Paytmએ લોન્ચ કરી જબરદસ્ત ફાયદાકારક સુવિધા, 1 મહિનો મફતમાં વાપરો 60 હજાર રૂપિયા, જાણો

0

જો તમે પણ Paytm વૉલેટ વાપરતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે. Paytmએ પોતાના ગ્રાહકો માટે નવા વર્ષની ભેટ તરીકે પોસ્ટપેઈડ સર્વિસ શરુ કરી છે. Paytm પોસ્ટપેઈડ સર્વિસ અંતર્ગત વૉલેટમાં પૈસા નહિ હોવા પર પણ ગ્રાહક 60,000 રૂપિયા સુધી ખર્ચ કરી શકશે.

તો આવો જાણીએ Paytmની પોસ્ટપેઈડ સર્વિસની શરતો:

સૌથી પહેલા આપને જણાવી દઈએ કે Paytm પોસ્ટપેઈડ સર્વિસ હાલ અમુક પસંદગીના ગ્રાહકો માટે જ છે. આ સુવિધા અંતર્ગત અમુક જ ગ્રાહકો Paytm મોબાઈલ વૉલેટથી 60,000 રૂપિયા સુધીની ખરીદી કરી શકશે અને બીજા મહિને પોતાના પૈસા ચૂકવી શકશે.

Paytm પોસ્ટપેઈડ સર્વિસ કટોકટીના સમયે ખરીદી કરવા માટે ખૂબ જ સરસ છે, કારણકે પૈસા ન હોવાની સ્થિતિમાં શોપિંગ કરી શકાશે. Paytmની આ સેવા અંતર્ગત ગ્રાહક મોબાઈલ રિચાર્જ અને ફિલ્મની ટિકિટ સહિતની ઘણી સેવાઓનો લાભ ઉઠાવી શકશે. એના સિવાય Paytm મોલથી પણ ખરીદી કરી શકાશે.

આ સેવા અંતર્ગત Paytmના ગ્રાહકોને દરમહિનાની પહેલી તારીખે બિલ મોકલાશે. મહિનાની 7 તારીખ સુધી બિલ ભરવા પર તેના પર કોઈ પણ જાતના ટેક્સ લાગશે નહિ. પેમેન્ટ ડિફોલ્ટના કેસમાં એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે.

Paytmની પોસ્ટપેઈડ સર્વિસને એક્ટિવ કરવા માટે સૌથી પહેલા આપની Paytm એપમાં જાઓ. ત્યારબાદ તેમાં Paytm પોસ્ટપેઈડનો વિકલ્પ જોવા મળશે જેના પાર ક્લિક કરીને આ સુવિધા એક્ટિ કરાવી શકાશે.

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here