હવે વીજળીની ચિંતા છોડો અને ઘરમાં લગાવો આ વૃક્ષ, મફતમાં મેળવો ભરપૂર વીજળી – વાંચો માહિતી

0

હવે તમે વૃક્ષોમાંથી પણ વીજળી ઉત્પન્ન કરી શકો છો અને વીજળીના બિલની ઝંઝટથી છુટકારો મેળવી શકો છો. હવે તમે ઘરોમાં આ ખાસ નાના વૃક્ષોને વાવીને વીજળી ઉત્પન્ન કરી શકો છો. આ ખાસ વૃક્ષને સોલાર ટ્રીનું નામ આપવામાં આવ્યું છે. નાની સોલર પેનલોને નાના વૃક્ષ-છોડનો આકાર આપવામાં આવ્યો છે. જેનાથી તમે ઘરોમાં ગમે ત્યાં અનુકૂળ રીતે મૂકીને વીજળી મેળવી શકો છે.

સોલાર ટ્રી પર સેન્સર અને સીસીટીવી કેમેરા લગાવવાની પણ વ્યવસ્થા

મોટી સોલાર પેનલો નાના ઘરો, શાળાઓ અને કંપનીઓમાં ઓછી જગ્યાને લીધે સરળતાથી લગાવી શકાતું ન હતું. એવામાં વિજ્ઞાન મંત્રાલય હેઠળ અંતર્ગત આવતી દુર્ગાપુરની સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (સીએમઇઆરઆઇ)ના વૈજ્ઞાનિકોએ આ ઉકેલ આપ્યો છે. તેમણે વીજળી આપતા આ વૃક્ષનું સર્જન કર્યું છે. તેમણે એલપીયુમાં યોજાયેલ 106મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં આ શોધને સોલાર ટ્રી તરીકે પણ પ્રદર્શિત કર્યું છે.

એક કિલોવૉટના સૌથી નાના સોલાર ટ્રી પર લાગી શકે છે પાંચ પેનલ

સીએમઇઆરઆઇના પબ્લિક રિલેશન્સ એક્ઝિક્યુટિવ પી.એન. પાઠકે જણાવ્યું હતું કે એક મીટર ચોરસ વિસ્તારમાં સોલાર વૃક્ષ આવી શકાય છે. આ તકનીકની શોધ જ એટલા માટે કરવામાં આવી છે કે જેથી લોકો ઓછી જગ્યામાં પણ તેનો લાભ લઈ શકે. એક કિલોવોટ સોલર વૃક્ષની ઊંચાઇ લગભગ છ ફૂટ છે અને તેમાં 4 થી 5 પેનલ્સ લગાવી શકાય છે. સોલાર ટ્રીની લંબાઇ પેનલ્સની સંખ્યા પ્રમાણે વધારી પણ શકાય છે. 10 કિલોવૉટની સૌથી મોટી પેનલની ઊંચાઈ 20 ફુટ જેટલી છે, જેમાં 40 થી 50 પેનલ્સ લગાવી શકાય છે. આવા ત્રણ પેનલ્સ લુધિયાણામાં લગાવવાંમાં આવ્યા છે.

આ રીતે કામ કરશે સોલાર ટ્રી

એક કિલોવૉટના સોલર ટ્રીથી એક ઘર અને એક આખી પ્રાથમિક શાળાને વીજળી આપી શકાય છે, એટલે કે, તેનાથી ચારથી પાંચ રૂમની લાઇટ અને પંખાઓ ચલાવી શકાય છે. આ ઉપરાંત ખેડૂતો તેમના પંપો પણ ચલાવી શકે છે. આ પેનલ્સ એવી રીતે લગાવવામાં આવી છે કે જેનાથી સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી દરેક ખૂણા પર પ્રકાશની કિરણો પડતી રહેશે જેથી તેનું કામ સૂરજની કિરણો હશે ત્યાં સુધી અટકશે નહિ. આ સિવાય તેનાથી સ્ટ્રીટ લાઇટ્સને પણ વીજળી પૂરી પાડી શકાય છે.

સેન્સર અને સીસીટીવી લગાવવાની પણ વ્યવસ્થા

સોલાર ટ્રી પર સેન્સર લગાવીને સૂરજની કિરણોના હિસાબથી એડજસ્ટ કરીને રાતે પણ સ્ટ્રીટ લાઇટ્સને વીજળી પૂરી પાડી શકાશે. ત્યારે સોલાર ટ્રી પર સીસીટીવી પણ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી વીજળી વગર પણ એક રૂમથી કેમેરો હેન્ડલ કરી શકાશે. એક કિલોવૉટના સોલર ટ્રીને લગાવવા માટે એક લાખ રૂપિયાનો ખર્ચ થશે.

હાલ વિજ્ઞાન અને તકનીકી મંત્રી હર્ષવર્ધનના ઘરે લગાવાયું સોલાર ટ્રી

પી.એન. પાઠકે જણાવ્યું કે તેમનું કામ માત્ર ટ્રી બનાવવાનું જ છે, તેને વેચવાનું કામ ખાનગી અને સરકારી કંપનીઓના હાથમાં છે. વિજ્ઞાન અને તકનીકી મંત્રી હર્ષવર્ધનના ઘરે પણ સોલાર ટ્રી લગાવાયું છે. જેની કાર્યપધ્ધતિનું અવલોકન તેઓ પોતે કરી રહ્યા છે.

સરકાર ઈચ્છે તો આ સોલાર ટ્રી પ્રાથમિક શાળાઓમાં નિઃશુલ્ક લગાવી શકે છે તથા અન્ય જગ્યાઓ પાર લગાવીને લાખો રૂપિયાના વીજળીના બિલને બચાવી શકાશે. સરકાર જો આવા જ પ્રકારના સંશોધનોને પ્રોત્સાહિત કરતી રહેશે તો લોકોની સાથે સાથે સરકારને પણ ફાયદો થશે.

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here