પૈસા આપીને અહીં ખરીદી શકો છો તમારી મનપસંદ દુલ્હન, લાગે છે અહીં દુલ્હનોની બજાર, જાણો વિગતે….

0

લગ્ન દરેક વ્યક્તિ માટે ખુબ જ ખાસ મૌકો માનવામાં આવે છે. આજ કારણ છે કે દરેક વ્યક્તિ એ વિચારે છે કે તેનો આ ખાસ મૌકો વધુ ખાસ બની શકે. તેના માટે તેઓ ઘણા મહિનાઓ પહેલા તૈયારીઓ કરવા લાગતા હોય છે. અમુક લોકો તો પોતાના લગ્નને લઈને ખુબ ઉત્સાહી હોય છે. પોતાના લગ્નને લઈને ઉત્સાહી થનારા વાળા માં છોકરીઓ સૌથી આગળ હોય છે. આજે દુનિયામાં તરક્કી અને ટેકનિકી વિકાસ થઇ રહ્યો છે. આજે દરેક ક્ષેત્રમાં યુવતીઓ યુવકોની તુલનામાં બરાબરી માં ઉભી છે, પણ આજે પણ મહિલાઓની સ્થિતિ શું છે, તે કોઈથી છુપાયેલી નથી.અમુક જગ્યાઓ પર મહિલાઓ છે એક વસ્તુ:
આજે ભલે અમુક દેશો માં મહિલાઓને અમુક સારા અધિકારો આપવામાં આવ્યા હોય, પણ દુનિયાના અમુક દેશો એવા પણ છે, જ્યા મહિલાઓની આજે પણ બોલી લગાવામાં આવે છે. આવી ચીજો જોયા પછી એવું જ લાગે છે કે જાણે આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ. એવું તો પહેલાના સમયમાં હતું, જયારે મહિલાઓ અને પુરુષો ને વહેંચી કે ખરીદવામા આવતા હતા. છતાં આજે પણ અમુક જગ્યાઓ પર એવું જોવામાં આવ્યું છે કે, મહિલાઓ કોઈ વસ્તુ થી વધુ કઈ નથી.

ચાર વર્ષ માં એકવાર સજે છે અહીં દુલ્હનની બજાર:સામાન્ય રીતે આપણે બજાર તે જ સમયમાં જઈએ છીએ, જયારે આપણે કોઈ જરૂરી ચીજ ખરીદવી હોય. પણ શું તમે ક્યારેય એ વાતની કલ્પના કરી છે કે તમને દુલ્હનની જરૂર હોય અને તે પણ તમને બજાર માં મળી જાય. જો તમે બુલ્ગારિયા માં જશો તો ત્યાં આવું કરી શકો છો. તમને જણાવી દઈએ કે અહીં ના સ્તાંરા જાગોર નામની જગ્યા પર દરેક ચાર વર્ષમાં દુલ્હનોનું બજાર શણગારવામાં આવે છે. અહીં આવીને કોઈપણ વ્યક્તિ પોતાની પસંદની યુવતીને ખરીદીને તેને દુલ્હન બનાવી શકે છે.

આપવી પડે છે છોકરીના પરિવારના લોકોને રકમ:તમને જણાવી દઈએ કે આ મેળો તે ગરીબ પરિવાર દ્વારા લગાવામાં આવે છે જેની આર્થિક સ્થિતિ સારી નથી હોતી. આ લોકો પોતાની દીકરીના લગ્નનો ખર્ચો નથી ઉઠાવી શકતા. બજારમાં છોકરીઓને દુલ્હનની જેમ સજાવીને લાવવામાં આવે છે. અહીં લગભગ દરેક ઉંમરની મહિલાઓની વહેંચણી કરવામાં આવે છે. અહીં દુલ્હન ખરીદવા માટે છોકરાની સાથે તેના પરિવારના લોકો પણ આવી પહોંચે છે. પહેલા છોકરો પોતાની પસંદની છોકરીનો ચુનાવ કરે છે, અને પછી તેની સાથે વાતચીત કરે છે. છોકરી પસંદ આવ્યા પછી તેને દુલ્હનના રૂપમાં સ્વીકાર કરી લેવામાં આવે છે અને તેના પરિવારના લોકોને અમુક રકમ પણ આપવામાં આવે છે.

આ પરંપરા પર નથી કોઈ કાનૂની રોક-ટોક:દુલ્હનની લે-વહેંચ કરવાનું આ ચલણ સદીઓથી ચાલી રહ્યું છે અને તેના પર કોઈ જ કાનૂની રોક-ટોક નથી. તમને જણાવી દઈએ કે દુલ્હનોનું આ બજાર બુલ્ગારિયા ના ઇલાકદઝી સમુદાયના લોકો દ્વારા લગાવામાં આવે છે. આ સમુદાયના લોકો સિવાય કોઈ બહારના વ્યક્તિ દુલ્હનને ખરીદી ન શકે. બજારમાં છોકરીની સાથે તેના પરિવારના લોકો પણ આવે છે. ભારતમાં છોકરા ના પરિવારના લોકો દહેજ લે છે પણ અહીં પરંપરા ઉલટી છે. અહીં છોકરી ના પરિવારના લોકો દહેજ ના રૂપમાં રકમ લે છે, સાથે જ આ બજારમાં છોકરાને પસંદ માં આવેલી યુવતી ને જ તેના પરિવારના લોકોએ વહુ ના રૂપમાં સ્વીકરા કરવી જ પડે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!