પાકિસ્તાનને ભારતએ આપ્યો મુંહતોડ જવાબ, સીમા ઉલ્લંઘન કરવાવાળા F16 ને ઠાર કર્યું

0

ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ હવે પાકિસ્તાનના બે જેટ્સ ભારતીય વાયુસીમમાં ઘુસી આવ્યા હતા. કાશ્મીરના રાજૌરી સેક્ટરના નૌશેરા વિસ્તારમાં પકિસ્તાની વિમાનોએ ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું છે. પરંતુ વાયુસેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાની જેટ્સ પાછાં જતા રહયા હતા.

મળેલી જાણકારી અનુસાર, પાકિસ્તાની જેટ વિમાનોએ નૌશેરા અને પુંછમાં પણ બૉમ્બ દાગયા છે પરંતુ તેનાથી કોઈ જ પ્રકારની હાનિ થઇ છે કે નહિ એ વિશે હાલ કઈ જ કહી શકાય એમ નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતે મંગળવારે જે એરસ્ટ્રાઇક કરી હતી તેના જવાબમાં પાકિસ્તાને પોતાના જેટ્સ સીમા પાર મોકલ્યા હતા.

મળેલી જાણકારી અનુસાર, ભારતીય વાયુસેનાએ કાર્યવાહી દરમ્યાન પાકિસ્તાનના F-16 ફાઈટર જેટને નૌશેરા સેક્ટરમાં તોડી પડ્યું છે. એક પેરાશૂટને નીચે ઉતરતું જોવામાં આવ્યું છે પરંતુ તેના પાયલોટની સ્થિતિ વિશે કોઈ જાણકારી મળી નથી.

પાકિસ્તાની આર્મીના સ્પોક્સ પર્સન મેજર જનરલ ગફુરે ટ્વિટ કરી હતી કે ભારતીય વાયુસેનાના બે વિમાનો પાકિસ્તાની વાયુસેના દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને એક ભારતીય પાયલોટને પકડવામાં આવ્યો છે.

પરંતુ ભારત તરફથી તેમના આ દાવાને નકારી કાઢવામાં આવ્યું છે અને ભારતીય વાયુસેનાના કોઈ વિમાન સાથે આવી કોઈ ઘટના ઘટી હોવાની વાત નકારી કાઢી છે.

પાકિસ્તાને મંગળવારે જ ચેતવણી આપતા કહ્યું હતું કે ભારત જવાબી કાર્યવાહી માટે તૈયાર રહે. શ્રીનગર એરપોર્ટ પરની બધી જ ઉંડાણો પર રોક લગાવી દેવામાં આવી છે. લેહ, જમ્મુ, શ્રીનગર અને પઠાનકોટ એરપોર્ટ હાઇએલર્ટ પર છે. આ વચ્ચે જ એક ખબર પણ મળી રહી છે કે બડગામ ભારતીય વાયુસેનાનું મિગ-21 લડાકુ વિમાન ટેક્નિકલ ખામીના કારણ ક્રેશ થઇ ગયું છે. વિમાનના બંને પાયલોટ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. ઓ કે હજુ સુધી તેની સત્તાવાર જાણકારી નથી મળી.

 

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here