2019 નવા વર્ષમાં કરો આ રીતે ભગવાન ગણેશનુ પૂજાન, ઘરમાં ભરાશે ધનના ભંડાર..

0

નવું વર્ષ આપણાં બધા માટે ઘણી ખુશીઓની સૌગાત લઈને આવે છે. એવામાં ઘણા ખાસ ઉપાય એવા જે આવનારા વર્ષને વધારે ગાઢ બનાવી દે છે.

જે કરવાથી ઘરની આર્થિક પરિસ્થિતીમાંથી પણ છૂટકારો મેળવી શકશો ને આવકમાં થશે અનેક ગણો વધારો.

1. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો નવા વર્ષના પહેલા જ દિવસે જો ગણપતિનું પૂજન કરવામાં આવે તો આખું વર્ષ ઘરમાં ખુશીનો માહોલ બન્યો રહે છે. કેમકે ભગવાન ગણેશ બધા જ દેવતાઓમાં પહેલા પૂજનીય દેવતા છે. આમ કરવાથી ઘરની પરિસ્થિતી સુધરશે અને આર્થિક મુશ્કેલી થશે દૂર.
2. નવા વર્ષના પહેલા જ્દિવસે ઘરમાં શંખ રાખવાથી ઘરમાં સમૃદ્ધિનો ભંડાર ભરાશે. કહેવાય છે કે માતા લક્ષ્મીને શંખ પ્રિય હોવાથી એ ઘરમાં માતા લક્ષ્મી વાસ કરે છે.
3. જે વ્યક્તિઓ તેમના લગ્ન જીવનને આવનાર વર્ષમાં વધારે ખુશહાલ બનાવવા માંગે છે તે લોકોએ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની નવા વર્ષના પહેલા જ દિવસે પૂજા કરે અને પછી કમળનું ફૂલ ચડાવે તો આવનાર આખું વર્ષ લગ્નજીવન મધુરતા ભર્યું રહેશે.
4. નવા વર્ષના પહેલા જ દિવસે ઘરમાં તુલસીનો છોડ વાવો અને સાંજે એમાં 1 રૂપિયાનો સિક્કો દાટી દો. આમ કરવાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થશે.
5. નવા વર્ષના પહેલા જ દિવસે ઘરને સાફ કરો અને ગુગળનો ધૂપ કરો. આમ કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે.

6. વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરમાં નમક વાળું પોતું કરવામાં આવે તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સાથે સાથે હકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

7. નવા વર્ષના પહેલા જ દિવસે માતા લક્ષ્મીના મંદિરે જઈને અથવા ઘરે માતા લક્ષ્મીની મૂર્તિની  પૂજા કરી માતાને પાંચ કમળના ફૂલ ચડાવો. આમ કરવાથી માતાની કૃપા બની રહેશે.

8. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘણીવાર સામાન ખોટી જગ્યા પર મૂકવામાં આવેલ હોય છે જેના કારણે ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. માટે ઘરની વચ્ચો વચ આવેલા ભાગમાં ક્યારેય કોઈ ભારી વસ્તુ કે વધારે પડતો સમાન ન રાખો ને નવા વર્ષના પહેલા દિવસે ઘરની વસ્તુનું દિશા પરીવર્તન જરૂર કરવું.

9. નવા વર્ષના પહેલા જ દિવસે જરૂરિયાતમંદ લોકોને ગોળનું દાન કરો. આમ કરવાથી સૂર્ય અને મંગળ પ્રભાવિત થશે ને તમને જીવનમાં સકારાત્મક લાભ મળશે.
10. નવા વર્ષના પહેલા જ દિવસે તાંબાના લોટામાં જળ લઈને એમાં કેસર નાખીને શિવલિંગ પર અભિષેક કરો, આ દરમ્યાન ૐ નમ શિવાયના જાપ જપો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહેશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here