે. તમે કદાચ જરૂર વિચાર કર્યો હશે કે તેન પાસે આ બ્રિફકેસ શા માટે રાખ્યું હશે. તે હંમેશા પીએમ મોદીની સાથે જ શા માટે હોય છે.

કદાચ તમને એ પણ ખબર હશે કે પીએમ મોદીની સુરક્ષા માટેની જવાબદારી SPG ની હોય છે. SPG કમાંડો માત્ર  દેશના પીએમની સુરક્ષા જ નથી કરતા પણ તેના પરિવારના લોકોની પણ રક્ષા કરે છે. તમે જોયું હશે કે આ SPG કમાંડોની સાથે હંમેશા એક બ્રિફકેસ જોવામાં આવે છે. આ બ્રીફ્કેશ ખુબજ ખાસ હોય છે.

પીએમ મોદીની સુરક્ષા કરે છે આ બ્રીફકેસ:

પીએમ મોદીની દેશના કોઈપણ જગ્યામાં રૈલી હોય કે પછી અન્ય કાર્યક્રમ હોય, તેની સુરક્ષા ની પૂરી જવાબદારી SPGની જોય છે. આ સુરક્ષાને લઈએ SPG કમાંડો ખુબજ સતર્ક રહેતા હોય છે. જયારે પણ એવું કાઈક થાય તો SPG ની પાસે હંમેશા એક બ્રિફકેસ રહે છે. આ બ્રીફકેસમાં એવી એક ખાસ વસ્તુ હોય છે જે ત્યારેજ ઉપયોગમાં લેવામાં આવે છે જયારે કોઈ પ્રધાનમંત્રી પર હુમલો કરે.

બ્રીફ્કેસમાની આ વસ્તુ હુમલા સમયે ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવેલી છે. આ વસ્તુ મોદીની રક્ષા કરવા માટે ખુબજ જરૂરી સાબિત થઈ છે. જો કે મોદીની સુરક્ષા માટે ઘણા એવા તરીકાઓને ઉપયોગમાં લેવામાં આવતા હોય છે.

તમને વધારે જાણકારી નહિ હોય કે પીએમની સુરક્ષા માટે કેવા કેવા રસ્તાઓ અને તરીકાઓ અપનાવાતા હોય છે. પીએમ મોદીની સુરક્ષા માટેના બ્રીફ્કેસનો રાઝ પણ ખુબ મુશીક્લ થી માલુમ પડયો છે. એવું એટલા માટે કરવામાં આવ્યું છે કેમકે તેઓ મોદીની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારનો ખતરો ઉઠાવવા માંગતા નથી. આજ કારણ છે કે તેઓ મોદીની સુરક્ષા ને લઈને જે કાઈ જાણકારી છે તેને બહાર પાડવા માંગતા નથી.

આ કારણ છે કે બોડીગાર્ડ પોતાની સાથે બ્રિફકેસ લઈને ચાલે છે.


અમે આજે તમને એ બ્રિફકેસમાં છુપાયેલો રાઝ બતાવવા જઈ રહ્યા છીએ. જણાવી દયીએ કે આ બ્રિફકેસ કોઈ સામન્ય બ્રિફકેસ નથી. અમે એવું કહીએ આ બ્રિફકેસમાં મોદીનું જીવન રહેલું છે તો તેમાં કાઈ ખોટું નથી. આ બ્રિફકેસમાં મોદીની રક્ષા માટે એક ખાસ પ્રકારની પિસ્ટલ રહેલી હોય છે. પીએમ પર કોઈ પણ પ્રકારનો હુમલો થાય તો આવી સ્થિતિમા બોડીગાર્ડ બ્રીફ્કેસ માંથી ગન બહાર કાઢીને પીએમને બચાવી શકે છે અને સાથે જ હમલા કરવાવાળા પર ગન ચલાવી પણ શકે છે.

દેખાવમાં આ બ્રિફકેસ તદ્દન નાનું છે પણ તેમાં મોદીનું પૂરું જીવન વસેલું છે. જે મોદીને કોઈ પણ પ્રકારના ગોળીબાર નાં સમયે બચાવી શકે છે. સાથે જ આ નાના એવા બ્રીફ્કેસની બીજી ખાસિયત એ છે કે, તે આપતિના સમયે એટલું મોટું બની જાય છે કે તેનાથી મોદી પુરા ઢંકાઈ શકે છે અને બચી શકે છે. આ બ્રિફકેસ બુલેટપ્રૂફ છે માટે કોઈ પણ ગોળીની અસર તેના પર થઈ શકતી નથી. આ કારણથી આ નાનું બ્રિફકેસ પીએમ માટે એક સુરક્ષા કવચ સાબિત થયું છે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.