પતિ હોય તો શિલ્પા શેટ્ટીનાં પતી રાજ કુન્દ્રા જેવો, ગીફ્ટ કરી એવી-એવી ચીજો કે જાણીને હોંશ ઉડી જશે…

0

શિલ્પા શેટ્ટીનાં ચેહરા પરની ચમકનો રાજ માત્ર યોગા જ નહીં પણ તેની તેના પતી સાથેની ખુશહાલ જિંદગી પણ છે. જેવું કે બધા જાણે જ છે કે શિલ્પાએ એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે જેનો બીઝનેસ લંડન બેસ્ડ છે અને તેનું નામ રાજ કુન્દ્રા છે. રાજ કુન્દ્રા પણ હંમેશા પોતાની પત્નીને ખુશ રાખવામાં લાગી રહે છે. અને તેને લીધે જ તેને ઘણા એવા મોટા મોટા ગીફ્ટસ મળે છે. શિલ્પા પોતાની મેરીડ લાઈફ ખુબ સારી રીતે એન્જોય કરી રહી છે. રાજ પોતાની પત્ની શિલ્પાને હંમેશા ખુશ રાખવા માગે છે અને લગ્ઝરી લાઈફ આપવા માગે છે માટે જ તેણે પોતાની વેડિંગ એનીવર્સરી પર બુર્જ ખલીફામાં ફ્લેટ અપાવ્યો હતો. બુર્જ ખલીફા દુનિયાની સૌથી મોટી ઈમારત છે અને તેઓએ તેમાં 19 માં માળ પર આ ફ્લેટ ખરીદ્યો છે.     સાથે જ તેણે 50 લાખનો લહેન્ગો પોતાની એનીવર્સરી પર શિલ્પાને ગીફ્ટ કર્યો હતો. અને ડાઈમંડ રીંગ પણ આપી હતી જે 20 કેરેટની હતી અને તેની પ્રાઈઝ 3 કરોડ હતી. જો કે એક ઈન્ટરવ્યું દરમિયાન શિલ્પાએ જણાવ્યું કે તે બુર્જ ખલીફા વાળી પ્રોપર્ટી વહેંચી ચુકી છે. શિલ્પાની ખ્વાઈશ હતી કે તેનો પણ એક આલીશાન ફ્લેટ હોય આ જ ઈચ્છા પૂરી કરવા માટે રાજ કુન્દ્રાએ તેને એક બંગલો ગીફ્ટ કર્યો હતો, જેનું નામ ‘કિનારા’ છે. શિલ્પા પોતાનો મોટાભાગનો સમય અહી જ પસાર કરે છે.માત્ર દુબઈ અને મુંબઈ જ નહી પણ સુપરનોવા માં જે એક નોએડા સોસાઈટી છે ત્યાં 80 માળની ઈમારતમાં પણ એક ફ્લેટ અપાવ્યો હતો જે 300 વર્ગ ફૂટ છે.
એક ઘર શિલ્પાના નામ પર ઇંગ્લેન્ડમાં પણ છે જેમાં 7 રૂમ છે, અને આ ઘર ખુબ જ આલીશાન છે. જેનું નામ ‘રાજ મહલ’ છે.
રાજ કુન્દ્રાએ રાજ મહલ સિવાય પણ લંડનમાં એક લગ્ઝરી હાઉસ ખરીદ્યું છે જેની કિંમત 7 કરોડ છે. આ ઘર સેન્ટ્રલ લંડન માં છે. રાજ મોંઘી કાર્સ નાં ખુબ જ શોખીન છે તેણે BMW અને લમ્બોર્ગીની જેવી કારો પણ શિલ્પાને ગીફ્ટ કરેલી છે. જ્યારે રાજ કુન્દ્રાએ શિલ્પાને લમ્બોર્ગીની કાર ગીફ્ટ કરી હતી ત્યારે તે ખુબ જ ચર્ચામાં આવી હતી કેમ કે ત્યારે તે કાર ભારતમાં લોન્ચ પણ થઇ ન હતી.

Author: GujjuRocks Team

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!