પ્લાસ્ટિક બોટલ ખરીદીને પાણી પીનારા થઇ જાવ સાવધાન, આવી રીતે કરી શકે છે તમને બીમાર…જરૂરી માહિતી વાંચો અને શેર કરો

0

ભારત સહીત દુનિયાના વિભિન્ન દેશોમાં બોટલ બંધ પેયજલ બનાવનારી કંપનીઓ લગભગ 150 અરબ ડોલરનો વાર્ષિક વ્યાપાર હોવા છતાં તેમાં પ્લાસ્ટિકની સાથે-સાથે સુક્ષ્મ કણ અને મનુષ્ય માટે અન્ય હાનીકારક તત્વ મોજુદ રહે છે. અમેરિકાની એક ગૈર લાભકારી સંસ્થા ઓર્બ મીડિયાની રીપોર્ટમાં ખુલાસો થયો કે તેમાં પોલીપ્રોપિલીન, નાયલોન અને પોલીથીલીન ટેરેફ્થેલેટ જેવા તત્વો મોજુદ રહે છે.

શોધમાં જણાવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એક દિવસમાં એક લીટર બોટલ બંદ પાણી પીવે છે તે પ્રતિવર્ષ પ્લાસ્ટિકના દસ હજાર સુધી સુક્ષ્મ કણ ગ્રહણ કરે છે. શોધના સમયે 93 ફીસદી નમૂનાઓમાં પ્લાસ્ટિક મળી આવ્યું.

બજારમાં 147 અરબ ડોલર પ્રતિ વર્ષના વ્યાપારની સાથે આ દુનિયામાં સૌથી તેજીમાં વધતું પેય ઉત્પાદક ઉદ્યોગ છે. શોધકર્તા અત્યાર સુધી જો કે માનવ શરીર પર પડતા તેના દુષ્પ્રભાવો વીશે સુનિશ્ચિત નથી.

પાંચ મહાદ્વીપોમાં ભારત, બ્રાઝીલ, ચીન, ઇન્ડોનેશિયા, કેન્યા, લેબનાન, મેક્સિકો, થાઇલૈન્ડ અને અમેરિકાથી 19 સ્થાનોના નમુના એકત્રિત કરવામાં આવ્યા.

બોટલ બંધ પાણીમાં પ્લાસ્ટિકના અદ્રશ્ય કણોને જોવા માટે શોધ દલના વિશેષ ડાઈ અને નીલી રોશનીઓ ઉપીયોગ કરે છે.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.