પત્નીની યાદમાં સ્કુટર સોનાથી મઢાવ્યુ,જાણો આ GOLDEN BABA વિશે – વાંચો આર્ટિકલ

માણસને શોખ પણ ક્યારેક એવા હોય છે જેને પુરા કરવા માટે તે સતત ચર્ચામાં જ રહેતા હોય છે. તેમના શોખને કારણે આખો મહોલ્લો કે આખુ  શહેર ક્યારેક તેમને ખાસ હુલામણ નામે બોલાવતા હોય છે આવો જ એક શાનદાર શોખ ધરાવનાર વ્યક્તિ છે ઇંદોર વતની ઉસ્તાદ માનસિંહ.

ઉસ્તાદ તેમના શાનદાર શોખને કારણે આખા ઇંદોરમાં જાણીતા બન્યા છે. તેમનો શોખ છે સોનાના ઘરેણા પહેરવા. બોલીવુડના બપ્પી લહેરી જેવા તેમના શોખને કારણે તેઓ આખા ઇંદોરમા ચર્ચાનો વિષય બનેલા છે. જે વિસ્તારમાંથી ઉસ્તાદ માનસિંહ પસાર થાય છે તે વિસ્તારમાંથી પસાર થાય છે તે વિસ્તારના લોકો ગોલ્ડન બાબાના હુલામણા નામે બોલાવે છે. હાથની દરેક આંગળીઓમાં સોનાની વીંટી, ગળામાં રૂદ્રાક્ષની માળા ગળામાં વજનદાર સોનાનો ચેન ધારણ કરી તે જ્યારે રસ્તાઓ પરથી કે કોઇ ગલીઓમાંથી પસાર થાય છે ત્યારે લોકો તેમને જોવા ઉમટી પડે છે.

ઇંદોરના આ શખ્સે પોતાના આ શોખને પોતના શરીરની સાથે પોતાના સ્કુટર પણ ઉતાર્યો છે. ઉસ્તાદે પોતાનુ વાહન પણ સાના જડિત કરાવ્યુ છે. એમને આ અંગે પુછતા તેમણે જણાવ્યુ કે આ સ્કુટરને આખુ સોના અને જડિત કરવા પાછળનું કારણ છે તેમની પત્નીની યાદ. ઉસ્તાદે પોતાની પત્નીની યાદમાં આખું વાહન સોને મઢીત કરાવ્યુ છે. આ ગોલ્ડન બાબા પોતના શોખને કારણે ઇંદોરમાં ખુબ જ જાણીતા બનેલા છે. લોકો પણ તેમના આ શોખને જોવા ઉમટી પડે છે અને ગોલ્ડન સ્કુટર પર સવાર થયેલા ગોલ્ડન બાબાને જોઇ લોકો પણ બોલી ઉઠે છે… “આ શોખ છે શાનદાર”

News Source

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!