જે પાક્કા કેળાને આપણે સડેલાં સમજીને ફેંકી દઈએ છીએ, તે જ બચાવે છે કેન્સર જેવી બીમારીથી ….વાંચો કઈ રીતે

0

ખૂબ જ પાકી ગયેલા કેળાની છાલ પર કાળા ચકામાં બની જાય છે. ને આપણે એને બગડેલા સમજીને ફેંકી દઈએ છીએ. પરંતુ એ કાળા ચકામામાં એવો પદાર્થ બને છે જે કેંસરની કોશિકાઓને આગળ ફેલાતી અટકાવી શકે છે.

જ્યારે કેળાં વધારે પ્રમાણમાં પાકી જાય છે ત્યારે તેની છાલ કાળી અથવા ભૂરી બની જતી હોય છે. અને અંદર રહેલ કેળાનો ભાગ પણ એકદમ ઢીલો પડી જતો હોય છે. જેના કારણે તે ખરાબ થઈ ગયું એમ સમજી તેને ફેંકી દઈએ છીએ.પરંતુ વધારે પ્રમાણમાં પાકી ગયેલું કેળું આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તો ચાલો આજે આપણે તેના ફાયદાઓ વિષે વિસ્તાર પૂર્વક જોઈએ.

સેલને ડેમેજ થતા અટકાવે છે :

વધારે પ્રમાણમાં પાકી ગયેલા કેળામાં ખૂબ જ વધારે માત્રામાં એન્ટિઓક્સિડેંટ મળી રહે છે. જે કોશિકાઓને ડેમેજ થતી અટકાવે છે. જેના કારણે ઘણી બધી બીમારીથી વ્યક્તિ બચી શકે છે.

પેટની બળતરામાં રાહત :

વધારે પાકી ગયેલું કેળું પેટની અંદર એક પ્રકારનું સુરક્ષા કવચ બનાવે છે. જેના કારણે હાનિકારક એસીટોનની અસર નથી થતી. જેના કારણે પેટમાં બળતરા થતી જ નથી. ને જો એ પ્રોબ્લ્મ હોય તો એમાં રાહત જરૂર રાહે છે.

કેન્સર સામે લડવામાં ઉપયોગી :

ખૂબ જ પાકેલાં કેળાની છાલ કાળાશ પડતી બની જાય છે. જેના કારણે તેમાં એવો પદાર્થ બને છે જે કેન્સર સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. એ પદાર્થને ટયૂમર નેક્રોસીસ ફેક્ટર કહેવામા આવે છે.

પચવામાં સરળ :

ખૂબ પાકી ગયેલ કેળામાં રહેલા સ્ટાર્ચ અને કાર્બોહાઇટ્રેડ સુગરા ફ્રીમાં ફેરવાઇ જાય છે. જેના કારણે તે પચવામાં એકદમ સરળ બની જાય છે. જ્યારે એકદમ તાજા કેળામાં સ્ટાર્ચની માત્રા ખૂબ વધારે હોવાથી તે પચવામાં ભારે થઈ પડે છે.

હૃદય માટે બેસ્ટ :

કેળામાં પોટેશિયમની માત્રા ભરપૂર હોવાથી એવામાં જો ખૂબ પાકી ગયેલું કેળું ખાવામાં આવે તો તે શરીરમાં જમા કોલેસ્ટ્રોલની માત્રાને બરાબર લેવલમાં લાવવાનું કામ કરે છે. જેના કારણે કેળું વ્યક્તિને હૃદયની બીમારીથી બચાવીને જ રાખે છે. કેળામાં રહેલ કોપર અને આયર્ન હિમોગ્લોબીનની માત્રા પણ વધારે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here